SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - ૨૧૪. ટુંકજીવન. શ્રી હરિભદ્ર ચિત્રકૂટના સમર્થ બ્રાહ્મણ વિદ્વાનું અને રાજ્યપુરોહિત. વિદ્વત્તાના અભિમાને તેણે પ્રતિજ્ઞા લીધી કે જેનું કહેલું ન સમજુ તેનો શિષ્ય હું થાઉં. એકદા જૈન સાધ્વી યાકિની મહત્તરાના મુખેથી નીકળેલી ગાથા પોતે સમજી ન શક્યા, માન ગળ્યું, એટલે તે આર્યા પાસે શિષ્ય થવા ગયા તેણીએ ધર્માચાર્ય જિનભટમુનિ પાસે શિષ્ય-દીક્ષા લેવા જણાવ્યું. ભાગવતી દીક્ષા લીધી આર્યાના પુત્ર તરીકે જ પોતે હંમેશ રહી દરેક ગ્રંથમાં પોતાને માટે “મહત્તરા યાકિનીસુનુ-ધર્મપુત્ર' એવુ વિશેષણ વાપર્યું છે. તે આચાર્ય થયા; હંસ અને પરમહંસ નામના પોતાના ભાણેજને દીક્ષા આપી શિષ્ય કર્યા. શાસ્ત્રાભ્યાસ કર્યા પછી તે વખતે મગધ વગેરે દેશોમાં બૌદ્ધદર્શનની ઘણી પ્રબળતા હતી અને અનેક સ્થળે એ પ્રખર તાર્કિક બૌદ્ધૌનાં વિદ્યાપીઠો હતા ત્યાં જઈ બૌદ્ધશાસ્ત્રો જાણવાની એ બંને શિષ્યોને તીવ્ર ઉત્કંઠા થતાં ત્યાં જવા ગુરુએ આજ્ઞા આપી. ર૧૫. અસહિષ્ણુતાને અંગે એ બંને શિષ્યોને જૈન સાધુ હોવાની શંકા જતાં જિનની પ્રતિમાને ચાલવાના માર્ગ પર રાખી તેપર પગ દઈને ચાલે છે કે નહિ એ ત્યાંના અધિકારીએ જોવા ઇચ્છર્યું તે શિષ્યોએ તે પ્રતિમાના કંઠ ઉપર ખડીની ત્રણ રેખા કરી જિન પ્રતિમાને બૌદ્ધ પ્રતિમા બનાવી પછી તે ઉપર પગ દઈ ચાલ્યા. આથી તે બંનેને મારી નાખવાની બૌદ્ધનો વિચાર જણાતાં તેઓએ તે સ્થળનો ત્યાગ કર્યો. પાછળ બૌદ્ધ રાજાનું લશ્કર આવ્યું. હંસ લડતાં આખરે મરાયો. પરમહંસ આખરે ગુરુપાસે ચિત્રકૂટ પહોચ્યો. ને સર્વ વાત કહી સ્વર્ગસ્થ થયો. ગુરુ હરિભદ્રનો પ્રકોપ થયો. બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થવાદ કર્યો. “જે હારે તે ધગધગતા કડાયામાં પડે' એ શરત હતી. બૌદ્ધચાર્યો હારતાં બળતા તેલમાં હોમાયા. હાહાકાર થયો. હરિભદ્રસૂરિના ગુરુને ખબર પડતાં કોપની પ્રશાંતિ માટેની ગાથાઓ મોકલી. (આ ત્રણ ગાથાઓ પરથી હરિભદ્રસૂરિએ શમરાદિત્ય કથા પ્રાકૃતમાં રચી કહેવાય છે.) આ. હરિભદ્રને પશ્ચાત્તાપ થયો. ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત લીધું. કહેવાય છે કે હરિભદ્રસૂરિએ ૧૪૪૦ કે ૧૪૪૪ બૌદ્ધોને સંહારવાનો સંકલ્પ કર્યો હતો તેના પ્રાયશ્ચિત્ત તરીકે તેમના ગુરુએ ૧૪૪૪ ગ્રંથો લખવાનું જણાવ્યું હતું તેથી તેમણે ૧૪૪૪ જેટલાં ગ્રંથો રચ્યા હતા. પોતાના ઉક્ત વહાલામાં હાલા બે શિષ્યોનો અકાળે વિરહ થવાથી શ્રી હરિભદ્રસૂરિએ પોતાના બધા ગ્રંથો વિરહ’ શબ્દથી અંકિત કર્યા છે.પર ૧૫૨. જુઓ પ્રભાવકચરિત પૃ. ૧૦૩-૧૨૩ તેમજ ચતુર્વિશતિ પ્રબંધમાં હરિભદ્ર પ્રબંધ આ બંને પ્રબંધનો સાર ડૉ. હર્મન યાકોબીએ સંશોધિત સમHIS ઋદાની અંગ્રેજી પ્રસ્તાવનામાં આપ્યો છે ને તેમાં પાકિની સાધ્વીને પોતાની ધર્મમાતા સ્વીકારી તેણીને લીધે પોતાનું “સાચા ધર્મમાં પરિવર્તન થયું એમ કહેવા માંગે છે. આ એક જાતનો પુનર્જન્મ કહી શકાય. તે પરિવર્તન કેમ બનવા પામ્યું તે જોકે ચાલી આવતી કિંવદંતીઓ પરથી લખવામાં આવ્યું છે, પરંતુ એ ઘણા ભાગે વિશ્વાસપાત્ર છે. ‘વિરહ' ચિહ્નનું કારણ કિંવદંતી પ્રમાણે હરિભદ્રસૂરિના ભાણેજ અને શિષ્યો હંસ પરમહંસનું મરણ છે. એ સંબંધીની કથા ભલે રસપ્રદ હોય, પરંતુ ઝીણવટથી જોનાર અભ્યાસી તેને હરિભદ્રસૂરિના જીવનના ઐતિહાસિક મૂળ તરીકે નહિ સ્વીકારે. તે બંને શિષ્યો હતા ને તેઓ બૌદ્ધ સિદ્ધાંત ચોરી છુપીથી શીખવા જતાં મરણ પામ્યા તે આ દંતકથાનો મૂળ પાયો કહેવાય, અને આમાં કઈ ખાસ ન મનાય તેવું નથી, પરંતું એટલે મેં બહુ જ સાવચેતી પૂર્વક સ્વીકારવું જોઇએ.” જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૩ માં આ પ્રસ્તાવના ગૂજરાતી અનુવાદ પૃ. ૨૮૨ થી ૨૯૪ છપાયો છે તે જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy