SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવડાનો સમય. (વિ.સં. ૮૦૦ થી ૧૦૦૦) गौर्जरात्रमिदं राज्यं वनराजात् प्रभृत्यभूत् । स्थापितं जैनमंत्र्योधैस्तद्वेषी नैव नन्दति ॥ - प्रबंधचिंतामणी અર્થાત્- ‘ગુજરાતનું આ રાજ્ય વનરાજથી માંડી જૈન મંત્રીઓથી સ્થાપિત થયું છે, તેનો દ્વેષી ટકતો નથી-ચિરકાલ કલ્યાણસમૃદ્ધિ પામી શક્તો નથી. (આ શ્લોક રતશેખરસૂરિના પ્રબંધકોષ પૈકી વસ્તુપાલ પ્રબંધમાં પણ મંત્રી વસ્તુપાલ અને મંત્રી નાગડ સાથેના વાર્તાલાપ પ્રસંગે મૂકાયો છે.) ૨૩૩. ગૂજરાતનું પાટણ વસ્યું નહોતું તે પહેલા ભિલ્લમાલ૬ શ્રીમાલનગર એક વખત ગૂર્જર પ્રકરણ - G ૧૬૬. ગુજરાતના ચૌલુક્ય (સોલંકી) સામંત પુલકેશીના ત્રૈકૂટક (કલચુરિ) સંવત્ ૪૯૦ (વિ.સં. ૭૯૫-૯૬=ઇ.સં. ૭૩૮-૩૯)ના દાનપત્રથી માલુમ પડે છે કે ‘ચાવોટક(ચાવડા) અને ગુર્જર બંને ભિન્ન-ભિન્ન વંશો હતા.' જોધપૂરરાજ્યની ઉત્તર સીમાથી લઇને ભરૂચ સુધીનો બધો દેશ એક સમયે ગુર્જરોને અધીન હોવાથી ‘ગુર્જરત્રા' યા ગુજરાત કહેવાયો. ઉક્ત દેશ પર ગુર્જરોનો અધિકાર ક્યારે થયો એ હજુ અનિશ્ચિત છે, તથાપિ એટલું તો નિશ્ચિત છે કે શક સં. ૫૫૦ (વિ. સં.૬૮૫ =ઇ.સ.૬૨૮)માં ગુર્જર દેશની રાજધાની ભિનમાલમાં ચાપ (ચાવડા) વંશનો રાજા વ્યાઘ્રમુખ રાજ્ય કરતો હતો. (બ્રાહ્મસ્ફુટસિદ્ધાંતની પ્રશસ્તિ) તેની પહેલાં પણ ત્યાં ઉક્ત વંશના રાજાઓનું રાજ્ય રહ્યું હોય ઉક્ત સંવની ઘણી પૂર્વે ગુર્જરોનું રાજ્ય ત્યાંથી અસ્ત થઇ ચૂક્યું હતું અને તેમની સ્મૃતિના સૂચક દેશનું નામ ગુર્જરત્રા (ગુજરાત) માત્ર અવશેષ રહી ગયું હતું. આથી ગુર્જરોનું વિ.સં. ૪૦૦ થી પણ પૂર્વે યા તેની આસપાસ ભીનમાલ ૫૨ રાજ્ય રહેવાનો સંભવ હોઇ શકે છે.-ઓઝાજી રા. ઈ. પ્રથમ ભાગ પૃ. ૫૬, વિક્રમની ૭મી સદી થી ૧૧મી સદી સુધીમાં રચાયેલા અનેક ગ્રન્થોમાં અને શિલાલેખોમાં ભિલ્લમાલ નગરનો ઉલ્લેખ મળે છે. પહેલાં પ્રથમ સં. ૭૩૩માં રચાયેલ નિશીથચૂર્ણિમાં, પછી સં. ૮૩૫ની કુવલયમાલામાં, સં.૯૬૨ની ઉપમિતિભવ પ્રપંચા કથા, ૧૧મી સદીના ઉત્તરાર્ધમાં બનેલી શાંત્યાચાર્યકૃત્ત ઉત્તરાધ્યયન વૃત્તિની પ્રશસ્તિમાં, જજ્જુગસુત વામન (આમન)ના સં.૧૦૯૧ના શિલાલેખ જિ.૨, ૪૨૭; ના. ૧, ૯૫૭) વગેરેમાં : 'रूप्यमयं जहा भिल्लमाले वम्मलातो'- निशीथचूर्णि १०-२५५. 'सिवचंदगणी अह मयहरो त्ति सो एत्थ आगओ देसा । सिरि भिल्लमालनयरम्मि संठिओ कप्परूक्खो व ॥ - कुवलयमाला. 'तत्रेयं तेन कथा कविना निःशेषगुणगणाधारे । श्री भिल्लमालनगरे गदिताग्रिममंडपस्थेन ॥ - उपमिति० कथा. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy