SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૧૮ થી ૨૨૨ આ. હરિભદ્રસૂરિના ગ્રંથો ૧૧૩ દર્શનશુદ્ધિ પ્રકરણ, દશવૈકાલિકાવચૂરિ, દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ, દ્વિજવદનચપેટા, (અથવા વેદાંકુશ) કે જેમાં હિંદુવર્ણ વ્યવસ્થાનું ખંડન છે (વે. નં.૧૬૮૭ પ્ર. લે. ઝં. પાટણ) ધર્મલાભસિદ્ધિ, ધર્મસારમૂલ ટીકા, ધૂર્તાખ્યાન, {પ્ર. સિંધીગ્રં.} ન્યાયવિનિશ્ચય, ન્યાયાવતારવૃત્તિ, પંચનિયંઠી, (નિગ્રંથી), પંચલિંગી, પંચસંગ્રહ(મુદ્રિત), પંચસ્થાનક, પરલોકસિદ્ધિ, પિંડનિર્યુક્તિ વૃત્તિ, પ્રતિષ્ઠાકલ્પ, બૃહન્મિથ્યાત્વમંથન, મુનિપતિચરિત્ર, યતિદિનકૃત્ય, યશોધરચરિત્ર, યોગશતક, યોગવિંશતિ, લગ્નશુદ્ધિ, લઘુક્ષેત્રસમાસ, લોકબિન્દુ, વીરસ્તવ, વીરાંગદકથા, વેદબાહ્યતા નિરાકરણ,વ્યવહારકલ્પ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વૃત્તિ, શ્રાવકધર્મ તંત્ર, ષદર્શની, સંક્તિપચીસી, (?) સંગ્રહણીવૃત્તિ, (પી.૧, ૪૯), સંપચાસિતરી, સંબોધસિત્તરી, સંસારદાવાસ્તુતિ (મુદ્રિત), સંસ્કૃતાત્માનુશાસન, સર્વજ્ઞસિદ્ધિ પ્રકરણ સટીક, સ્યાદ્વાદકુચોદ્યપરિહારઆ ઉપરોક્ત ૨૬ ગ્રંથ સાથે મેળવતાં કુલ ૮૨ની સંખ્યા થાય છે.૧૮ ચતુર્વિશતિ સ્તુતિ સટીક, ન્યાયામૃતરંગિણી, એ બે ગ્રંથો વકીલ કેશવલાલ મોદી પાસે છે. બોટિકપ્રતિષેધ (પાટણસૂચિ નં.૬) (આ પૈકી ક્ષેત્રસમાસવૃત્તિ સં ૧૧૮૫ માં રચાયેલી છે તે, સંગ્રહણીવૃત્તિ, મુનિ પતિ ચરિત્રનાં રચનારા અન્ય-બૃહદ્ગચ્છના માનદેવસૂરિ શિ. જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્રસૂરિ જણાય છે. જુઓ જેસ.પ્ર.પૃ. ૩૪-૩૫) આમાં જણાવેલ તત્ત્વાર્થ લઘુવૃત્તિ તે તત્ત્વાર્થ ભાષ્ય પરની નાની વૃત્તિ છે તે ઉપલબ્ધ પણ અમુદ્રિત છે. તે આ. હરિભદ્ર પ્રારંભેલી પણ અધૂરી રહેલી છે તેને અવલોકતાં તેના કર્તા આ યાકિનીસૂનુ હરિભદ્ર ન હોવા ઘટે કારણકે તેમાં અધ્યાયને અંતે હરિભદ્રોદ્ધતા' લખેલું છે, તો બીજીમાંથી ઉદ્ધત કરનાર આ મહાન યોગ્ય અને સ્વતંત્ર ગ્રંથકાર હોઈ ન શકે અને તે બીજી તે સિદ્ધસેન ગણિની વૃત્તિ હોઈ શકે, કે જે સિદ્ધસેનગણિ અને આ હરિભદ્રસૂરિ એ બન્નેના સમય વચ્ચે ખાસ અંતર લાગતું નથી. લગભગ સમકાલીન હતા યા સિદ્ધસેનગણી સહેજ પૂર્વકાલીન હોય તો યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ સિદ્ધસેનગણીની વૃત્તિમાંથી ઉદ્ધત કરી લઘુવૃત્તિ રચે એ સંભવિત નથી, (પંડિત સુખલાલની તત્ત્વાર્થસૂત્રની ગૂ. વ્યાખ્યા પર પ્રસ્તાવના. ૨૨૨. પ્રો) હર્મન યાકોબી સમરફ્રન્ન દા ની પ્રસ્તાવનામાં કહે છે કે - “પારિભાષિક અર્થમાં જોઇએ તો આપણે ખાસ કહેવું જોઇએ કે હરિભદ્રસૂરિ પ્રકરણોના જ કર્તા છે પદ્ધતિસર શાસ્ત્રીય રૂપમાં જે ગોઠવાયેલું હોય તે પ્રકરણ કહેવાય છે. ગમે તેમ લખાયેલાં અને આડીઅવળી કથાઓવાળાં એવાં આગમોથી આ તદન નિરાળી વસ્તુ છે. આ પ્રમાણે લખવાની પદ્ધતિ મૂળ તો બ્રાહ્મણોથી શરૂ થઈ અને એમનું આવું કેટલુંક જૂનું સાહિત્ય જોવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિનું યા ઉમાસ્વામિનું તત્ત્વાર્થાધિગમ ૧૫૮. ૫ હરગોવિન્દદાસ કૃત પરિશ્ત(જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા નં.૨) પૃ. ૨૦ થી ૩૦માંથી આ ગ્રંથનામો લીધાં છે. તેમજ જુઓ સ્વ૦ સાક્ષર મનસુખલાલ કિરચંદ મહેતાનો લેષ ‘પદર્શન વેત્તા શ્રીમાન હરિભદ્રસૂરિ જૈન ધર્મપ્રકાશ સં. ૧૯૬૫ અંક ૫. પં. બહેચરદાસે જૈનદર્શન (હરિભદ્રસૂરિકૃત પદર્શન સમુચ્ચમાનાં જૈન દર્શન પ્રકરણનો ટીકા સહિત અનુવાદ)ગ્રંથમાં આપેલ પ્રસ્તાવના. { હીરાલાલ કાપડિયાના પુસ્તક શ્રી ‘હરીભદ્રસૂરિ' છે. પ્રાચ્યવિદ્યામંદિર વડોદરા-માં આ. હરિભદ્રસૂરિજીના જીવન-કવન વિશે વિસ્તૃત ચર્ચા છે. પં. સુખલાલનું પ્રવચન સમદર્શી આ. હરિભદ્ર' નામે ગુજ...મુંબઈ યુનિ. દ્વારા અને હિન્દી પ્ર. રાજસ્થાન પ્રાપ્રતિષ્ઠાન દ્વારા પ્રગટ થયું છે. } Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy