SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક મહાન આચાર્યો અને ધર્મોપદેશકો થયા છે, અને તેમના પ્રતાપે દક્ષિણમાં અનેક જૈન રાજાઓ, મંત્રીઓ, અસંખ્ય મંદિરો અને તેથી વિશેષ જૈન ધર્માનુયાયીઓ થયા છે. વિક્રમના બારમા શતક સુધી તો તેમણે આખા દક્ષિણ ભારતને એક લાકડીએ હાંકેલ છે. તે સર્વ ઇતિહાસ મનોરમ્ય, વિસ્મયકારક અને વ્યાપક છે. તે સંબંધી રા. શર્માએ Jainism in South Indiaપર એક નિબંધ અનેક પ્રકરણોવાળો લખી પહેલા વર્ગમાં M.A. ની પદવી મુંબઈ યુનિવર્સિટી પાસેથી સં. ૧૯૮૪માં મેળવી છે, કે જેમાંથી નવ પ્રકરણોનો ટુંક સાર ગૂજરાતીમાં કરી મેં જૈનયુગના માહથી ચૈત્ર ૧૯૮૫ના અંકમાં આપ્યો છે. આ દિગંબરી સાહિત્યનો ઇતિહાસ ગુજરાતીમાં લખવા માટે મેં પ્રયત્ન કરી જોયો, પણ પછી મને લાગ્યું કે કોઈ દિગંબર વિદ્વાન મહાશય જ તેને સંપૂર્ણ ન્યાય આપી શકે-અને તેવા મહાશય મારા મિત્ર શ્રી નાથુરામ પ્રેમી અગર તો શ્રી જુગલકિશોર મુખત્યાર છે કે જેમણે જૂદા જૂદા દિગંબર સાહિત્યભંડારો અને પુસ્તકો જોઈ તપાસી ગ્રંથ પ્રશસ્તિઓ આદિ નોંધી શિલાલેખોમાં સાંપડતા ઇતિહાસ પર પ્રકાશ ફેંકતા ભાગોને તેમજ બીજી ઐતિહાસિક સામગ્રીને સંગ્રહી લીધેલ છે, અને જેઓ આખા દિગંબર સાહિત્યને સાલવાર-સમયાનુક્રમમાં સુંદર રીતે અને વળી તે પરના પોતાના ઊહાપોહ અને વિવેચન સહિત લખી પ્રજા સમક્ષ મૂકવામાં આવશ્યક ઉત્કંઠા અને વિદ્વત્તા, સાધન અને સમય ધરાવે છે, તેઓ તે કાર્ય ઉપાડી લેશે એમ ઈચ્છીશું. તે કાર્ય સત્વર થઈ જાય તો દિગંબરોએ પ્રાકૃત સંસ્કૃત, અપભ્રંશ, હિંદી ઉપરાંત તામિલ અને કર્ણાટકી ભાષાનું સાહિત્ય ખેડવામાં જે મહાનું ફાળો આપ્યો છે તે જણાય. એમ થતાં જૈનના બંને સંપ્રદાયોનું સાહિત્ય જનતા સમક્ષ મૂકાતાં એક બીજાની સરખામણીમાં કોણે કઈ રીતે એક બીજાથી વધારે સેવા બજાવી છે તે માલૂમ પડશે અને તે સમસ્ત જૈન સાહિત્યનું મૂલ્ય અને સ્થાન આર્યસંસ્કૃતિમાં શું છે તે સ્પષ્ટ જણાઈ આવશે. ૩૫. દિગંબર તથા શ્વેતાંબર જૈનોનું કેટલુંક સાહિત્ય પ્રકટ થયું છે અને તેથી અનેકગણું અપ્રસિદ્ધ છે; અને આ ઈતિહાસથી શ્વે) અપ્રસિદ્ધ સાહિત્યનો ખ્યાલ આવશે અને જૈન ધર્મ અને સાહિત્ય સંબંધી જે ભ્રામક-ભ્રમણામય વિચારો તેના સંબંધી અજાણપણાને લીધે પૂર્વગ્રહના પરિણામે યત્ર તત્ર વિદ્યમાન છે, તે વિચારવાન સમૂહમાંથી જરૂર દૂર થશે. વિશેષમાં આથી એ વાત તો ચોક્કસ નક્કી થાય છે કે જેમ બ્રાહ્મણ સંપ્રદાયે સાહિત્યસર્જનમાં અપૂર્વ ફાળો આપ્યો છે, તેજ રીતે શ્રમણ સંપ્રદાયે પણ પોતાની રીતિએ યથાશક્તિ અને યથામતિ સારો ફાળો આપ્યો છે. આ ભાવના લક્ષમાં આવતાં બંને વૈદિક અને અવૈદિક સંપ્રદાયો એક બીજાને ઉવેખી શકે તેમ નથી, પરંતુ અન્યોન્ય સહકાર સાધી ભારતના ગૌરવમાં બંને વધારો કરી શકે તેમ છે. ગાંધીજી કહે છે કે “જૈન શું કે બીજા ધર્મના મહાન સિદ્ધાંતો માત્ર તે તે નામે ઓળખાતા સમાજ માટે નથી. પણ આખા મનુષ્યજાતિ માટે ઉદ્બોધક અને તારક છે.” ૩૬, પટણામાં ૧૭-૧૨-૩૦ ના રોજ ભરાયેલ “અખિલ હિંદપીર્વાત્ય પરિષદના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં રાય બહાદુર હીરાલાલજી જૈન સાહિત્ય સંબંધે કથે છે કે - Some how or other, their (Jainas') literature did not catch the attention of scholars. This may be due to the reticence of the old Jainas, who did not like to show their 'granthas to others and were till recently very much opposed to print and publish them. Anyhow it is now well-known, as it was to a few scholars formerly that the jaina literature is very voluminous and important from several points of views. Written as it is in Prakrit, the spoken language of the ordinary people in ancient days, it opens out a most extensive field for a philologist. It has come in Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy