SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૧૩ આ. હરિભદ્રસૂરિ ૧૦૯ येषां गिरं समुपजीव्य सुसिद्ध विद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः। ते सूरयो मयि भवन्तु कृतप्रसादा: श्री सिद्धसेन-हरिभद्रमुखाः सुखाय ॥ -શાસ્ત્રવર્તાસમુચ્ચય વૃત્તિમાં યશોવિજય ઉપાધ્યાય. -જેમની સમ્યક્ સિદ્ધ વિદ્યાવાળી વાણી પર સારી રીતે જીવીને-આધાર રાખીને ગહન પંથે પણ સુખથી પ્રવૃત્ત થઈ શક્યો છું. તે સિદ્ધસેન હરિભદ્ર પ્રમુખ આચાર્યો મારા પર સુખાર્થે પ્રસાદવંત-કૃપાવંત થાઓ. પૂર્વથી ચાલી આવેલી માન્યતા પ્રમાણે સં.૫૩૦ યા સં ૫૮૫ આસપાસમાં હરિભદ્રસૂરિ સ્વર્ગસ્થ થયા, પણ શ્રી જિનવિજયે તેમનો સમય અનેક પ્રમાણોથી ઐતિહાસીક આલોચના કરી વિ.સ. ૭૫૭ થી ૮૫૭ નો સ્થિર કર્યો છે. મુનિ કલ્યાણવિજય પણ હવે જણાવે છે કે આ. હરિભદ્રસૂરિ વીરા ૧૨૫૫-વિ.સં ૭૮૫ માં વિદ્યમાન હતા એ સ્વીકારતાં તેમના સત્તાસમયનો બધો વિરોધ ટળી જાય છે અને પરંપરાગત-ગાથોક્ત ૫૮૫ નો સંવત્ તે હરિભદ્રને બદલે હારિલનો માની લેવાનો છે. પ્ર.ચ.ઝ. - ૨૧૩. એ તો નિર્વિવાદ છે કે તેમના સમયમાં ચૈત્યવાસે જબરાં મૂળ નાખી દીધાં હતાં અને જૈન શુદ્ધ આચારને શિથિલ કરી નાંખ્યો હતો. શુદ્ધ આચારના પુનરૂદ્ધાર અર્થે આ દેવાંશી સૂરિનો જન્મ થયો નહિ હોય ! એમ જણાય છે. જે ચૈત્યવીસીઓનો આચાર અગાઉ ૧૯૧-૧૯૨ પારામાં જણાવ્યો છે તેવા ચૈત્યવાસીઓ, શ્રી હરિભદ્રસૂરિએ પોકાર કરી જણાવ્યું કે “સાધુઓ નથી પણ પેટભરાઓનું પૈડું છે-જેઓ એમ કહે કે તેઓ તીર્થંકર વેષ પહેરે છે માટે વંદનીય છે એ વાત ધિક્કારને પાત્ર છે-આ શિરશૂળની વાતોનો પોકાર કોની પાસે કરીએ?” આ અસાધુ આચાર સામે માત્ર નિષેધ કરી બેસી ન રહેતાં હરિભદ્રસૂરિએ શુદ્ધ આચાર વિચાર શું હોવા જોઇએ તે સરલ અને સ્પષ્ટ રીતે પોતાના અષ્ટક, ષોડશક, પંચાશક આદિગ્રંથોમાં નિષ્પક્ષપાતપણે પવિત્ર હૃદયથી અને સ્વચ્છ હેતુથી સ્થળે સ્થળે જણાવ્યું-પ્રતિપાદિત કર્યું - ૫૧ (૧) દેવનિમિત્તે એકઠા થતા દ્રવ્યને પોતાની જાત માટે વાપરનારા અને તેનો દુરૂપયોગ કરનારા સામે થઈ સાફ કહી દીધું કે “જિન દ્રવ્ય તો શ્રી જિન પ્રવચનની વૃદ્ધિ કરનારૂં, જ્ઞાનગુણ અને દર્શનગુણની પ્રભાવના કરનારૂં છે તેવા દ્રવ્યને વર્ધમાન કરનારો જીવ તીર્થકરત્વ લહે; તે દ્રવ્ય મંગલદ્રવ્ય છે, શાશ્વતદ્રવ્ય છે, અને નિધિ દ્રવ્ય છે'. (૨)અંગ-સૂત્રો વાંચી શ્રાવકો પાસે પૈસા લેવા એ સાધુ ધર્મને શોભે નહિ, (૩) શ્રાવકોને આગમની સૂક્ષ્મ વાતોના અનધિકારી ઠરાવવા એ અનુચિત છે (૪) કારણસિવાય ગમે તે અને ગમે તેટલાં વસ્ત્રો સાધુને ખપે નહિ-વગેરે અનેક સાફ વાતો જિનપૂજા, જૈન સાધુભિક્ષા, જિનબિંબ પ્રતિષ્ઠા, જિનગૃહ, જૈનદિક્ષા વગેરે અનેક વિષયો સંબંધે સત્યપણે ઠસાવવા માટે કહી-પોતે શ્રી મહાવીર પ્રરૂપિત શુદ્ધ આચાર પાળી એક મહાનું વીર સુધારક તરીકે હરિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. १५१. जिणपवयणवुड्ढिकरं पभावगं नाणदंसणगुणाणं । वुटुंतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ॥ १७ ॥ मंगलदव्वं निहिदव्वं सासयदव्यं च सव्वमेगट्ठा । आसायणपरिहारा जयणाए तं खु ठायव्वं ॥ १६ ॥ સંબોધપ્રકરણ પૃ. ૪. केइ भण्णंति उ भण्णइ सुहमवियारो न सावगाण पुरो । तं न, जओ आंगाइसु सुच्चइ तव्वन्नणा एवं ॥ २६ ॥ लठ्ठा गहियठ्ठा पुच्छियठ्ठा विणिच्छियठा य । अधिगयजीवाजीवा अचालणिज्जा पवयणाओ ॥ २७ ॥ -સંબોધપ્રકરણ પૃ. ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy