SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રવર્તક ભગવાન્ મહાવીરે બાર વર્ષથી અધિક સમય મૌન ધારણ કરી માત્ર આત્મચિન્તનદ્વારા યોગાભ્યાસમાંજ મુખ્યપણે જીવન ગાળ્યું તેમના હજારો શિષ્ય શિષ્યા એવાં હતા કે જેમણે ઘરબાર છોડી યોગાભ્યાસદ્વારા સાધુજીવન ગાળવાનું પસંદ કર્યું હતું. આગમોમાં-સાધુચર્યાનું વર્ણન છે તે જોવાથી જણાશે કે પાંચ યમ, તપ, સ્વાધ્યાય આદિ નિયમ, ઇન્દ્રિય-જય રૂપ પ્રત્યાહાર ઇત્યાદિ જે યોગના ખાસ અંગ છે તેને સાધુજીવનના એક માત્ર પ્રાણ માનેલ છે (જુઓ આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, મૂલાચાર વગેરે) જૈન શાસ્ત્રમાં યોગપર ત્યાં સુધી ભાર આપ્યો છે કે પહેલા તો તે મુમુક્ષઓને આત્મચિંતન સિવાયનાં બીજાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની સંમતિજ આપતું નથી અને અનિવાર્યપણે પ્રવૃત્તિ કરવી આવશ્યક હોય તો તે નિવૃત્તિમય પ્રવૃત્તિ કરવાનું કહે છે આ નિવૃત્તિમય પ્રવૃત્તિનું નામ તેમાં અષ્ટપ્રવચનમાતા છે (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-જુઓ ઉત્તરાધ્યયન અ૦ ૨૪). સાધુજીવનની દૈનિક અને રાત્રિચર્યામાં ત્રીજા પ્રહર સિવાયના બીજા ત્રણે પ્રહોરમાં મુખ્યપણે સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું કહ્યું છે. (ઉત્તરાધ્યયન અ૦ ૨૬). આ ખાસ લક્ષમાં લેવાનું છે કે જૈન આગમોમાં યોગ અર્થમાં પ્રધાનપણે ધ્યાનશબ્દ લગાડ્યો છે. ધ્યાનનું લક્ષણ, ભેદ પ્રભેદ આલંબન આદિનું વિસ્તૃત વર્ણન અનેક આગમોમાં છે (સ્થાનાંગ અ૦ ૪ ઉદ્દેશ ૧; સમવાયાંગ સ૦ ૪ ભગવતીશતક ૨૫ ૩. ૭, ઉત્તરાધ્યયન અ૦ ૩૦ ગાથા ૩૫.) આગમ પછી નિર્યુક્તિ આવે છે તેમાં આગમગત ધ્યાનનું જ સ્પષ્ટીકરણ છે (આવશ્યક નિર્યુક્તિ કાયોત્સર્ગ અધ્યયન ગા. ૧૪૬૨ થી ૧૪૮૬.) વાચક ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્રમાં પણ ધ્યાનનું વર્ણન (અ૦ ૯ સૂ૦ ૨૭)છે, પરંતુ તેમાં આગમ અને નિર્યુક્તિથી વિશેષ નથી. જિનભદ્ર ગણિના ધ્યનશતકમાં ઉક્ત આગમાદિ ગત ધ્યાનનું માત્ર સ્પષ્ટીકરણ છે. ૨૨૮. હવે હરિભદ્રસૂરિએ આ શૈલીને એકદમ બદલી તત્કાલીન પરિસ્થિતિ અને લોકરૂચિ અનુસાર નવીન પરિભાષા આપીને અને અપૂર્વ વર્ણન શૈલી વાપરી જૈન યોગસાહિત્યમાં નવો યુગ ઉપસ્થિત કોર્યો છે. તેના પુરાવા તરીકે રચેલા યોગબિન્દુ, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશતક, અને ષોડશક એ ગ્રન્થો પ્રસિદ્ધ છે. આ ગ્રન્થોમાં તેમણે માત્ર જૈનમાર્ગાનુસાર યોગનું વર્ણન કરીને સંતોષ માન્યો નથી પરંતુ પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલી યોગપ્રક્રિયા અને તેની ખાસ પિરભાષાઓની સાથે જૈનસંકેતોને પણ સરખાવેલ છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં આઠ દૃષ્ટિનું જે વર્ણન છે તે આખા યોગસાહિત્યમાં એક નવીન દિશા છે. આ સૂરિના યોગવિષયી ઉક્ત ગ્રન્થો તેમની યોગાભિરૂચિ અને યોગવિષયક વ્યાપક બુદ્ધિના ખાસ નમૂના છે. (પંડિત સુખલાલનો યોગદર્શન પર નિબંધ) ૨૨૯, ‘હરિભદ્રસૂરિ મહાત્ સિદ્ધાંતકાર અને દાર્શનિક વિચા૨ક તો હતાજ પણ તે ઉપરાંત મહાન્ કવિ પણ હતા, એમ જૈન પરંપરા જણાવે છે. પોતાની કવિત્વ શક્તિનો પરિચય મળે એવાં કથા ચરિતો આખ્યાનો વગેરે કેવાં લખ્યા હશે તે તો ઉપલબ્ધ ગ્રન્થ નામાવળી ૫૨થી વિશેષ જાણી ૧૬૩. આ આઠ દૃષ્ટિઓપ૨ ૧૮ મા શતકમાં થયેલ યશોવિજયજીએ ૨૧ થી ૨૪ એમ ચાર દ્વાત્રિંશિકા સંસ્કૃતમાં રચી છે અને સાથે સંસ્કૃત ન જાણનારા માટે આઠ દૃષ્ટિઓની સજ્ઝાય (સ્વાધ્યાય) ગૂજરાતી ભાષામાં બનાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy