SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અને એની શુદ્ધ પ્રત અને ભાષાંતર એમણે બહાર પાડ્યાં. ડૉકટરનો ઇતિહાસ જાણવા જેવો છે. જેમ પંડિત ધર્માનંદ કોસંબીએ પાલીનો અભ્યાસ કર્યા પછી જ મોટી ઉંમરે અંગ્રેજીનો અભ્યાસ કર્યો તેમ બાવીસેક વર્ષો સંસ્કૃતનો ગંભીર અભ્યાસ કર્યા પછી જ ડૉ. શામશાસ્ત્રી અંગ્રેજી ભણ્યા. બંને પંડિતોને પોતાના અભ્યાસના ફળ વિશાળ વાચકવર્ગને આપવાને અર્થે અંગ્રેજી જાણવાની જરૂર લાગી ત્યારે જ તેઓ અંગ્રેજી શીખ્યા. (હાલ પં. સુખલાલજીએ અંગ્રેજીનો અભ્યાસ કયારનો શરૂ કર્યો છે,) ડૉક્ટર સાદા, ભલા, અભ્યાસમાં ખૂંચેલા પંડિત છે. પોતાનું પ્રસિદ્ધ પુસ્તક તથા પોતાના પરિશ્રમના ફળ વર્ણવતો પોતાના ખાતાનો દળદાર હેવાલ લઇને તેઓ ગાંધીજીને ચરણે પડ્યા. કેટલોક સંવાદ કર્યો. મુખ્ય પ્રશ્ન એ હતો કે “અશોકને ઉપગુપ્ત, પુખમિત્રને પતંજલિ, કુમારપાળને હેમચંદ્ર, વિજયનગરના રાજ્યને વિદ્યારણ્ય જેવા વ્યવહારનિષ્ણાત સાધુઓ મળ્યા હતા. એવા સાધુઓ ઉત્પન્ન થાય તો આપણી સ્થિતિ ફરી જાય. આ માર્ગ મઠો સ્થાપવાથી જ મોકળો થઈ શકે. આપ એવાં મઠોની સ્થાપના ન કરી શકો?” તેના ઉત્તરમાં ગાંધીજીએ પોતાની અશક્તિ અને તેમાં રહેતી મુશ્કેલીઓ જે શબ્દોમાં જણાવી તે માટે નવજીવન તા. ૧૪-૮-૨૭ નું વાંચવા વાચકોને ભલામણ છે. ૩૦. આવા વિહારો સ્થાપવા એ મધુરું સ્વપ્ર ગણાશે, પણ તે અગર તેના જેવું કંઈક ફલિત કરવું યોગ્ય છે. અમદાવાદમાં પુરાતત્વ મંદિર થવાથી ત્યાં શ્રી જિનવિજય, ૫. સુખલાલ અને બહેચરદાસ, ધર્માનન્દ કોસંબી, રસિકલાલ, કાલેલકર કાકા આદિ વિદ્વાનોની મંડળી જામી હતી, અને “પુરાતત્ત્વ' નામનું ત્રિમાસિક નિકળતું હતું, દિલ્હીમાં ‘સમન્તભદ્રાશ્રમ' ખોલાવી તેના આશ્રય તળે “અનેકાન્ત' માસિક કાઢનાર ૫. જુગલકિશોર મુખત્યારનો પ્રયત્ન પણ થઈ શમી ગયો. આ પ્રયત્નોના ફળ તરીકે અનેક પુસ્તકો, લેખો વગેરે પ્રાપ્ત થયેલ છે. પરંતુ એ પાછળ સંસ્કારી ધનિકોના ધનનું પીઠબળ સારા પ્રમાણમાં નહિ હોવાથી તે ચિરંજીવી થયા નહિ, એ ખેદનો વિષય છે. જો મઠ-વિહાર જેવું બની શકે તેવું ન હોય તો જ્યાં વિદ્વાનો એકઠા મળી શકે અને પોતાનું કાર્ય ધપાવવા માટે પુસ્તકસંગ્રહ આદિ સાધનો તથા યોગ્ય આજીવિકા મેળવી શકે એવાં ધામો રાજ્ય અગર સંસ્કારી ધનિકો ધારે તો સ્થાપી નિભાવી શકે. ૩૧. શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકારનો જૈનસાહિત્ય પ્રત્યેનો પરમાદર જાણીતો છે. તેમણે પાટણના જૈનભંડારોની સદ્ગત સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી પાસે પ્રથમ ફેરિસ્ત કરાવી પ્રકટ કરી હતી. પરંતુ ભૂલમાં તેની થોડી નકલો છપાઈ-ત્યારપછી સદ્દગત સાક્ષર શ્રી ચીમનલાલ દલાલ પાસે તે પાટણના ભંડારો અને જેસલમેરના જૈનભંડારનાં સૂચીપત્રો તૈયાર કરાવ્યાં તે પૈકી પ્રથમનું છપાય છે તે બીજાં છપાઈ ગયેલ છે. પાટણના ભંડારમાંથી યાશ્રય, યોગબિંદુ, અનેકાંતપ્રવેશ, વિક્રમાર્ક પ્રબંધસિંહાસન દ્વાäિશિકા, કુમારપાલપ્રબંધ આદિનાં ગુજરાતી ભાષાંતર ઉક્ત સદ્દગત મણિલાલ નભુભાઈ પાસે તૈયાર કરી મહારાજા સાહેબે પ્રકટ કરાવ્યાં, હમણાં વડોદરામાં “પૌર્વાત્ય ગાયકવાડ ગ્રંથમાલા” રૂપે ઉપયોગી પ્રાચીન પુસ્તકોનાં વિદ્વાનો પાસે સંશોધન કરાવી પ્રકાશન કરવા માંડ્યાં છે. તેમાં જૈન પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે-તેના ૬૨ ગ્રંથો પ્રસિદ્ધ થયાં છે, ૩૦ છપાય છે અને બીજા તૈયાર થાય છે. તદુપરાંત “ઓરિયન્ટલ ઇન્સ્ટિટયૂટ સ્થાપી સંસ્કૃત પ્રાકૃત માગધી વગેરે ભાષાના અપ્રસિદ્ધ ગ્રંથોની લગભગ પંદર હજાર હસ્તલિખિત પ્રતો મેળવી એક ખાસ સંગ્રહ કરવામાં આવ્યો છે અને સેંટ્રલ લાયબ્રેરી” નામના મહાપુસ્તકાલયમાં એક લાખ ઉપરાંત પુસ્તકો રાખવામાં આવ્યાં છે. રાજદફતરની ભાષા પોતાની મુખ્ય વસ્તીની ભાષા ગૂજરાતી રાખી છે, ગૂજરાતી પ્રાચીન કાવ્યમાળામાં ૩૬ ગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy