SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અને પ્રકરણગ્રંથો કે ક્રોડપત્રો એ બધાની રચનામાં પંજાબ, બ્રહ્માવર્ત, કાશી, મિથિલા, દક્ષિણ, બંગાળ અને કાશ્મી૨ જનપદ વગેરેનો હિસ્સો છે, પણ એકાદ સંદિગ્ધ અપવાદને બાદ કરીએ તો તે રચનાઓમાં ગૂજરાતનો ફાળો નજરે નથી જ પડતો. બૌદ્ધ પિટકોનો ઉદ્ભવ તો મગધમાં થયો, એનું સંસ્કૃત સંસ્કરણ અને પછીનું દર્શનિક સાહિત્ય હિંદુસ્તાનના બધા ભાગોમાં જન્મ્યું. ગુજરાતમાં જન્મેલું બૌદ્ધ સાહિત્ય કયું અને કેટલું છે એનો સ્પષ્ટ નિર્ણય કરવો અત્યારે કઠણ છે છતાં એમાં જરાયે શંકા નથી કે સાતમા સૈકા પહેલાં અને ત્યાં સુધીના જે મોટા મોટા બૌદ્ધ મઠોમાં ગુણમતિ, સ્થિરમતિ જેવા અસાધારણ વિદ્વાન ભિક્ષુકો રહેતા અને ભણાવતા ત્યાં બૌદ્ધ સાહિત્ય અવશ્ય રચાયું હતું. બોધિચર્યાવતાર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કાઠિઆવાડમાં જ થયાનું કલ્પાય છે. ૪૧. ‘આવી સ્થિતિ છતાં ગૂજરાતને શરમાવા કે સંકોચાવા જેવું કશુંજ નથી. તેનું કારણ એ છે કે તેણે જૈન દાર્શનિક સાહિત્યની રચનામાં મોટામાં મોટો ફાળો આપ્યો છે. આપણે જાણીએ છીએ કે મૂળમાં તો જૈન દર્શનનું સાહિત્ય બૌદ્ધ દર્શનના સાહિત્યની પેઠે મગધમાં જ જન્મ પામેલું પણ પછીના કાળમાં તેની રચના દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનમાં થતી ગઇ અને છેલ્લાં પંદરસો વર્ષનો ઇતિહાસ તો સ્પષ્ટ કહે છે કે જૈન દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેનો વિકાસ એ બધું ગુજરાતમાં જ થયું છે. ગુજરાતે માત્ર જૈનદર્શનના સાહિત્યને જન્માવી કે વિકસાવીને જ સંતોષ નથી માન્યો પણ એણે તો પોતાના ખોળામાં જાદા જાદા પ્રાંતમાં જન્મેલા અને ઉછરેલા કિંમતી સાહિત્યને બહુ કાળજીથી સંભાળી રાખ્યું છે અને તેથી જ કેટલાયે અપૂર્વ અને દુર્લભ ગ્રંથરત્નો એક માત્ર ગુજરાતના ખૂણે ખાંચેથી જ અત્યારે પણ જડી આવે છે.' (પ્રસ્થાન, મહા ૧૯૮૫, પૃ. -૨૧૭-૮) ૪૨. ગુજરાતની આ ગૌરવગાથા તે શ્વેતાંબર જૈનોની ગૌરવગાથા. તેમણે તે ગૌરવનું કાર્ય કર્યું છે. વિશેષમાં શ્વેતામ્બરોનો ઇતિહાસ તે ઉત્તર પશ્ચિમ ભારતનો ઇતિહાસ. એથી આ ઇતિહાસમાં ગૂજરાતનો પ્રાચીન ઇતિહાસ પણ આવી જાય છે. સં. ૧૯૮૧ના આશ્વિનના ‘જૈનયુગ' માસિકમાં પૃ. ૬૭ પર તંત્રી તરીકે મેં જણાવ્યું હતું કે ગૂજરાતનો પ્રાચીન ઇતિહાસ એટલે ટૂંકામાં કહીએ તો ગૂજરાતમાં જૈનોનો ઇતિહાસ. શ્રી વનરાજ ચાવડો કે જેને ઉછેરનાર જૈન સાધુ, રાજ્યતિલક કરનાર જૈન શ્રાવિકા અને જેના રાજમંત્રી પણ જૈન શ્રાવક હતા તેના રાજ્યથી તે કરણઘેલાના રાજ્ય સુધીમાં મંત્રી પદે પરંપરાથી જૈનો જ હતા કે જેઓએ મંત્રી-અમાત્ય તરીકે, દંડનાયક-સેનાપતિ તરીકે અને કોષાધ્યક્ષ તરીકે ઉજ્જવળ કારકીર્દિ બતાવી રાજ્ય અને પ્રજાના હિતમાં તેમજ પોતાના જૈન સંઘના પ્રભાવ અને ગૌરવ સાચવવામાં પ્રબળ ફાળો આપ્યો છે. ગુજરાતનો આ કાળનો ઇતિહાસ સંપૂર્ણપણે, વિશ્વસનીય પ્રમાણોથી સુંદર અને ઓજસ્વિની ભાષામાં જ્યારે લખાશે ત્યારે જ તેમનાં કીર્તિગાન યથેષ્ટ કરી શકીશું. તે વખતે આવો ઇતિહાસ લખવાનું બીડું ગૂજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય શ્રી જિનવિજયજીએ લીધું હતું. તેથી મને તથા ઘણાને આનંદ થયો હતો, કારણ કે તેમને પુરાતત્ત્વનો અતિ શોખ છે, પોતાની પાસે પ્રશસ્તિઓને શિલાલેખોનો બહોળો સંગ્રહ છે, પુરાતત્ત્વ મંદિરમાં પુસ્તકોનો જબરો જથ્થો છે, તેમને સંસ્કૃત પ્રાકૃત બંને ભાષાનું ઉંડુ જ્ઞાન છે, ભાષા પર પ્રભુત્વ છે વળી તેમણે તે સંબંધી વિશાલ વાંચન કર્યું છે. તેમજ નવીન પાશ્ચિમાત્ય શૈલીનો પરિચય મેળવ્યો છે અને પોતે સંશોધનબુદ્ધિ તેમજ અનેક હકીકતોમાંથી સારભૂત સત્ય હકીકત તારવી લેવાની શક્તિ ધરાવે છે, વગેરે ગુજરાતના ઇતિહાસને સર્જાવવા માટેના ઉચિત એવા ઘણા ગુણ તેમનામાં છે; અને તેઓ સ્થિરચિત્તથી એક સ્થલે દૃઢસંકલ્પપૂર્વક લખવા માંડે એટલું બાકી હતું; પરંતુ તેઓ લગભગ સાત વર્ષ વીતી ગયા છતાં અત્યાર સુધીમાં તેનું એક પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy