SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સૂત્ર એ જૈન સાહિત્યમાં આ પ્રકારનો પહેલો દાખલો છે, અને શ્વેતામ્બર તેમજ દિગમ્બર બન્ને આ ગ્રન્થ પોતાનો હોવાનો દાવો કરે છે. દિગમ્બરો કે જેઓ આગમને માનતા નથી, તેઓનું જાનું સાહિત્ય બહુધા સંસ્કૃત તેમજ પ્રાકૃતમાં લખાયેલાં પ્રકરણોનું જ બનેલું છે, પરંતુ શ્વેતામ્બરોમાં આપણે પ્રકરણોના પહેલા લેખક તરીકે સિદ્ધસેન દિવાકરને નિશંકપણે ગણાવી શકીએ. આ. હિરભદ્રે તો શ્વેતાંમ્બરોના સાહિત્યને પૂર્ણતાની ઉંચી ટોચે પહોંચાડ્યું. જોકે એમના ગ્રન્થોમાંના કેટલાક પ્રાકૃતમાં છે, પરતું ઘણાખરા સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સંપ્રદાયના પદાર્થવર્ણન ઉપરાંત વિરોધી મતવાળા બ્રાહ્મણો તેમજ બૌદ્ધોના સાંપ્રદાયિક ધોરણો બાબત એક ટુંકો ખ્યાલ અને કેટલીક ચર્ચા તથા એનાં ખંડનો પણ છે. આ જાતના ગ્રન્થોમાં હરિભદ્રસૂરિની દિનાગના ન્યાયપ્રવેશ ઉપરની ટીકા જોકે તે એક પ્રકરણ નથી, બહુ ઉપયોગી અને મહત્ત્વની છે. જૈનોને પ્રમાણનિરૂપણનો કોઇ ગ્રંથ પૂરો પાડવાના હેતુથી સિદ્ધસેન દિવાકરે ન્યાયાવતાર નામનો ગ્રંથ રચ્યો હતો. પ્રમાણની બાબતમાં પણ જૈન સિદ્ધાંત સ્થાપવાને બદલે હરિભદ્ર દિનાગ ઉપર ટીકા લખીને જૈનોને બૌદ્ધ પ્રમાણશાસ્ત્રીઓના ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રેરણા કરી. આ રીતે દેખાવમાં તો એમણે એ લોકોની ભારે મહત્તા સ્વીકારી, પરંતુ પોતાના અનેકાંતજયપતાકા ગ્રંથમાં ધર્મકીર્તિના પ્રમાણ વિષેના કેટલાક સિદ્ધાંતોનું સારૂં ખંડન પણ કર્યું. એમના પછી ઘણા વર્ષો સુધી જૈનોને બૌદ્ધોના પ્રમાણનિરૂપણમાં રસ રહ્યો હતો; અને એને લીધેજ અત્યારે આપણે ધર્મકીર્તિનું ન્યાયબિન્દુ અને ધર્મોત્તરની ન્યાયબિન્દુ ટીકા ઉપલબ્ધ કરી શક્યા છીએ, કારણ કે આ ગ્રંથોની જૂનામાં જૂની પ્રતો અને બીજા ગ્રંથો ઉપરની ટીકાનો અમુક ભાગ જૈન ભંડારોમાંથી જ મળેલ છે.' ૨૨૩. તેમના રચેલા આધ્યાત્મિક એને તાત્ત્વિક ગ્રંથોનો સ્વાધ્યાય કરવાથી માલૂમ પડે છે કે તેઓ પ્રકૃતિથી અતિ સરલ, આકૃતિથી અતિ સૌમ્ય અને વૃત્તિથી અતિ ઉદાર હતા. તેમનો સ્વાભાવ સર્વથા ગુણનુરાગી હતો. જૈન ધર્મ ઉપર અનન્ય શ્રદ્ધા છતાં તથા તે ધર્મના પોતે મહાસમર્થક હોવા છતાં તેમનું હૃદય નિષ્પક્ષપાતપૂર્ણ હતું. તેઓ સત્યનો આદાર કરવામાં સદૈવ તત્પર હતા. ધર્મ તથા તત્ત્વના વિચારોનો ઉહાપોહ કરતી વખતે પોતાની મધ્યસ્થતા અને ગુણાનુરાગિતાની કંઇપણ ઉપેક્ષા કરતા ન હતા. તાત્પર્ય કે તેઓ મોટા ઉદારચિત્ત સાધુપુરુષ હતા, સત્યના ઉપાસક હતા. ભારતના સમુચિત ધર્માચાર્યોના પુણ્યશ્લોક ઇતિહાસમાં તેઓ એક ઉચ્ચ શ્રેણીમાં વિરાજમાન થવા યોગ્ય સંવિજ્ઞ હૃદયી જૈનાચાર્ય હતા. ૨૨૪. તેમના ગ્રંથોમાં જે દાર્શનિકો અને ગ્રંથકારોનાં નામ મળી આવે છે તે એ છે કે : (૧) બ્રાહ્મણધર્મના અવધૂતાચાર્ય, આસુરિ, ઈશ્વરકૃષ્ણ, કુમારિલ મીમાંસક, પતંજલિભાષ્યકાર, પાતંજલયોગાચાર્ય, પાણિનિ વૈયાકરણ, ભગવદ્ગોપેન્દ્ર, ભર્તૃહરિવ્યાકરણ, વ્યાસમહર્ષિ, વિન્ધ્યવાસી, અને શિવધર્મોત્તર. (૨) બૌદ્ધ-કુક્કાચાર્ય, દિવાકર (?), દિફ્નાગાચાર્ય, ધર્મપાલ, ધર્મકીર્તિ, ધર્મોત્તર, ભદત્તદિઅ, વસુબન્ધુ, શાન્તરક્ષિત, અને શુભગુપ્ત; અને (૩) જૈન-અજિતયશા:, ઉમાસ્વાતિ, જિનદાસ મહત્તર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવવાચક, ભદ્રબાહુ, મલ્લવાદી, સમન્તભદ્ર, સિદ્ધસેન દિવાકર અને સંઘદાસગણિ. આ ઉપરાંત વાસવદત્તા (સુબન્ધુકૃત) અને પ્રિયદર્શના (હર્ષકૃત) એ બે ગ્રંથોનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy