SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨.૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૩૭. સં. ૮૩૪ (શક ૬૯૯)ના છેલ્લા દિવસે ઉદ્યોતનસૂરિ નામના જૈનાચાર્યે પોતાનું દાક્ષિણ્યાંક સૂરિ નામ રાખી વનમાલા નામની પ્રસિદ્ધ કથા પ્રાકૃતમાં રચી. “એ કથા પ્રાકૃત સાહિત્યમાં એક અમૂલ્ય રત સમાન છે તે ચંપૂના ઢબની છે. તેની રચના શૈલી બાણની કાદંબરી કે ત્રિવિક્રમ કવિની દમયંતિ કથા જેવી છે. કાવ્યચમત્કૃતિ ઉત્તમ પ્રકારની અને ભાષા ઘણીજ મનોરમ છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે તો આ એક અનુપમ ગ્રંથ છે. એ કથામાં કવિએ કૌતુક અને | વિનોદને વશીભૂત થઈ મુખ્ય પ્રાકૃત ભાષા સિવાય અપભ્રંશ અને પૈશાચી ભાષામાં પણ કેટલાંએક વર્ણનો કરેલાં છે કે જેમની ઉપયોગિતા ભાષાશાસ્ત્રીઓની દૃષ્ટિમાં ઘણી જ વધુ છે. અપભ્રંશ ભાષામાં લખેલાં આટલાં જૂના વર્ણનો અદ્યાવધિ બીજે ક્યાં પ્રાપ્ત થયાં નથી.” તેમાં કર્તાએ અઢાર દેશનાં નામ આપી તેમાં બોલાતી ભાષાનો કૈક આભાસ પણ આપેલ છે; વળી તેમાં પોતે પૂર્વ કવિઓ નામે પાદલિપ્ત, શાતવાહન, ષટ્રપર્ણક, ગુણાઢ્ય, વ્યાસ-વાલ્મીકિ, બાણ, વિમલાંક, (પઉમચરિયના કર્તા); 0િ રવિણ (વિરાંગચરિત અને પદ્મપુરાણના {પ્ર.ભા.જ્ઞા. કર્તા), દેવગુપ્ત, પ્રભંજન, ભવવિરહ (હરિભદ્ર) વગેરેનું સ્મરણ કર્યું છે. ૨૩૮. તેમણે પોતાનો વિશેષ પરિચય આપતાં આ ગ્રંથને અંતે જણાવ્યું છે કે: ‘તેમણે હીદેવીના દર્શનના પ્રતાપે આ કથા રચી. પોતાના સિદ્ધાંત શિખવનાર ગુરુ વીરભદ્ર નામના આચાર્ય છે, અને યુક્તિશાસ્ત્ર શિખવનાર ગુરુ હરિભદ્ર કે જેમણે બહુ શાસ્ત્ર અને ગ્રન્થનો વિસ્તાર કરી સત્યાર્થનો પ્રસાર કર્યો તે છે.” સંસારિક અવસ્થામાં કર્તા પોતાના પૂર્વજ વગેરેનો પરિચય એમ આપે છે કે ત્રિકર્માભિરત એવો મહાદુવારમાં પ્રસિદ્ધ ઉદ્યોતન નામનો ક્ષત્રિય થયો કે જે ત્યાંનો તાત્કાલીન ભૂમિપતિ હતો-તેનો પુત્ર સંપ્રતિ નામે થયો કે જે વડેસર પણ કહેવાતો (?) (યા ઉદ્યોતનના પુત્ર વડેસર જેમનું બીજુ નામ કદાચિત્ સંપ્રતિ(?) હોય.) તેના પુત્ર જે ઉદ્યતન તેણેજ આ કથાની રચના જાવાલિપુર નામના નગર કે જ્યાં (ઉક્ત) વીરભદ્ર ઋષભજિનનું મંદિર કરાવ્યું ત્યાં તે મંદિરમાં રહીને ચિત્ર કૃષ્ણ પક્ષની ચુતર્દશીના દિવસે ભવ્યજનોને બોધ કરનારી કથા પૂર્ણ કરી. ત્યાં તે વખતે શ્રી વત્સરાજ નામે રાજા રાજ્ય કરે છે. કવિત્વના અભિમાને કે કાવ્યની બુદ્ધિએ નહિ, પણ ધર્મકથા કહેવાના આશયથી આ કથા નિબદ્ધ કરી છે. પોતે ચંદ્રકુલ(જૈન) ના અવયવભૂત-વંશજ હતા.” ૨૩૯. કથાકારે પોતાને દીક્ષા આપનાર ગુરુ તત્ત્વાચાર્ય હોવા ઉપરાંત પોતાના બે વિદ્યાગુરુઓ જણાવ્યા છે:- ૧ વીરભદ્ર કે જેમણે જાબાલિપુરમાં વૃષભજિન-પ્રથમ તીર્થંકરનું મંદિર બંધાવરાવ્યું હતું, તેમની પાસે જૈનસિદ્ધાન્તોનો અભ્યાસ પોતે કર્યો હતો, અને બીજા ગુરુ હરિભદ્ર પાસે તેમણે યુક્તિશાસ્ત્રોનો એટલે ન્યાયના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. આ હરિભદ્ર તેજ પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ કે જેના સંબંધી હરિભયુગનામક પ્રકરણમાં અગાઉ જણાવાઈ ગયું છે. જાબાલિપુર (હાલનું જાલોર-ઝાલોર) १७३. सगकाले वोलीणे वरिसाण सएहिं सत्तहिं गएहिं । एगदिणेणूणेहिं रइया अवरण्हवेलाए ॥ ૧૭૪. આ જોધપુર રાજ્યના દક્ષિણ ભાગનું એક જીલ્લાનું મુખ્ય સ્થાન છે. કન્હડદે પ્રબંધ અને બીજી વાર્તાઓથી આપણા સાહિત્યમાં એ સ્થાન સુપરિચિત થયેલું છે. ભિન્નમાલ ભાંગ્યા પછી એ તરફના પ્રદેશનું સુરક્ષિત સ્થાન જાબાલિપુર મનાયું હતું અને તેથી અલાઉદીનના જમાના સુધી મરૂભૂમિની એક રાજધાની થવાનું એને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ પુરની પાસે કિલ્લાને યોગ્ય એવો દુર્ગમ અને ઉન્નત પર્વત આવેલો છે કે જેનું નામ સુવર્ણગિરિ છે અણહિલપુરના ચૌલુક્યોના રાજ દરમ્યાન ગુજરાતના સામ્રાજ્યના ઉત્તર ભાગનું એ એક મુખ્ય અને મહત્ત્વનું થાણું હતું જિ. વિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy