SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અગાઉ પ્રસિદ્ધ કરાવ્યાં કે જેમાં એક જૈન કવિ નેમવિજયનો શીલવતી રાસ દાખલ થયેલો છે. રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત અને ફરજીયાત કરી છે, અને આખા રાજ્યમાં ૪૫ કસ્બા પુસ્તકાલયો, ૮૦૦ ગ્રામ્યપુસ્તકાલયો, ૧૨ ખાસ સ્ત્રી અને બાળકો માટેનાં પુસ્તકાલયો અને ૧૬૦ વાંચનગૃહો તેમજ ફરતી ચોપડીઓની પેટીઓની વ્યવસ્થા લોકોમાં વાંચનનો શોખ અને વિચાર-વિકાસ વધે એ માટે કરી છે. આ સર્વ માટે તે શ્રીમંતનો ભારે ઉપકાર પ્રજાએ માનવો જોઈએ. ૩૨. પૂર્વે વિદ્યાપોષક રાજવીઓ તરફથી વિદ્વાનોને રાજ્યાશ્રય મળતો. જેવો રાજા તેવી પ્રજા, જેવી પ્રજા તેવો રાજા એમ અન્યોન્યાશ્રયી હતું. જેવી પ્રજા તેવું સાહિત્ય ઘડાતું, જેવું સાહિત્ય તેવું પ્રજાજીવન થતું, છતાં રાજકારણ (politics, ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન, વ્યાપાર વગેરેના સર્વપ્રદેશો પર સત્તા કે અંકુશ ભોગવતું નહોતું. મનુષ્યના માનસ પાસે સામાન્ય રીતે ખડા થતા પ્રશ્નોનો અમુક નિર્દિષ્ટ રીતે તોડ કરવામાં વિશાલ જનસમૂહના માનસના પ્રત્યાઘાતોનો અભ્યાસ રાજકારણ કરાવે છે, તેથી રાજકારણનો સંબંધ માનસશાસ્ત્રને લગતા માનવતાના દરેક પ્રદેશ સાથે થોડો કે વધુ છે; તેથી રાજકારણની દૃષ્ટિએ કોઈપણ રાષ્ટ્રપ્રશ્નનો ઉકેલ કરવામાં રાષ્ટ્રનાં સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરે સર્વ પ્રદેશો પર લક્ષ અપાવું જ જોઇશે. તેમાં જે જે વસ્તુ પ્રાચીન વિચારો, કળા ઇત્યાદિનો મહિમા સિદ્ધ કરે અને તેને વિષેનો આપણો આદર વધારે તે તે વસ્તુ આપણને સ્વરાજ્યને પંથે લઈ જનારી છે એ વિષે શંકાને સ્થાન ન હોય. - ૩૩. સામાન્ય રીતે ઇતિહાસ ભૂતકાળના રાજકારણ (Politics) તરીકે લેખાય છે અને તેથી રાજકર્તાઓના જીવન, રાજનીતિ, કાવાદાવા પ્રપંચો, વગેરેના વૃત્તાંતને ઇતિહાસ કહેવામાં આવે છે. તત્ત્વતઃ જોતાં ઇતિહાસ તે ભૂતકાલનું માત્ર રાજકારણ નથી, તે તો દાખલા ને પ્રત્યક્ષ ઉદાહરણોથી બોધ કરતી ફિલસુફી છે. આપણા પ્રાચીન મહાન્ પુરૂષો પોકારી પોકારી ખાત્રી આપે છે કે આપણે પણ મહાન્ થઈ શકીએ-બની શકીએ. પૂર્વના મહાન્ વીરોમાં મહત્તા નિરખવી એ પ્રજાકીય પ્રજ્ઞા (national wisdom) નો પ્રાથમિક પ્રારંભ છે. એમ પણ બને કે પોતાની વસ્તુઓ-વ્યક્તિઓ પ્રત્યેના અભિનિવેશ (prejudice) થી આપણને કોઇ વખત તે માટેની દાઝ-ઉત્કટ પ્રીતિ (patriotism of prejudice) અવશ્ય થઈ આવે, પણ તેવી પ્રર્વગ્રહવાળી પ્રીતિ કરતાં સાચા અભિમાનથી પ્રેરાઇ ઉત્પન્ન થયેલી ઉત્કટ પ્રીતિ વધારે ઉચ્ચ ને ઉદાત્ત છે. મહાન્ નરોને સન્માનતાં આપણે આપણી સમસ્ત માનવતા (humanity) ને સન્માનીએ છીએ. “આપણાં મહાન નરોને સન્માનતાં આપણે આપણા દેશને સન્માનીએ છીએ. આ કારણે સારાસાર વિચારપૂર્વક પ્રેમથી ભૂતકાળને એક ખજાના રૂપે સાચવી રાખવાનો આરંભ કરવો એ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી પ્રજાકીય અસ્મિતા (consciousness) નું ચિન્હ છે. એ આપણી પાસે હોય તો પછી ભવિષ્યની ચિંતા કે ભીતિ રાખવાપણું રહેતું નથી. છતાં જૂનાને તદન વળગી રહી તેમાં લેશ માત્ર પણ પરિવર્તન કરવાપણું રહેતું નથી એમ સમજવાનું નથી. એમ સમજવું એ વિકાસવાદનું ઉલ્લંઘન છે.” ૩૪. આ ઇતિહાસમાં શ્વેતામ્બર જૈનો કે જેમણે મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં-ગૂજરાત કાઠિયાવાડ રાજપૂતાના માલવા વગેરેમાં પોતાનો પ્રભાવ વિસ્તાર્યો છે. તેમના રચેલા સાહિત્યનો ઈતિહાસ છે; એટલે તેને “જૈન શ્વેતામ્બર સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' કહીએ તો ચાલે, પણ પ્રમાણસર ટુંકું નામ રાખવા ખાતર “શ્વેતામ્બર’ એ શબ્દ મેં મૂક્યો નથી. શ્રી મહાવીર પ્રભુના જન્મસ્થાન ઉત્તર ભારતમાંથી જૈન ધર્મ મથુરા આદિ સ્થળોમાં પ્રસરી એક ધારા પશ્ચિમ ભારતમાં ગઈ તે શ્વેતામ્બર, અને બીજી ધારા દક્ષિણમાં ગઈ તે દિગંબર-એમ સામાન્યતઃ કહેવાય છે. દિગંબર સાહિત્ય પણ વિશાલ છે, દિગંબરોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy