SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૦૭ થી ૧૨ ભાષ્ય, ચૂર્ણિ ૧૦૫ ૨૦૯. દરેકમાં સંપ્રદાયમાં વિદ્વાનોના બે પ્રકાર નજરે પડે છે. એકતો આગમપ્રધાન, અને બીજો તર્કપ્રધાન, આગમપ્રધાન પંડિતો હંમેશા પોતાના પરંપરાગત આગમોને-સિદ્ધાન્તોને શબ્દશઃ પુષ્ટરીતે વળગી રહે છે, ત્યારે તર્કપ્રધાન વિદ્વાનો આગમગત પદાર્થવ્યવસ્થાને તર્કસંગત અને રહસ્યાનુકૂલ માનવાની વૃત્તિવાળા હોય છે. એટલે કેટલીક વખતે બંને વચ્ચે વિચાર ભેદ પડે છે. એ વિચારભેદ જો ઉગ્ર પ્રકારના હોય છે તો કાલક્રમે સંપ્રદાયભેદના અવતારમાં પરિણમે છે તો તે માત્ર મતભેદના રૂપમાં જ છે, અને સૌમ્ય પ્રકારનો હોય છે તો તે માત્ર મતભેદના રૂપમાંજ વિરમી જાય છે. જૈન સંપ્રદાયના ઇતિહાસનું અવલોકન કરતાં તેમાં આવા અનેક વિચારભેદો, મતભેદો ને સંપ્રદાયભેદો અને તેનાં મૂલભૂત ઉક્ત પ્રકારનાં કારણો બુદ્ધિ આગળ સ્પષ્ટ તરી આવે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આગમપ્રધાન આચાર્ય છે; તેમણે જૈન આગમામ્નાય પરંપરાગત ચાલ્યો આવતો હતો તેને અનુસરી સંગત ભાષ્ય રચવાનું યુગ પ્રધાનકાર્ય કર્યું છે. તેમા જે તર્ક આમ્નાયાનુકૂલ હોય તેનો ઉપયોગ પોતાના સમર્થનમા પૂરી રીતે કર્યો છે. આગમની આગળ જનાર તર્કને ઉપેક્ષણીય ગણ્યો છે. જ્યારે તેમના પુરોગામી સિદ્ધસેન દિવાકર તર્કપ્રધાન આચાર્ય હતા. (જેમને સંબંધી એક જુદુંજ પ્રકરણ અગાઉ આવી ગયું છે.) આ. સિદ્ધસેનના ગ્રંથો મૌલિકસિદ્ધાન્ત-પ્રતિપાદક અને પ્રૌઢ-વિચાર પૂર્ણ છે તેઓ જૈન તર્કશાસ્ત્રના વ્યવસ્થાપક અને વિવેચક છે ને જૈનદર્શનનાં એક અનન્ય આધારભૂત આપ્ત પુરૂષ છે. શ્રી સિદ્ધસેન દિવાકરે પોતાના સન્મતિતર્કમાં કેવલી (સર્વજ્ઞ) ને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બંને યુક્ત એટલે એક સાથે થતા નથી એ આગમપરંપરાના મતથી વિરૂદ્ધ જઇ બંને એક જ છે અને જુદા નથી એમ તર્કથી સિદ્ધ કર્યું છે; જ્યારે શ્રી જિનભદ્ર ક્ષમશ્રમણે આગમપરંપરાગત તે મતને અભિમત રહી શ્રી સિદ્ધસેનના વિચારનો વિગતવાર પ્રતિક્ષેપ વિશેષાવશ્યકમાં કર્યો છે. આમ જિનભદ્રગણિ આગમપરંપરના મહાન્ સંરક્ષક હતા અને તેથી તેઓ આગમવાદી કે સિદ્ધાંતવાદીના બિરૂદથી જૈન વાડ્મયમાં ઓળખાય છે. .’૧૪૫ જિનભદ્રક્ષમાશ્રમણ ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા હતા એમ શ્રી હેમચંદ્રાચાર્ય જણાવે છે.૧૪ {ભાષ્યકારો ૪ થયા છે. જિનભદ્ર ગણિ, સંઘદાસગણિ, વ્યવહારભાષ્યકાર અને કલ્પબૃહદ્ભાષ્યકાર, વ્ય. ભાષ્ય જિનભદ્રગણિ પૂર્વે અને કલ્પ ભા. પછી રચાયું છે. મુનિ પુણ્ય વિ. બુ.ક.ભા. ૬ પ્રસ્તાવના.} ૨૧૦. ઉપરોક્ત વિશેષાવશ્યક ભાષ્યમાં વાસવદત્તા અને તરંગવતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ભાષ્ય પર કોટ્યાચાર્યે ટીકા રચી છે.૧૪૭ કે જેની સં ૧૧૩૮ માં લખાયેલી તાડપત્રની પ્રત ભાં. ઇ. માં વિદ્યમાન છે.(કી. ૨. ન. ૫૭). ૧૪૫. જુઓ શ્રી જિનવિજયની પ્રસ્તાવના ‘જીતકલ્પસૂત્ર’માં (પ્ર.જૈન સાહિત્ય સંશોધક સમિતિ. અમદાવાદ.) ૧૪૬. ૩ નૂપેન ॥ ૨૫ ૨૪ ૩૬ || xxx ૩પનિનમદ્રક્ષમાત્રમળા: વ્યાવ્યાતાર: / ૧૪૭. તેમાં છેલ્લો શ્લોક કોટ્યાચાર્યે આ પ્રમાણે આપ્યો છેઃ भाष्यं समायिकस्य स्फुटविकटपदार्थोपगूढं यदेतच्छ्रीमत्पूज्यैरकारि क्षतकलुषधियां भूरिसंस्कारकारि । तस्य व्यख्यानमात्रं किमपि विदधता यन्मया पुण्यमाप्तं प्रेत्याहं द्रागलभेयं परमपरिमितां प्रीतिमत्रैव तेन ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy