SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રાજ્ય હતું, પાટણમાં મૂલરાજ પુત્ર ચામુંડનું રાજ્ય હતું ને (ચંદ્રકુલીન) વર્ધમાનસૂરિ સં. ૧૦૮૪માં વિદ્યમાન હોવાથી તેઓ પણ સમકાલીન ઠરે છે.(મુનિ ક. વિ. મ. ચ. પ્ર.) જુઓ ટિ. ૧૮૨. સિર્ષિસૂરિ सिद्धव्याख्यातुराख्यातुं महिमानं हि तस्य कः । समस्त्युपमिति नाम यस्यानुपमितिः कथा ॥ –પ્રદ્યુમ્નસૂરિ-સમરાદિત્ય સંક્ષેપ -જેની ઉપમિતિ નામની કથા બેજોડ કથા શોભી રહી છે તે સિદ્ધવ્યાખ્યાતાનો મહિમા કહેવાને કોણ (સમર્થ) છે? . ૨૪૬. સિદ્ધર્ષિ એ મહાન જૈનાચાર્ય થયા છે. તેમણે ઉપમિત (ઉપમિતિ) ભવપ્રપંચ કથા નામનો એક વિશાલ મહારૂપક ગ્રન્થ રચ્યો કે જે સમસ્ત ભારતીય સાહિત્યમાં પહેલાંમાં પહેલો રૂપક ગ્રંથ છે. એટલું જ નહિ પણ અમે કહીએ છીએ કે સમસ્ત જગતુના સાહિત્યમાં તે પ્રથમ રૂપક ગ્રન્થ છે. તેનું સાહિત્યિક મૂલ્ય પણ મહાનું છે. તે સં. ૯૬ર ના વર્ષના જેઠ સુદ ૫ ગુરુને પૂર્ણ થયો. ર૪૭. તેમાં પોતે જણાવે છે કે નિવૃત્તિ કુળના અને લાટ દેશ એટલે ગુજરાતમાં થયેલા સૂર્યાચાર્ય (પ્રભાવક ચરિત પ્રમાણે સુરાચાર્ય) થયા. તેમના શિષ્ય જ્યોતિષુ અને નિમિત્ત–શાસ્ત્રના જ્ઞાતા દેલ્લમહત્તર થયા. તેમના શિષ્ય દુર્ગસ્વામી થયા કે જેઓ મૂળ ધનવાન્ કીર્તિશાલી બ્રહ્મગોત્ર વિભૂષણ બ્રાહ્મણ હતા અને પછી જેમણે જૈન સાધુની દીક્ષા લીધી હતી તથા જેમણે ભિલ્લમાલ (દક્ષિણ મારવાડના હાલના ભીનમાળ)માં સ્વર્ગવાસ કર્યો. તેમના શિષ્ય સિદ્ધર્ષિ પોતે હતા. ૨૪૮. દુર્ગસ્વામી સિદ્ધર્ષિના ગુરુ હતા અને મુખ્યત્વે કરીને તેમની અનુકરણીય ધર્મવૃત્તિ માટે સિદ્ધર્ષિ તેમની સ્તુતિ કરે છે. તે ગુરુ અને શિષ્ય બંનેને ગર્ચસ્વામીએ૮૧ દીક્ષા આપી હતી. ગર્ગસ્વામી સંબંધી કંઈ હકીકત સિદ્ધર્ષિએ આપી નથી પણ સિદ્ધર્ષિએ પૂજ્યભાવ રૂપે ઘણી સ્તુતિ આચાર્ય હરિભદ્રની નહીં પણ પ્રાયઃ સદ્દર્ષિ નામના વડીલની કરી છે. ર૪૯. તે સ્તુતિ આ પ્રમાણે છે. જે હરિભદ્ર ધર્મગ્રન્થો રચવામાં સંગ્રહ કરવામાં રત છે. તથા સત્ ઉપગ્રહમાં જેમની બુદ્ધિ અખંડપણે લીન છે, તથા જેઓ પોતાના અતુલ ગુણ-સમૂહથી પોતે ગણધર હોય તેવો ભાસ આપે છે. ૧૮૩. ડૉ. યાકોબી ઉપમિતિ ભવપ્રપચાં કથા (પ્ર. બિબ્લિઓથેકા ઇંડિકા)ની અંગ્રેજી પ્રસ્તાવાના કહે છે કે 'I did find something still more important: the great literary value of the U. Katha and the fact that it is the first allegorical work in indian literature.' १८४. संवत्सर शतनवके द्विषष्टि सहितेऽतिलंघिते चास्याः । ज्येष्टे सितपञ्चम्यां शुरु दिने समाप्तिरभूत् ॥ આમાં ૯૬૨ ના વર્ષને વિક્રમ સંવત્ લેતાં તેના જયેષ્ઠ શુદ પને દિને ચંદ્ર પુનર્વસુ નક્ષત્રમાં અને વાર ગુરુ આવે છે. –એજન. ૧૮૫. પ્રાચીન છ કર્મગ્રન્થો પૈકીના પહેલા કર્મગ્રન્થ નામે શતકના રચનાર ગર્ગષિ આ જ હશે. (‘સટીકા ચત્વારઃ પ્રાચીન કર્મગ્રન્થા:' પ્ર૦ જૈન આ૦ સભાની પ્રસ્તાવના). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy