SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧ contract with almost all the Indian languages. Even the Dravidian languages have been influenced by it.' - ગમે તે કારણે, તેઓના (જૈનોના) વાડ્મય પ્રત્યે વિદ્વાનોનું ધ્યાન ખેંચાયું નહિ. આમ બનવું તે જૂના જૈનો કે જેઓ પોતાના “ગ્રન્થો... બીજાને બતાવવા ઈચ્છતા નહિ અને હાલ સુધી તેમને છપાવી પ્રકટ કરવામાં ઘણા વિરોધી હતા તેમની ઉપેક્ષા વૃત્તિને લઇને હોય. ગમે તેમ પણ થોડા પંડિતોને પહેલાં વિદિત હતું ને હાલ સર્વને વિદિત થયેલ છે કે જૈન વાડુમય અતિ વિશાળ છે અને અનેક દૃષ્ટિબિંદુઓથી ઉપયોગી છે. પ્રાચીન કાળમાં સામાન્યજનોની બોલાતી ભાષા પ્રાકૃતમાં તે લખાયેલું છે તેથી તે ભાષાશાસ્ત્રી માટે એક અત્યંત વિસ્તૃત ક્ષેત્ર ખુલ્લું કરી આપે છે. તે ભારતની લગભગ બધી ભાષાઓના સંપર્કમાં આવેલું છે. દ્રાવડ ભાષાઓ પર પણ તેની (એટલે દિગંબર જૈન સાહિત્યની) અસર થયેલી છે. ૩૭. શ્વેતામ્બર જૈન સાહિત્યના આ ઇતિહાસમાં તે સાહિત્યનો ઈતિહાસ આપવામાં અગ્રગણ્ય ગ્રંથકારોના જીવનવૃત્તાંત ઉપરાંત પ્રતિષ્ઠિત જૈનોનો પણ ટુંક ઇતિહાસ આવી જાય છે. તેના કારણમાં (૧) મૂળ ઉત્પત્તિ જે નિબંધથી થઈ તેનો વિષય “જૈનો અને તેમનું સાહિત્ય' એ હતો, તેથી તેમાં જૈનોના સંબંધી આછું પાતળું લખાયેલું જ હતું અને તે આમાં વિસ્તાર પામ્યું, (૨) જૈન સાહિત્ય એ નામજ બે અર્થમાં વાપરી શકાય:-એક તો જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવતું સાહિત્ય, અને બીજાં જૈન ધર્મના અનુયાયીઓએ રચેલું સાહિત્ય. આમાંનું પહેલા પ્રકારનું પણ બીજા પ્રકારનું એટલે જૈન ધર્મના અનુયાયીઓથી જ રચેલું હોય છે, પણ બીજા પ્રકારનું તે પહેલા પ્રકારનું હોય જ એવો નિયમ નથી. દા.ત. જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર કૃત સિદ્ધ હૈમ વ્યાકરણ એ ભાષાઓનું વ્યાકરણ હોઈ સર્વને-જૈન કે જૈનતરને સામાન્ય છે. છતાં સિદ્ધ હૈમ વ્યાકરણની ગણના તેના રચનાર જૈન હોવાને લીધે જૈન સાહિત્યમાં થઈ છે. (૩) “ર દિ ધર્મો ધામિલૈ ર્વિના'- દરેક ધર્મનો આધાર તેના અનુયાયીઓ પર છે. જે ધર્મના માનનારા વિદ્યમાન છે તે ધર્મ જીવિત ધર્મ છે, જે ધર્મના અનુયાયી નથી તે ધર્મ મૃત ધર્મ છે, તે જ પ્રમાણે દરેક ધર્મના સાહિત્યનું સુજન, રક્ષણ, પોષણ તે ધર્મના અનુયાયીઓ તરફથી જ થાય છે, અને જૈન સાહિત્યના સુજન કરનારા સાધુઓ અને રક્ષણ કરનારા શ્રાવકો બંને તે સાહિત્યના ઉપકારી છે. ૩૮. સાહિત્યસર્જક પ્રધાનપણે શ્વેતાંબર સૂરિઓ-આચાર્યો, મુનિઓ છે; શ્રી મહાવીરભાના પ્રવચનઆગમ સાહિત્યની પંચાગી' છે, તેમાં મૂલ આગમ પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ-અવચૂર્ણિ, ટીકાવૃત્તિ વગેરે ઉત્પન્ન કરવા ઉપરાંત તે આગમને અનુલક્ષીને ધાર્મિક ગ્રંથો તેમજ અને અનેક સાહિત્યપ્રદેશોમાં વિહરી તે તે વિષયની-કાવ્ય, મહાકાવ્ય, નાટક, કથા-કાદંબરી, વ્યાકરણ, છંદ, કોશ, જ્યોતિષ, ન્યાય-તર્ક આદિ વિષયની કૃતિઓ રચનાર તરીકે સંસાર ત્યાગ કરી શ્રમણદીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યો અને તેમની શિષ્ય પરંપરાનો ઉપકાર મુખ્યપણે છે કે જે કદિ ભૂલી શકાય તેમ નથી. દીક્ષા એ પરાક્રમ છે અને તેની પાછળ પૂર્વ જન્મના મહાસંસ્કાર અથવા તો આ જન્મમાં મેળવેલું અનુભવ જ્ઞાન હોય છે; તે તો આત્મસમર્પણ છે અને આત્મસમર્પણ બાહ્યાડંબરથી નથી થતું, એ માનસિક વસ્તુ છે; અને તેને અંગે કેટલાક બાહ્યાચાર આવશ્યક થઈ પડે છે પણ તે જ્યારે આંતર શુદ્ધિનું અને આંતર ત્યાગનું ખરું ચિહ્ન હોય ત્યારે જ શોભી શકે;-એ દીક્ષાના રહસ્યને પામેલા સૂરિવરો લોકકલ્યાણ અર્થે જે બોધ આપી ગયા, ગ્રંથો લખી ભવિષ્યની પ્રજા માટે મૂકી ગયા તેમને આપણાં વંદન છે. શ્રી મહાવીર પ્રભુના પ્રવચનને યોગ્ય-આચાર્યના જે ગુણો ગણાવ્યા છે તેમાં તે દેશકાલભાવને જાણનાર, નાનાવિધ દેશભાષાઓનો જ્ઞાતા સ્વધર્મ અને પરધર્મનાં શાસ્ત્રોનો પારગામી હોવો જોઈએ એ વાત ખાસ લક્ષ ખેંચે છે. તેની ગાથાઓ નીચે પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy