SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૧૪ થી ૨૧૭ આ. હરિભદ્રસૂરિ જીવન ૧૧૧ ૨૧૬. આ સૂરિ જૈન ધર્મના શ્વેતામ્બર સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ અને મહાવિદ્વાન થયા છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મવિચાર અને દર્શનિક વિષયના અનેક ઉત્તમોત્તમ તથા ગંભીર તત્ત્વપ્રતિપાદક ગ્રંથો રચ્યા છે. આ ગ્રંથોમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અદ્વૈત, ચાર્વાક, બૌદ્ધ, જૈન, આદિ સર્વ દર્શનો અને મતોની તેમણે અનેક રીતે આલોચના-પ્રત્યાલોચના કરી છે. આ પ્રકારે ભિન્ન ભિન્ન મતોના સિદ્ધાંતોની વિવેચના કરતી વખતે પોતાના વિરોધી મતવાળા વિચારકોનો પણ ગૌરવપૂર્વક નામોલ્લેખ કરનારા અને સમભાવપૂર્વક મૃદુ તથા મધુર શબ્દોથી વિચાર-મીમાંસા કરનારા આવા જે કોઇ વિદ્વાન ભારતીય સાહિત્યના ઇતિહાસમાં ઉલ્લેખ કરવા યોગ્ય હોય તો તેમાં શ્રી હરિભદ્રસૂરિનું નામ સૌથી પ્રથમ મૂકવા યોગ્ય છે. જૈન ઇતિહસમાં આ આચાર્યનું સ્થાન અતિ મહત્ત્વનું છે જૈન ધર્મના-જેમાં મુખ્યપણે શ્વેતાંમ્બર સંપ્રદાયના-ઉત્તરકાલીન (આધુનિક) સ્વરૂપના સંગઠન કાર્યમાં તેમના જીવને ઘણો મોટો ભાગ લીધો છે. ઉત્તરકાલીન જૈન સાહિત્યના ઇતિહાસમાં તેઓ પ્રથમ લેખક ગણાય છે, અને જૈન સમાજના ઇતિહાસમાં નવીન સંગઠનના એક પ્રધાન વ્યવસ્થાપક કહેવા યોગ્ય છે. આ રીતે તેઓ જૈનધર્મનાં પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઇતિહાસના મધ્યમવર્તી સીમાસ્તંભ સમાન છે. ૨૧૭. તેમણે ૧૪૦૦ પ્રકરણનાં ગ્રંથો લખેલા કહેવાય છે,૫૩ તે તેમની કૃતિઓનાં જે જુદા જુદા પ્રકરણો છે તેનો સરવાળો લાગે છે; ગમેતેમ હો, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથોમાં વિશેષ પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અને પ્રૌઢ ગ્રંથોનાં નામ આ છેઃ- ૧. અનેકાન્તવાદ પ્રવેશ ૨. અનેકાન્તજયપતાકા સ્વોપજ્ઞવૃત્તિ સહિત, ૩. અનુયોગદ્વાર સૂત્રવૃત્તિ, ૪. અષ્ટકપ્રકરણો, ૫. આવશક્યસૂત્ર બૃહવૃત્તિપન્ન ૬. ઉપદેશપદ પ્રકરણ, ૭. દશવૈકાલિક સૂત્રવૃત્તિ, ૮.(બૌદ્ધાચાર્ય)દિનાગકૃત ન્યાયપ્રવેશ સૂત્ર પર વૃત્તિ, ૯. ધર્મબિન્દુ પ્રકરણ, ૧૦. ધર્મસંગ્રહણી પ્રકરણ, ૧૧. નન્દીસસૂત્ર લઘુવૃત્તિ, ૧૨. પંચાશક પ્રકરણો(પી. ૨, ૧૬), ૧૩. પંચવસ્તુ પ્રકરણ ટીકા,(પી.૨,૭૧, પી. ૫, ૧૬૧), ૧૪ પંચસૂત્ર પ્રકરણ ટીકા, (પી. ૪, ૧૦૪), ૧૫. પ્રજ્ઞાપનાસૂત્ર પ્રદેશવ્યાખ્યા, ૧૬. યોગદષ્ટિસમુચ્ચય, ૧૭. યોગબિન્દુ (પી. ૬, ૪૬ પ્ર૦ ડૉ. સ્વાલીથી સંશોધિત પ્ર. જૈન ધ. સભા ભાવનગર.,) ૧૮. લલિતવિસ્તરા નામક ચૈત્યવન્દન સૂત્રવૃતિ (તાડપત્રી કી.૨,નં.૨૦; પી. ૪, ૮૫), ૧૯. લોકતત્ત્વનિર્ણય, ૨૦. વિશંતિ વિંશતિકા પ્રકરણ, ૨૧. ષડ્દર્શન સમુચ્ચય, ૨૨. ષોડશક, ૨૩ શાસ્ત્રવાર્તા સમચ્ચય સ્વકૃત વ્યાખ્યા સહિત, ૨૪. શ્રાવક પ્રજ્ઞપ્તિ શ્રાવકધર્મવિધિષષ (૧૮૮૧-૮૨ નં. ૧૭૮, ૧૮૮૪-૮૭ નં. ૧૨૩૩) ૧૫૩, સં ૮૩૪માં કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિ તેમાં હરિભદ્રસૂરિને પોતાના એક વિદ્યાગુરુ જણાવી તેમને ‘વહુાંથમવિત્થરપત્થરીયપયઽસત્ત્વો બહુ ગ્રંથ સાર્થ વિસ્તાર પ્રસારિત પ્રકટ સત્યાર્થનું વિશેષણ આપે છે તે સાર્થક છે. १५४. समाप्ता चेयं शिष्यहितानाम आवश्यकटीका वृत्तिः सिताम्बराचार्य जिनभद्रनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्य નિનવત્તશિષ્ય ધર્મતો યાનિીમહત્તરાનૂનોત્સ્વમતેરાચાર્ય હરિભદ્રસ્ય એમ પ્રાંતે કહેલ છે. મુદ્રિત દે. લા. પુ. ફં. ૧૫૫. શ્રાવકધર્મ વિધિ પ્રા૦ માં છે ને તેમાં ૧૨૦ ગાથા છે ને વિરહાંક હરિભદ્રસૂરિ એમ ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy