SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૧૧. વિ.સં આઠમાં સૈકામાં (શક સં. ૫૯૮ એટલે વિ. સં. ૭૩૩માં)૧૪૮ જિનદાસ મહત્તરે નન્દસૂત્ર પર ચૂર્ણિ રચી, વળી તેમણે નિશીથ સૂત્રપર પણ વિશેષ નામની ચૂર્ણિ રચી (તાડપત્ર કી.૨, નં. ૩૬ અને ૩૭ જેનો લખ્યાં સં ૧૧૪૫ અને ૧૩૫૯ છે અને કી.ર.નં.૩૭૭) કે જે નિશીથ ચૂર્ણિનાં અવતરણો હરિભદ્રસૂરિએ પોતાની આવશ્યક વૃત્તિમાં લીધાં છે. એ ઉપરાંત તેમણે અનુયોગદ્વારપર ચૂર્ણિ રચી છે. ૧૪૯ {ચૂર્ણિઓ - ૧ આચારાંગચૂર્ણ ૨ સૂત્રકૃતાંગ ચૂર્ણ ૩ ભગવતી ચૂર્ણા (સં. રૂપેન્દ્રકુમાર પગારિયા, પ્ર.લા. દ.), ૪ જીવાભિગમ ચૂર્ણ (અનુપલબ્ધ), ૫ પ્રજ્ઞાપનાશરીરપદચૂર્ણ, ૬ જંબૂદ્વીપકરણચૂર્ણ, ૭ દશાશ્રુતસ્કંધચૂર્ણિ, ૮ કલ્પચૂર્ણિ, ૯ કલ્યવિશેષચૂર્ણિ, ૧૦ વ્યવહારચૂર્ણિ ૧૧ નિશીથવિશેષચૂર્ણિ (પ્ર.) ૧૨ પંચકલ્પચૂર્ણિ, ૧૩ જીતકલ્પબૃહચૂર્ણ ૧૪ આવશ્યકચૂર્ણ, ૧૫ દસકાલિકસૂત્રે અગત્યસિંહ ચૂર્ણિ (સં. પુન્ય વિ.મ.પ્ર.પ્રા.ગ્રં.પ.), ૧૬ દસકાલિકસૂત્ર ચૂર્ણિ (વૃદ્ધ વિવરણ વ્યાખ્યા), ૧૭ ઉત્તરાધ્યયન ચૂર્ણિ, ૧૮ નન્દીસૂત્રચૂર્ણિ, (સં. મુનિ પુણ્ય વિ. .પ્રા.ગ્રં.પ.) ૧૯ અનુયોગ દ્વારા ચૂર્ણિ (સં. મુનિ શ્રી જંબૂવિ.મ. પ્ર. મહાવીર વિદ્યાલય) ૨૦ પાક્ષિકસૂત્ર ચૂર્ણિ. | મુનિ શ્રી પુણ્યવિજયજીએ નંદીસૂત્રચૂર્ણિની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે આ ૨૦માંથી ૪ ક્રમાંક અનુપલબ્ધ છે. પ જિનભદ્ર ક્ષમાશ્રમણની રચના છે. અનુયોગદ્વારની ચૂર્ણિ અને લઘુવૃત્તિમાં ઉદ્ધત સ્વરૂપે મળે છે. ૧, ૧૦,૧૪ અને ૧૬ની રચના જિનભદ્રમણિપૂર્વે થયાનો સંભવ વધુ છે. ૧૫ની રચના ૧૪ થી પણ પૂર્વે થઈ છે. બાકીની બધી ચૂર્ણિઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પછી રચાયાનો સંભવ છે. ૧૧, ૧૮, ૧૯ ના કર્તા જિનદાસગણિ મહત્તર છે. ૧૩ના સિદ્ધસેનગણિ છે અને ૧૭ના કર્તા ગોપાલકમકત્તરના શિષ્ય છે.} ૨૧૨. સ્વ. રણજીતરામ એક સ્થળે કહે છે કે “ જ્યારે દક્ષિણમાં ચૌલુક્યના પાટનગર બદામીમાં જૈનશાસન પ્રવર્તતું હતું ત્યારે વલભીના મૈત્રકોથી તેમજ ગુજરાતમાં પણ સન્માન પામતું હતું”૧૫૦ ૧૪૮. Rીજ્ઞ: પંચમું વર્ષmતે વ્યતિક્રાન્તપુ ગષ્ટનવતપુ નર્વાધ્યયનપૂર્થિઃ સમાતા ! લેખિત પ્રત ભાં. ઇ. પૂના. કર્તા જિનદાસનું નામ નીચેની ગાથામાં ગુપ્ત છેઃ तिदुसरजुएहिं तिचउपण अट्ठम वग्गे तिपण तिअक्खरावहे तेसिं । पढततिएहिं णांम कय जस्स ॥ ૧૪૯. પી. ૩, પરિ. પૃ. ૧૮૫. પી, ૫, પરિશિષ્ટ પૃ.૫૧ કે જ્યાં તે પ્રતને છેવટે લખેલ છે કે સં. ૧૪૫૬ વર્ષે શ્રી સ્તંભતીર્થે બૃહસ્પૌષધશાલાયાં ભટ્ટારક શ્રી જયતિલકસૂરિણા અનુયોગદ્વારચૂર્ણિ ઉદ્ધાર કારાપિતઃ ૧૫૦. ભાવનગરના જૈનધર્મપ્રકાશક નામના પત્રના રજત મહોત્સવ અંકમાં આવેલો તેમનો લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy