SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૪૩ થી ૨૪૫ આ. બપ્પભટ્ટસૂરિ આ. શીલાંકસૂરિ ૧ ર ૫ શીલાંકસૂરિ. . आयारवियारण वयण चंदियादलीयसयलसंतावो । सीलंको हरिणंकुव्व सोहइ कुमुयं वियासंतो॥ -જિનદત્તસૂરિ-ગણધરસાદ્ધશતક કથા ૬૦. -આચાર (આચારાંગ)ની વિચારણા માટેની વચનચંદ્રિકાથી જેણે સકલસંતાપ દલિત કર્યો છે એવા શીલાંક હરિણાંક-ચંદ્રની પેઠે કુમુદને વિકસાવે છે. ગુરુ Íનરરાનસ્થ વાતુર્વિદ્યકૃતિ 1 ત્રિષષ્ટિનર કવૃત્તવિવાં ગોવર: I મુનિરત્ન- અમચરિત્ર -આતશીલાચાર્ય) ગૂર્જરરાજના ગુરુ ચાર વિદ્યામાં સર્જનકાર હતા કે જેઓ ત્રિષષ્ઠિ શલાકા પુરુષોનાં સદ્ગત્ત રચી વાચાને આગોચર કવિ થયા છે.{ આ સ્તુતિ ક.સ.હેમચન્દ્રસૂરિની હોવાનું પં. અમૃતલાલ ભોજકનું માનવું છે. ચઉપન્ન મ.પુ. ચરિય ની પ્રસ્તાવના ૨૪. સં ૯૨૫ માં શીલાચાર્ય(નિવૃત્તિગચ્છના માનદેવસૂરનિા શિષ્ય)દશ હજાર પ્રાકૃત શ્લોક પ્રમાણ મહાપુરુષચરિય ગદ્યમાં ર... તમાં પ૪ મહાપુરુષોનાં ચરિત્ર છે. ચઉપન્ન મહાપુરુષ ચરિયુંપ્ર.પ્રા.ગ્રં. પ. .ભાષા. આ. હેમસાગરસૂરિ પ્ર. મોતીચંદ ચોકસી તેનું વસ્તુ લઈ પ્રસિદ્ધ હેમચંદ્રસૂરિએ ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત સંસ્કૃતમાં રચ્યું જણાય છે. આ જ આચાર્ય (શીલાચાર્ય-શીલાંકાચાર્ય) સં. ૯૩૩ માં (શક સં ૭૯૯) આચારાંગ સૂત્ર અને વાહરિ ગણિની સહાયથી સૂત્રકૃતાંગ સૂત્ર પર સંસ્કૃતમાં વૃત્તિ રચી. તેમણે તે બે સૂત્ર સહિત અગ્યારે અંગો પર ટીકા રચી હતી, તેમાંની ઉક્ત બે સૂત્રની ટીકાઓ સીવાયની નવ ટીકાઓ વિચ્છિન્ન થવાથી શ્રી અભયદેવે (જુઓ પછીનું પ્રકરણ) નવે ટીકાઓને નવી બનાવી. વળી શીલંકાચાર્યે રચેલી જીવસમાસપર વૃત્તિ પણ ઉપલબ્ધ છે. જિનભદ્રગણિના વિશેષાવશ્યક ભાષ્ય પર ટીકા રચનાર કોટ્યાચાર્ય ઉર્ફે શીલાંકાચાર્ય અને વનરાજના ગુરુ તરીકે પ્રસિદ્ધ થયેલા શીલગુણ કે શીલાંક નામના સૂરિ સંબંધીનો નિર્ણય અનિશ્ચિત છે.૧૮૧ ૨૫. વીર સૂરિ આ સમયમાં વિદ્યમાન હતા. તેમણે અંગવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. (જન્મ સં ૯૩૮, દીક્ષા ૯૮૦, સ્વર્ગ0 ૯૯૧.) આ વીરસૂરિનો સત્તાસમય તેમના આખા પ્રબંધમાંની વ્યક્તિઓનો સમય વિચારતાં ગલત લાગે છે. ખરી રીતે વીરસૂરિ-વીર ગણિ અગ્યારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ વ્યક્તિ હોવા જોઇએ. તે સમયમાં જાલોરના પરમાર રાજા ચંદનના પુત્ર દેવરાજનું ભીનમાલમાં ૧૮૦ પ્રભાવ વરિત માં અભયદેવસૂરિ પ્રબંધ શ્લોક ૧૦૪-૧૦પ. પુ. ર૬૭. ૧૮૧ જુઓ જિનવિજયની તકલ્પ સુત્ર પરની પ્રસ્તાવના. ૧૮૨ જુઓ પ્રભાવ વરિત શ્રી વીરપ્રબંધ પૃ. ૨૦૬-૨૧૬. આ પ્રબંધમાં કહેલ છે કે વીરગણિ ભીનમાલમાં દેવરાજના રાજ્યમાં પ્રાગ્રહર શ્રેષ્ઠિપુત્ર હતા. મથુરાથી આવેલ વિમલગણિ પાસે દીક્ષા લઈ તેની પાસેથી અંગવિદ્યાનો આમ્નાય શીખ્યા. થરાદ જઇ ગુરુએ કહેલ પુસ્તક મેળવી અંગવિદ્યા ભણીને મહાશક્તિશાલી તપસ્વી થયા. પાટણ તરફ જતાં સ્થિર (રાધનપુર પાસેનું થરા) ગામમાં વ્યંતર પાસે હિંસાનો ત્યાગ કરાવ્યો ને પાટણના રાજા ચામુંડરાજની મહોર છાપવાળું આજ્ઞાપત્ર પણ કઢાવ્યું, પછી પાટણમાં જતાં વર્ધમાન સૂરિ પાસેથી આચાર્યપદ મેળવ્યું, ને ચામુંડરાજ અપુત્ર છે તેની ચિંતા તેમના મંત્રી વીર (વિમલશાહ ના પિતા) થી જાણતાં રાણીઓને વાસયુક્તજલ-અભિષેક કરાવવાથી ગર્ભસ્રાવનો રોગ દૂર થયો ને વલ્લભરાજ વિગેરે પુત્રો તેને થયા.(જુઓ પારા ૨૭૧) વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy