SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બિરૂદ તે સૂરિને આપ્યું પછી તે સૂરિએ મથુરાના શૈવ વાક્ષિત નામના યોગીને જૈન બનાવ્યો ત્યાર બાદ આમ રાજાએ આ સૂરિના ઉપદેશથી વિ.સં. ૮૨૬ ના આરસામાં કનોજ, મથુરા, અણહિલ્લપુર પાટણ, સતારક નગર તથા મોઢેરા આદિ શહેરોમાં જિનાલયો બંધાવ્યા; શત્રુંજય ને ગિરનાર તીર્થની યાત્રા કરી. ગિરનારની યાત્રામાં દિગંબર અને શ્વેતાંબરો વચ્ચે તે તીર્થના હક્ક સંબંધિ ઝગડો થયો અને આ. બપ્પભટ્ટીના પ્રભાવથી તે શ્વેતાંબરતીર્થ જાહેર થયું. તેમના શિષ્ય નન્નસૂરિ તથા ગોવિન્દસૂરિના ઉપદેશથી તે આમ રાજાના પૌત્ર ભોજરાજાએ આમ રાજાથી અધિક રીતે જૈન ધર્મની પ્રભાવના કરી છે. આ ભોજ તે ભોજદેવ-અ૫૨નામ મિહિર તથા આદિવરાહ-તે સં. ૯૦૦ થી ૯૩૮ સુધી અચૂક-અને પ્રાયઃ ૯૫૦ સુધી ગાદી પર હતો૭૮ બપ્પભટ્ટિના પ્રબંધ પરથી જણાય છે કે તેમના પૂર્વજો પાંચાલ કહેવાતા અને એમનું નિવાસસ્થાન ડુવાતિથિ (પાલણપુર એજંસીમાં ધાનેરાની પાસે ડુવા) ગામ હતું. તેમના ગુરુ સિદ્ધસેનસૂરિ મોઢ ગચ્છના પ્રમુખ આચાર્ય હતા. એમના ગચ્છનાં ચૈત્યો પાટલા (શંખેશ્વર પાસેનું પાડલા), મોઢેરા, પાટણ વગેરેમાં હતાં, તેઓ તેમજ તેમના ગુરુભાઇઓ પ્રાયઃસવારીનો ઉપયોગ કરતાં હતા એ પરથી જણાય છે કે તેમનો સમય શિથિલાચારનો હતો, છતાં એમણે રાજાને પક્ષમાં રાખી જૈન સમાજ પર ઉપકાર કર્યો છે એને તેમણે પોતાનું જીવના રાજાઓની સોબતમાં ગાળી પોતાનું ઉપનામ ‘રાજપૂજિત’ મેળવ્યું છે. સાહિત્ય-નિર્માણમાં તેમણે સારો ફાળો આપ્યો હતો. તેમણે સાહિત્યવિષયક બાવન પ્રબંધો રચ્યાનો ઉલ્લેખ છે, તેમાં મુખ્ય પ્રબંધ ‘તારાગણ’ નામોનો હતો {તારાયણો સં. હરિવલ્લભ ભાયાણી પ્ર.પ્રા.ગ્રં.૫.} કે જેનો ઉલ્લેખ ધનપાલ કવિએ તિલકમંજરી માં ભદ્રકીર્ત્તિકૃત ‘તારાગણ’ નામના ગ્રન્થ તરીકે કરેલ છે, કારણ કે ભદ્રકીર્તિએ બપ્પભટ્ટિનું જ ગુરુદત્ત નામ હતું. હાલ તેમના ‘ચતુર્વિંશતિ જિન સ્તુતિ’ અને એક સરસ્વતી સ્તોત્ર સિવાય અન્ય એક પણ પ્રબંધ ઉપલબ્ધ નથી, (મુનિ ક. પ્ર. ચ. પ્રસ્તાવના) {કર્મા શાહ આમરાજાના વંશમાં થયા, તપગચ્છ શ્વ.વંશવૃક્ષ, પૃ. ૫૧} ૨૪૩. સં. ૯૧૩-૯૧૫ માં કૃષ્ણર્ષિ શિષ્ય જયસિંહસૂરિએ નાગોરમાં ઉક્ત ભોજના રાજયમાં {ઉપદેશમાલા વિવરણ અને} પ્રાકૃત ધર્મોપદેશમાલાવૃત્તિ રચી૯ {સં. લાલચંદ ગાંધી પ્ર. સિંઘી ગ્રં.} સં. ૯૧૬ માં રાણા નવઘણના પુત્ર રાખેંગારે (જૂનાગઢમાં) રાજ પ્રાપ્ત કર્યું તેના સમયમા બલિભદ્રસૂરિએ બૌદ્ધના હાથમાંથી ગિરનાર તીર્થ વાળ્યું આ રાજા પણ પહેલાં બૌદ્ધ થયો હતો. ૧૭૮. આમ રાજાને ભોજદેવ માટે જુઓ ઓઝાજી કૃત રાજપૂતાનેકા ઇતિહાસ-પહલા ખંડ' પૃ. ૧૬૧-૧૬૨ લક્ષણવતી તે લખનઉ અને ધર્મ રાજા તે ગૌડપતિ-પાલ વંશનો પ્રતિષ્ઠાતા પુરુષ ધર્મપાલ કે જેણે સં. ૭૯૫થી ૮૩૪ સુધી રાજ્ય કર્યું હતું. (જુઓ બંગેર જાતીય ઇતિહાસ-રાજન્ય કાંડ પૃ. ૨૧૬, નાગેન્દ્રનાથ વસુનો ‘લખનઉકી ઉત્પત્તિ’ નામ નો ઐતિહાસિક લેખ, તથા ‘પાટલી પુત્ર' પત્ર નો માઘ શુક્લ ૧ સં.૧૯૭૧ નો અંક) ‘ગૌડવધ’ નામના પ્રાકૃત કાવ્યનો કર્તા કિવ વાતિ, અને આ. બપ્પટ્ટિ સમકાલીન હતા. ૧૭૯. ‘ઉ (? ધર્મો)પદેશમાલા લઘુ વૃત્તિ પ્રાકૃતા કૃષ્ણર્ષિ શિષ્ય જયસિંહસૂરિ કૃતા ૯૧૩ વર્ષે, અને ધર્મોપદેશમાલા લઘુ વૃત્તિ ૯૧૫માં વર્ષે જયસિંહીયા' એમ બૃહત્ ટિપ્પનિકામાં જણાવ્યું છે; તેની પ્રશસ્તિમાં એમ છે કેઃ- ‘સંવચ્છરાણ તા(ના)હિંવ સએહિં પણરસવાસ અહિઐહિં, ભદવય સુદ્ધ પંચમ બુડવારે સાઇ૨૨મ સિરિ ભોજદેવ રાજ્યે પવટ્ટમાર્ણમિ જણમણાણંદે નાગઉર જિણાયતણે સમાણિયું વિવરણું એયંકા-કી, ૨ નં. ૩૮૨ કા. વડો, નં.૧૮૮ ભોજદેવ કનોજનો પ્રતિહારવંશી રાજા (See Duff,) રાજશેખર કવિના દાદો આ ભોજદેવનો રાજકવિ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy