SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૨૩ થી ૨૨૭ આ. હરિભદ્રસૂરિનું દાર્શનિક સાહિત્ય ૧ ૧૫ ૨૨૫ આ પૈકી ભર્તૃહરિના મૃત્યુનો સમય સં ૭૦૬-૭ નિશ્ચિત છે કારણ કે ચીની યાત્રાળુ ઈન્સિંગે પોતાના હિંદના પ્રવાસમાં તેમ જણાવ્યું છે. કુમારિલ સં. ૭૫૦ આસપાસ થયેલ ગણાય છે. ધર્મપાલ સં. ૬૫૬ થી ૬૯૧ ની વચ્ચે વિદ્યમાન હતા અને તેના શિષ્ય ધર્મકીર્તિ થયા તેનો સમય સં.૬૯૧ થી ૭૦૬ સુધીનો ઠીક રીતે માની શકાય. શ્રી જિનદાસે નન્દીચૂર્ણિ સં. ૭૩૩માં રચી. કુવલયમાલાની પ્રાકૃત કથા સં. ૮૩૪-૩૫ માં રચનાર ઉદ્યોતનસૂરિ ઉર્ફે દાક્ષિણ્ય(ણ) ચિન્તસૂરિ હરિભદ્રસૂરિના સાક્ષાત્ શિષ્ય હતા. આ પરથી જણાય છે કે સં. ૭૩૩ ની નંદીચૂર્ણિ પછી લગભગ પચાસ વર્ષે એટલે સં. ૮૨૦ માં પોતે નંદી ટીકા રચી હોવી ઘટે તેથી તે સંવત્ લગભગ હરિભદ્રસૂરિ વિદ્યમાન હતા. (વિ. સં. ૫૮૫ માં સામાન્ય રીતે તેમનો સ્વર્ગવાસ શ્રુતપરંપરાએ થયેલો ગણવામાં આવે છે તે સમય બંધ બેસતો નથી.) વિક્રમ સંવત્ ૭૫૭ થી ૮૨૭ સુધીનો હરિભદ્રસૂરિનો સમય લઈએ તો વાંધો નથી. ૨૨૬. હરિભદ્રસૂરિ એ જૈન શ્વેતામ્બર સાહિત્યમાં એક યુગકાર છે. તેમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, મધ્યસ્થતા અને સમન્વયશક્તિનો પરિચય તેમના ગ્રંથો પરથી યથાર્થ રીતે થાય છે. તેમની શતમુખી પ્રતિભાનો સ્ત્રોત તેમના રચેલા૫૯ ચાર અનુયોગ વિષયક ગ્રંથોમાંજ નહિ, બલ્ક જૈન ન્યાય તથા ભારતવર્ષીય તત્કાલીન સમગ્ર દાર્શનિક સિદ્ધાંતોની ચર્ચાવાળા ગ્રંથોમાં પણ વહેલો છે. આટલું કરીને તેમની પ્રતિભા મૌન થઈ નહિ; તેમણે યોગમાર્ગમાં એક એવી દશા બતાવી કે જે કેવલ જૈન યોગસાહિત્યમાં એક નવીન વસ્તુ છે. જૈનશાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસના ક્રમનું પ્રાચીન વર્ણન ચૌદ ગુણસ્થાનરૂપે, ચાર ધ્યાનરૂપે, અને બહિરાત્મ આદિ ત્રણ અવસ્થાઓ રૂપે મળે છે. હરિભદ્રસૂરિએ તે આધ્યાત્મિક વિકાસના કમનું યોગરૂપે વર્ણન કર્યું છે વળી તેમાં તેમણે જે શૈલી રાખી છે તે અત્યાર સુધીના ઉપલબ્ધ યોગવિષયક સાહિત્યમાંના કોઈ પણ ગ્રંથમાં જોવામાં આવેલ નથી. તેઓ પોતાના ગ્રંથોમાં અનેક યોગીઓનો નામનિર્દેશ કરે છે, અને વળી યોગવિષયક ગ્રંથોનો ઉલ્લેખ કરે છે. કે જે હમણાં પ્રાપ્ત જ નથી. સંભવ છે કે આ અપ્રાપ્ય ગ્રંથોમાં તેમના વર્ણન જેવી શૈલી રહી હોય, પરંતુ હમણા તો આ વર્ણનશૈલી અને યોગવિષયક વસ્તુ તદન અપૂર્વ છે. ૨૨૭. જૈન યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપિત કરનાર હરિભદ્રસૂરિ છે. તે સંબંધી તેમના પહેલાં યોગ સંબંધીની સ્થિતિ ટુંકમાં કહી શકાય તે એ છે કે જૈનસંપ્રદાય નિવૃત્તિપ્રધાન છે તેના ૧૫૯. ૧. દ્રવ્યાનુયોગવિષયક-ધર્મ સંગ્રહણી આદિ, ૨. ગણિતાનુયોગ સંબંધી-ક્ષેત્રસમાસટીકા આદિ, ૩, ચરણ કરણાનુયોગને લગતા-પંચવસ્તુ ધર્મબિન્દુ આદિ અને ૪. ધર્મકથાનુયોગવિષયક-સમરાઇચકહા, આદિ, ગ્રંથ મુખ્ય છે. ૧૬૦. અનેકાન્તજયપતાકા, પદર્શનસમુચ્ચય, શાસ્ત્રાવાર્તાસમુચ્ચય. ૧૬૧. ગોપેન્દ્ર (યોગબિન્દુ શ્લોક ૨૦૦), કાલાતીત (યોગબિન્દુ શ્લોક ૩00), પતંજલિ, ભદન્તભાસ્કરબન્યુ, ભગવદત્ત(ત્ત)વાદી (યોગદૃષ્ટિસમુચ્ચય શ્લોક ૧૬ ટીકા) ૧૬૨. યોગનિર્ણય આદિ (યોગદૃષ્ટિ) શ્લોક ૧ ટીકા) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy