SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૩૩ થી ૨૩૬ ગુજરાતમાં શ્રીમાળી, પોરવાડો ૨૩૫. ચાવડા વંશમાં મહાપરાક્રમી રાજા વનરાજે પંચાસરથી સં. ૮૦૨માં પાટણ-અણહિલ્લપુર પાટણ સ્થાપ્યું. તે રાજાની બાલ્યાવસ્થામાં ચૈત્યવાસી જૈન સાધુ શીલગુણસૂરિએ-બીજા મત પ્રમાણે દેવચંદ્ર સૂરિએ॰ આશ્રય આપી તેને પોષેલ હતો; તે સૂરિએ વનરાજનો પંચાસરમાં રાજ્યાભિષેક કર્યાં. તે ઉપકારના બદલામાં વનરાજે સંપ્રદાયવિરોધના ભયથી પાટણમાં ફક્ત ચૈત્યવાસીઓએજ રહેવું અને બીજા શ્વેતામ્બર જૈન સાધુઓએ ત્યાં રહેવું નહીં એવો લેખ કરી આપ્યો હતો. પંચાસરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરનાર વનરાજ હતો. બીજું વનરાજે પોતાના પ્રધાન-મંત્રીનું પદ ચંપા નામના જૈન વણિક ને આપ્યું હતું અને તે ચંપા મંત્રીએ પાવાગઢ પાસે નું ચાંપાનેર વસાવ્યું હતું. વનરાજને રાજ તિલક કરનાર શ્રીદેવી પણ જૈન હતી; વનરાજે શ્રીમાલપુરથી ગાંભૂમાં વસેલ નીના શેઠને પાટણમાં લાવી તેના પુત્ર લહિર નામાના શ્રાવકને દંડનાયક (સેનાપતિ) નીમ્યો હતો, (આ નીના શેઠ તેમજ ઉપરોક્ત નિયમ શેઠે કે જેણે પાટણમાં ઋષભ જૈન મંદિર કરાવ્યું હતું), અને તેનો અન્ય મંત્રી જાંબ (જાંબ અને ચંપાશેઠ એકજ હશે?)પણ શ્રીમાળી જૈન હતો. ઉક્ત લહિર વનરાજ પછીના બીજા ત્રણ રાજાઓ થયા ત્યાં સુધી દંડનાયક રહ્યો અને તેનો પુત્ર ( પરંપરામાં) વીર થયો (કે જેના પુત્ર વિમલમંત્રી માટે આગળ કહેવાશે.) ૨૩૬. આ પરથી જણાશે કે પાટણમાં શરૂઆતથી શ્રાવકો કારભારીઓ-મંત્રીઓ અને સેનાપતિ તરીકે આગળ પડતાં હતા અને શ્રાવકો કરતા કરાવતા હતા. આના પરિણામે જ મારવાડમાંથી સંખ્યાબંધ જૈનો ગૂજરાતમાં આવી વસ્યા ને ગુજરાતમાં વાણિયાની વસ્તી વધી.૧૭૨ દાક્ષિણ્યાંકસૂરિ-ઉદ્યોતનસૂરિ दक्खिन्नइंदसूरिं नमामि वरवण्णभासिया सगुणा । कुवलयमाल व्व महाकुवलयमाला कहा जस्स ॥ – દેવચંદ્રસૂરિ-શાંતિનાથચરિય. -જેમની મોટી કુવલયમાલા કથા કુવલયમાલાની પેઠે ઉત્તમવર્ણભાષિત ગુણવન્તી છે તે દાક્ષિણ્યઇંદ્રસૂરિને નમું છું. ૧૨૧ ૧૬૯. સરખાવો શ્રી ચાપોત્કટવંશોન્દ્રવ મહારાનશ્રી વનરાખવુરુ શ્રીનનેન્દ્ર છે શ્રીશીતળુળસૂરિ શિષ્ય શ્રી વેવચન્દ્રસૂરિમૂર્ત્તિ:-શિલાલેખ નં. ૫૧૦ ∞િ ૨ જુઓ તે શીલગુણસૂરિ સંતાનીય દેવચન્દ્રસૂરિનો સં. ૧૩૦૧ નો લેખ નં. ૫૧૯. જિ.૨. १७०. पुरा श्री वनराजो भूच्चापोत्कटवरान्वयः ॥ સ બ્રાન્ચે દ્ધિત: શ્રીમદ્દેવચંદ્રન સૂરિના નામંત્રા∞મૂદારપ્રવાહોપમાÚશા // પ્ર. ૨. પૃ. ૨૬૫ ૭. ચૈત્યા∞યતિવ્રાતસંમતો વસતામુનિ:। નારે મુનિમિાંત્ર વસ્તવ્ય તસંમતૈ:। પ્ર. ચ. પૃ. ૨૬૬ ૧૭૨. કવિશ્રી ન્હાનાલાલે વંથલી જૈન પરિષદ્-પ્રતિષ્ઠોત્સવ વખતે જણાવ્યું હતું કે “પંચાસરનું રાજ્ય વનરાજના હાથમાં હતું તેને શીલગુણસૂરિનો આશ્રય મુખ્ય હતો જો તેમ ન થયું હોત તો પાટણ તથા સોલંકી રાજ્ય હોત નહિ, એટલું જ નહિ પણ ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી (પાટણ) રહ્યું તે જૈનોને જ આભારી છે, કેમકે પાટણમાં રહી જૈનોએ શું કર્યું તે માટે સાત સૈકાના ઇતિહાસમાંથી ઘણું મળે છે.‘જૈન’ ૨૭-૬-૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy