SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભૂમિની રાજધાનીનું શહેર હતું તે અતિ મોટું અને પ્રસિદ્ધિ પામતું-અને હાલના ગુજરાત અને મારવાડ ની સરહદ ઉપર આવેલું. તે વખતે ઉપર જણાવેલ સૌરાષ્ટની વલભીપુર અને ગુજરાતના વૃદ્ધનગર (આકાશવપ્ર?) તથા ભૃગુકચ્છ (ભરૂચ) સિવાય બીજાં જાણવા જેવા મોટા નગર નહી હતા. વલભીપુર ભાંગતા ભાંગતા અમુક સૈકાઓ પછી તદન તૂટી ગયું-ત્યાં બારવર્ષ દુકાળ પડેલો તેથી લોકો ભિન્નમાલ ગયેલા. જ્ઞાતિબંધારણના કાળે શ્રીમાલની રાજસત્તા અને શ્રીમાલનો વ્યાપાર ગૂજરાત અને મારવાડમાં લાંબે સુધી પથરાયેલો હતો. આથી ત્યાંના લોકો પોતાના માટે અભિમાનવાળા હોય તે સ્વાભાવિક હતું. તેમાં જૈનો મુખ્યત્વે હતા અને જૈન ધર્મનો પ્રચાર પણ ઘણા જુના કાળથી હતો. ત્યાં બ્રાહ્મણોએ, વાણીઆઓએ અને સોનીએ પોતપોતાનો જથો બાંધ્યો તે શ્રીમાળી બ્રાહ્મણો, શ્રીમાળી વાણીયા અને શ્રીમાળી સોની કહેવાયા. જૈનાચાર્યોએ તે લગભગમાં ઘણાં કુળ શ્રીમાળીના પ્રતિબોધ્યાં-જૈન કર્યા. પૂર્વમાંથી આવેલા શ્રીમાળ નગરની પાડોશમાં આવી વસ્યા, ને પોતાના મૂળ સ્થાનની ઓળખ પ્રમાણે પ્રાગ્વાટ પૂર્વાટ-એટલે પોરૂઆડ પોરવાડ કહેવાયા. તેમનામાં શ્રીમાળીઓ ભળ્યા ને સંખ્યા વધી. પાટણનાં રાજદરબારમાં શ્રીમાળીઓ સાથે જ પોરૂઆડો કારભાર કરતા જણાય છે એટલે બંને ગૂજરાતમાં સાથે આવ્યા એમ માનવાને અડચણ નથી.૧૬૭ ૨૩૪. ડૉ હર્મન યાકોબી જણાવે છે કે “(ઉક્ત) કલ્યાણ વિજયજીના કહેવા મુજબ આ. હરિભદ્ર પોરવાલોની (પોરૂવાડ, પ્રાગ્વાટ) જાતિને સંગઠિત કરી, અને એમને જૈન બનાવ્યા. હવે સેમિનાર વરિયું માંથી આપણને એમ જાણવા મળે છે કે પોરવાલ જાતિ પ્રથમ શ્રીમાલમાં ઉત્પન્ન થઈ હતી, અને એ જાતિના (શ્રીમાલપુરમાં ઉત્પન્ન થયેલ) નિમય નામના એક સૈનિક માણસને(ગાંભુ ગામથી) વનરાજે (ઇ.સ. ૭૪૬-૮૦૬) પોતાની નવી રાજધાની અણહિલ્લ પાટણમાં વસવા માટે આમંત્યો, અને ત્યાં તેણે વિદ્યાધરગચ્છ માટે ઋષભદેવનું મંદિર બંધાવ્યું. પોરવાલની જાતિને સંગઠિત કરનાર હરિભદ્રસૂરિ વિદ્યાધર ગચ્છના જ હતા એટલે સંભવ છે કે એ જાતિ આ ગચ્છ તરફ કોઈક પ્રકારની વફાદારી ધરાવતી હોય.૧૫૮ ૧૧મી સદી પછી “શ્રીમાલ” એ નામ આ નગર માટે વપરાવા લાગેલું હોય એમ જણાય છે? જુઓ આ. હેમચંદ્રત યાશ્રય કાવ્ય (સ. ૫, શ્લો. ૪૫) તથા તે પર અભયતિલકની વ્યાખ્યા, પ્રભાવકચરિત્ર, સં. ૧૩૩૩નો શિલાલેખ જિ.૨.૪૦૨, પ્રબંધ ચિંતામણિ પછી ૧૫ મી સદી બાદ ભિલ્લમાલનું અપભ્રંશરૂપ ભિન્નમાલ નામ વપરાશમાં આવ્યું લાગે છે. -મુનિ કલ્યાણવિજય કૃત-જૈન ધર્મની મહત્તા' પૃ.૨૮ ટિપ્પણ, તથા પં. લાલચંદનો લેખ નામે “સિદ્ધરાજ અને જૈનો. ૧૬૭. સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસકૃત “શ્રીમાળી (વાણીઆ)ઓના જ્ઞાતિભેદ' પ્ર0 ચીમનલાલ ખુશાલચંદ મોદી હરિપુરા જૈન બંધુ મંડળ સુરત. સં. ૧૯૭૭ મુનિ કલ્યાણવિજયજી જણાવે છે કે “પ્રાગ્વોટોની ઉત્પત્તિ અગર એ નામ ગંગાની ઘાટીઓમાં આવેલ પ્રાચીન કલાના પ્રાગ્વટ' પુરથી થઈ શકે એમ કલ્પના કરેલી છે. વધારે કંઈ પુરાવો નથી. દસા, વીસાના સંબંધમાં વિચાર કરેલ નથી.'-તેમનો પત્ર તા. ૩૦-૧૧-૨૮ ૧૬૮. સમન્નેિ હા પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy