SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ सूर्यप्रकाश्यं क्व नु मण्डलं दिवः खद्योतकः क्वास्य विभासनोद्यतः ? | क्व धीरागम्यं हरिभद्रसद्वचः क्वाधीरहं तस्य विभासनोद्यतः ? ॥ -જિનેશ્વરસૂરિષ્કૃત હારિભદ્ર અષ્ટકપર વૃત્તિ સં. ૧૦૮૦ –આકાશમંડલને ઉજાળનાર સૂર્યપ્રકાશ ક્યાં અને તેને ઉજાળવા મથતો આગીયો ક્યાં ? આ. હરિભદ્રનાં બુદ્ધિશાલીથી જ ગમ્ય થઈ શકે તેવાં સચનો ક્યાં, અને તેનું સ્પષ્ટીકરણ કરવા મથતો હું અજ્ઞાન ક્યાં ? જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ श्री सिद्धसेन - हरिभद्रमुखा प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृपाप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान् शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥ -સ્યાદ્વાદરનાકરમાં વાદિદેવસૂરિ. (૧૧૬૦) -તે શ્રી સિદ્ધસેન હરિભદ્ર પ્રમુખ પ્રસિદ્ધ આચાર્યો મારા પર પ્રસાદ વાળા-કૃપાવંત થાઓ કે જેમના વિવિધ નિબંધોને વિચારીને મારા જેવો અલ્પ પ્રતિભાવાળો શાસ્ત્ર રચશે. भद्दं सिरि हरिभद्दस्स सूरिणो जस्स भुवणरंगम्मि । वाणी विसट्ट रसभाव मंथरा नच्चए सुइरं ॥ જેમના ભુવનરંગમાં વિકસિત રસભાવથી પરિપૂર્ણ એવી વાણી દીર્ઘકાલ નાચે છે તેવા શ્રી હરિભદ્રસૂરિનું ભદ્ર થાઓ ! —લક્ષ્મણગણિકૃત સુપાસનાહચરિત हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं जडधीरेषः स्वल्पशास्त्रकृतश्रमः ॥ ९ ॥ -ધર્મસંગ્રહણીપર ટીકાકાર મલયગિરિસૂરિ અતિ ગંભીર સુકુમાર હરિભદ્રસૂરિની વાણી ક્યાં ? અને સ્વલ્પશાસ્ત્રોમાં શ્રમ કરનાર એવો આ જડબુદ્ધિ હું ક્યાં ? तामेवार्यां स्तुवे यस्या धर्मपुत्रो वृषासनः । गणेशो हरिभद्राख्य श्चित्रं भववियोगभूः ॥ चतुर्दशशतीं ग्रन्थान् सदालोकान् समावहन् । हरेः शतगुणः श्रीमान् हरिभद्रविभुर्मुदे ॥ -પ્રદ્યુમ્નસૂરિ–સમરાદિત્ય સંક્ષેપ જેનો ધર્મપુત્ર વૃષાસન, સાધુગણના મુખી, ભવિયોગભૂઃ એટલે ભવિવરહાંક એવા હિરભદ્રસૂરિ થયા તે આર્યા (યામ્નિી મહત્તરા) ને હું સ્તવું છું. તે હરિભદ્ર પ્રભુ કે જેઓ ૧૪૦૦ સદાલોક ગ્રંથોરચીને હિરના શતગુણધારનાર થયા તે પ્રસન્ન થાઓ. यथास्थितोर्हन्मतवस्तुवेदिने, निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥ -(જયસિંહસૂરિના શિષ્ય યક્ષદેવ સંગમસિંહસૂરિ પાસે નાગપુર નાગોરમાં જઇ હરિભદ્રસૂરિના અનેકાન્તજયપતાદિ ન્યાયગ્રંથ અભ્યાસી કહે છે કે) યથાસ્થિત અર્હન્મતની વસ્તુ જાણનાર, સર્વ વિપક્ષવાદીઓને જીતના૨, વિદગ્ધ મધ્યસ્થ નરની મૂઢતાના શત્રુ એવા હિરભદ્રસૂરિને નમસ્કાર હો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy