SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૨૮ થી ૨૩૨ આ. હરિભદ્રસૂરિનું યોગસાહિત્ય ૧૧ ૭ શકાય તેમ નથી. થોષ, ધૂર્તરધ્યાન, મુનિપતિ વરિત્ર, યશોધરવરિત્ર, વિરાંદ્ર વથા અને સાત્વિતેથી, આટલી કથાસાહિત્યની કૃતિઓ એમના નામે નોંધેલી દેખાય છે, પણ તેમાં માત્ર, ધૂર્તધ્યાન અને સમરવિત્યથા એ બે જ કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે, અને એ નિર્વિવાદરૂપે એમની જ બનાવેલી છે એમ માની શકાય છે. સમરફિક્વ એ હરિભદ્રસૂરિની કવિકલ્પનાની પ્રત્યક્ષ પ્રતિમા છે પ્રશમરસપ્રપૂર્ણ એવી એક ઉત્તમ કથા તરીકે એની પ્રશંસા પાછળના ઘણા વિદ્વાનોએ કરી છે. ૧૬૪ આને જૈનમુનિઓ ઘણા રસપૂર્વક વાંચતા અને શ્રાવકો ભાવપૂર્વક સંભળતા. એ ગ્રન્થની પ્રતો લખાવી સાધુઓને અર્પણ કરવામાં બહુ પુણ્ય માનવામાં આવતું. - ૨૩૦. “આમાં કથા મૂકી તે દ્વારા હરિભદ્રસૂરિએ જૈનસિદ્ધાંત પ્રમાણે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ આદિ દુર્ગુણોને વશીભૂત થયેલો આત્મા કેવી હીન દશા પામી જગતમાં રઝળે છે; અને અહિંસા, સંયમ, તપ, ક્ષમા, દાન, વગેરે સદ્ગુણોના આચરણથી જીવાત્મા કેવી રીતે આધ્યાત્મિક વિકાસ સાધે છે, તેનાં કાલ્પનિક ચરિત્રો ઘણી ઉત્તમ રીતે આલેખી બતાવ્યાં છે. ૨૩૧. “આ સમરફળંદી મુખ્ય પ્રાકૃત ભાષામાં જૈન મહારાષ્ટ્રીમાં જ રચાયેલી છે. પણ ક્વચિત્ કેટલાંક રૂપો શૌરસેનના પણ વાપરેલાં છે. કથા સામાન્ય રીતે ગદ્યમાં લખાયેલી છે, પણ વચ્ચે વચ્ચે વિરલ પદ્યો પણ વાપરેલાં છે. પદ્યભાગમાં ઘણો ખરો આર્યા છંદોનો છે અને થોડાક બીજા છંદો પણ-જેવાકે પ્રણામી, દ્વિપદી, વિપુલા વગેરે છે. રચનાશૈલી સરલ અને સુબોધ છે. પાદલિપ્તસૂરિની તરંવતી જેવી વર્ણનથી અને અલંકારોથી ભરેલી નથી.વાક્યો બહુજ ટૂંકા, લાંબા સમાસોથી રહિત અને પ્રવાહબદ્ધ એક પછી એક ચાલ્યાં આવે છે અને કથાની વિગત વેગભરી રીતે આગળ વધ્યું જાય છે. જ્યાં પ્રસંગો આવે છે ત્યાં થોડાક અલંકારો પણ નજરે પડે છે. સહજસ્તુરિત ઉપમાઓ અને અનાયાસ રચિત શબ્દાવલી ની ઝમક પણ ક્યાંક ક્યાંક મળી આવે છે, પણ સમુચ્ચય કથાપ્રવાહ ગંગાના શાંત પ્રવાહની માફક સ્થિર અને સૌમ્ય ભાવે પોતાના લક્ષ્ય તરફ વહ્યો જાય છે. પ્રાકૃત, ભાષાનો સાધરાણ અભ્યાસી પણ એની ભાષા સમજી શકે છે અને એજ કારણથી એ કથા આજસુધી સારી રીતે પ્રચારમાં રહી શકી છે.” (જિનવિજયનો કુવલયમાલા પરનો લેખ.) ૨૩૨. તેમનો શ્રી મહાવીરમાર્ગમાં અનેકાન્તદર્શનમાં અટલ વિશ્વાસ હતો. પોતાના લોકાતત્ત્વનિર્ણય' ગ્રન્થમાં જણાવ્યું છે કેबंधुर्न नः स भगवानरयोऽपि नान्ये साक्षात्र दृष्टतर एकतमोऽपि चैषां । श्रुत्वा वचः सुचरितं च पृथग् विशेषं वीरं गुणातिशयलोलतयाश्रिताः स्मः ॥ ३२ ॥ ૧૬૪. ઉદ્યોતનસૂરિની વનયમના પ્રસ્તાવના, ધનપાલકૃત્ત તિનભંગરી, દેવચંદ્રસૂરિ કૃત શાંતિનાથ વરિય અને બીજા ઘણા વિદ્વાનોએ અનેક સ્થળે એની સ્તુતિ કરી છે. જુઓ ફુટનોટ નં. ૧૫૬ હેમચંદ્રસૂરિએ પોતાના વ્યાનુશાસનમાં સકલકથા’ના નિદર્શક તરીકે સાહિત્યનો નામોલ્લેખ કર્યો છે.(જુઓ કાવ્યાનુશાસન પૃ.૩૪૦ સમસ્તwજ્ઞાનેતિવૃત્તવનના समरादित्यवत् सकलकथा.) . આનાં ઘણાં પૈકી એક ઉદાહરણ તરીકે સં. ૧૨૯૯ની લખેલી તાડપત્રની પ્રત ખંભાતના શાંતિનાથના ભંડારમાં છે. પી. ૩. ૧૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy