SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૫. ૧૫૬સમરાઇચ્ચ કહા (સમરાદિત્ય કથા), ૨૬. સમ્બોધ પ્રકરણ, ૨૭. સમ્બોધસપ્તતિકા પ્રકરણ. એ મળી કુલ ૨૭ ગ્રન્થો થાય છે. ૨૧૮. આ ગ્રન્થોમાંથી તેમના સંબંધી ઉલ્લેખેલી એટલી હકીકત મળે છે કે પોતાનો સંપ્રદાય શ્વેતામ્બર હતો,ગચ્છનું નામ વિદ્યાધર, ગચ્છપતિ આચાર્યનું નામ જિનભટ, દીક્ષા ગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું.(જુઓ આવશ્યકસૂત્ર ટીકાની અંતે૫૪). ૨૧૯. જૈનધર્મના પવિત્ર પુસ્તક કે જેને આગમ કહેવામાં આવે છે તે પ્રાકૃત ભાષામાં હોવાથી વિદ્વાનો તેમજ અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને પણ સુબોધક થાય તે માટે આ સૂરિએ સંસ્કૃત ટીકાઓ રચી. આ સમય સુધી પ્રાકૃત ભાષામાં ચૂર્ણિઓ લખાતી હતી. વર્તમાનમાં આની પૂર્વે કોઇ પણ સંસ્કૃત ટીકા કોઇ પણ સૂત્ર ૫૨ની મળતી નથી. ૨૨૦. હર્મન યાકોબી કહે છે કે આગમ ગ્રંથો ઉપરના જૂના ટીકા ગ્રંથો જેવા કે નિર્યુક્તિઓ, ચૂર્ણિઓ અને ભાષ્યો એ બધા પ્રાકૃતમાંજ છે ઉપરોક્ત નંદિસૂત્ર પરની જિનદાસ ગણિની ચૂર્ણિ ઈ.સ. ૬૭૭ માં પૂર્ણ થઇ તે પણ પ્રાકૃતમાં જ છે પોતાના પૂર્વ ગામીના લખાણનો ઉપયોગ કરી આ. હરિભદ્રે એ જ ગ્રંથો ઉપર નવી ટીકા લખી, અને તે સંસ્કૃતમાં લખી તેમજ એમણે બીજા સૂત્ર ઉપરની ટીકાના સંબંધમાં પણ તેમજ કર્યું. શ્વેતામ્બર સાહિત્યમાં આપણે એથી વધારે કોઇ જૂની સંસ્કૃત ટીકાના વિષયમાં જાણતા નથી. એટલે કહિ શકાય કે આ ફેરફાર હરિભદ્રથીજ થયો હતો અને છેવટે એટલું તો ચોક્કસ છે જ કે આ નવી પદ્ધતિને એમણે વ્યવસ્થિત રૂપ આપ્યું હતું. જો કે પછળથી તો એમાં પણ પ્રગતિ થયેલી છે. પ્રો. લોયમેનના કહેવા મુજબ હરિભદ્રસૂરિ મૂળ ગ્રંથ ઉપર સંસ્કૃતમાં ટીકા લખતા, પરંતુ કથાનકોને અને ચૂર્ણિના અમુક ઉતારાઓને મૂળ પ્રાકૃતમાં જ રહેવા દેતા, જ્યારે શીલાંક કે જે એમના પછી એક સદી બાદ થયા તે પોતાની ટીકામાં આવાં પ્રાકૃત અવતરણો ન આપતાં તેમનો સંસ્કૃત અનુવાદ આપે છે.’૧૫૭ ૨૨૧. ઉપરના પારા ૨૧૭ માં જણાવેલા સિવાય તેમના બિજા ગ્રંથોઃ- અનેકાન્ત પ્રઘટ્ટ આવશ્યક નિર્યુક્તિની અતિ નાની ૨૨૦૦૦! શ્લોક પ્રમાણ ટીકા,(બૃહત્ ટીકાનું પ્રમાણ ૮૪૦૦૦ શ્લોક છે), કથાકોશ, કર્મસ્તવવૃત્તિ, કુલકો, ક્ષમાવલ્લીબીજ, ક્ષેત્રસમાસવૃત્તિ, (આ સં. ૧૨૮૫માં રચાઇ છે તેથી તેના રચનાર અન્ય હરિભદ્રસૂરિ છે. જે.સ.પ્ર.પૃ.૩૫) ચૈત્યવંદનાભાષ્ય સંસ્કૃત, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા, જંબુદ્રીપ સંગ્રહણી(વે.ન.૧૬૦૨{આ. ઉદયસૂરિષ્કૃત ટીકા સાથે સં. નંદઘોષ વિ. પ્ર. જૈન ગ્રંથ પ્ર. સભા}) જીવાભિગમ લઘુવૃત્તિ. જ્ઞાનપંચક વિવરણ, જ્ઞાનાદિત્ય પ્રકરણ, તત્ત્વતરંગિણી, તત્ત્વાર્થ લઘુવૃત્તિ, ૧૬. जो इच्छइ भवविरहं भवविरहं को न बंधए सुयणो । સમયસયસત્ય ગુરુળો સમરમિયંળા હા નસ્લ ॥ –ઉદ્યોતનસૂરિષ્કૃત કુવલયમાલા, નિરોનું પાર્યતે જૈન સમરાહિત્યનન્મનઃ । પ્રશમમ્ય વશીભૂત મમરાહિત્યનન્મનઃ ।। -ધનપાલકૃત તિલકમંજરી वंदे सिरि हरिभद्दं सूरिं विउसयणणिग्गय पयावं । जेण य कहा पबंधो समराइच्चो विणिम्मविओ ॥ -દેવચંદ્રકૃત શાંતિચરિયંની આદિમાંથી. ૧૫૭. ‘સમરાઇચ્ચ કહા' પરની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy