SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૨ "देस कुलजाइरूवी संघयणी धिइजुओ अणासंसी । अविकत्थणो अमाई थिरपरिवाडी गहियवक्को ॥ १ ॥ जियपरिसो जियनिद्दो मज्झत्थो देसकालभावन्नू । आसन्नलद्धपइभो णाणाविहदेसभासण्णू ॥ २ ॥ पंचविहे आयारे जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आहरणहेउकारणणयणिउणो गाहणाकुसलो ॥ ३ ॥ ससमयपरसमयविऊ गंभीरो दित्तिमं सिवो सीमो । गुणसयकलिओ जुत्तो पवयणसारं परिकहेउं" ॥ ४ ॥ -(સારા) દેશ, કુલ, જાતિ અને રૂપવાળો, (મજબૂત) સંહનન (શરીરના બંધારણ)વાળો, ધૃતિયુક્ત, અનાશસી (શ્રોતા પાસેથી કોઈ ચીજની આકાંક્ષા ન રાખનાર), અવિકલ્થન (વિકથા ન કહેનાર-હિતમિતભાષી), અમારીનિષ્કપટી, સ્થિરપરિપાટીવાળો એટલે પરિચિત ગ્રંથના સૂત્રને યથાવત્ કહેનાર-કોઈપણ સૂત્રને કે શબ્દને ગાળી કે ઉડાડી ન નાંખી તેને અખંડ સાચવી રાખનાર, ગ્રાહ્યવાકય એટલે સર્વત્ર અખ્ખલિત જ્ઞાનવાળો હોય. ૧ પર્ષ-સભાને જીતનારો-સભાક્ષોભ ન પામનાર, જીતનિદ્ર અપ્રમત્ત, મધ્યસ્થ, દેશકાલભાવને જાણનાર, આસગ્નલબ્ધપ્રતિભ એટલે જેણે પ્રતિભા લગભગ મેળવી લીધી હોય એવો, અને નાનાવિધ દેશ ભાષાઓનો જ્ઞાતા હોય. ૨ (જ્ઞાનાદિ) પાંચ આચારથી યુક્ત, સૂત્ર-અર્થ-તથા તે બંનેની વિધિને જાણનાર, ઉદાહરણ હેતુ કારણ નયમાં નિપુણ અને ગ્રાહણાકુશલ એટલે કોઈપણ વિષયનું ગ્રહણ કરવામાં કુશલ હોય. ૩ સ્વ સમય અને પર સમય (શાસ્ત્રોનો વેત્તા, ગંભીર, દીપ્તિમાન, શિવ-કલ્યાણ હેતુ રાખનાર, સૌમ્ય, ગુણશતવાળો-અનેકગુણસંપન્ન એવો પ્રવચનનો સાર કહેવાને યોગ્ય છે. ૪ [જુઓહરિભદ્રસૂરિ કૃત દશવૈકાલિક પર ટીકા પૃ. ૫ દે. લા. અને શીલાંકસૂરિ કૃત આચારાંગ ટીકા પૃ. ૧ આ. સમિતિ) ૩૯. આ મુનિઓના માતાપિતા સમાન શ્રાવક-શ્રાવિકાઓએ તેમનું પોષણ અને પાલન પૂજ્ય બુદ્ધિથી કરી તેમનો ઉપદેશ સાંભળ્યો છે ને પાળ્યો છે. તે ઉપદેશના પરિણામે ગુજરાતના જૈન ગૃહસ્થોએ અગણિત દ્રવ્યનો ખર્ચ કરી જિનમંદિરો, ઉપાશ્રયો, પૌષધ શાળાઓ, જ્ઞાનભંડારો સ્થાપ્યાં છે અને સાહિત્યનાં સર્વ ઉપકરણો પૂરાં પાડ્યાં છે. આના પરિણામે અસંખ્ય હસ્તપ્રતો-તાડપત્રો પર અને કાગળ પર લખાયેલી હજુ સુધી આપણને સાંપડે છે, અને શિલ્પ-કલાના ભવ્ય નમુના રૂપે અનેક જિનાલયો હાલ વિદ્યમાન છે. આ શ્રાવકો પૈકી કેટલાક મંત્રીઓ, સેનાપતિઓ, રાજદ્વારી પુરૂષો, સાહસિક વ્યાપારીઓ, સુખીશ્રીમંતો થયા છે; જ્યારે ગ્રંથકારો, કવિઓ બહુ જ થોડા શ્રાવકો થયેલા જણાયા છે. (૪૦. પંડિત સુખલાલજી વામનો એક ભાગ-“દાર્શનિક સાહિત્ય' લઇ તેમાં ગુજરાતે આપેલા ફાળા સંબંધમાં જણાવે છે કે:-). ભારતની જ્ઞાનસમૃદ્ધિ બહુ જુના વખતથી જાણીતી છે અને અપાર છે. તે અનેક જાતની છે. એ જ્ઞાનસમૃદ્ધિની અનેક શાખાઓમાં એક જ શાખા આ વિદ્યાના અભ્યદયકાળમાં હજા પણ એવી રહી છે કે જેની બાબતમાં પશ્ચિમીય વિચારકોની દૃષ્ટિ પણ ભારત તરફ વળે છે. એ શાખા તે દાર્શનિક વિદ્યાની શાખા. ભારતીય દર્શનવિદ્યાની ત્રણ પ્રધાન શાખાઓમાં વૈદિક શાખા લઈએ અને તેના પહેલેથી ઠેઠ સુધીના સાહિત્યની રચનાના પ્રદેશો તરફ નજર ફેંકીએ તો આપણને જણાશે કે વૈદિક દર્શન સાહિત્યની રચનામાં ગુજરાતનો ફાળો પહેલેથી આજ સુધી નથી જ. વેદો, ઉપનિષદો, સૂત્રો, ભાષ્યો, ટીકાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy