SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ક્ષમાશ્રમણ થયાં યુગપ્રધાન પટ્ટાવલિઓના આધારે જિનભદ્ર ક્ષમાશ્રમણનો યુગપ્રધાનત્વ-સમય વીર સંવત્ ૧૦૫૫ થી ૧૧૧૫ (વિ.સં. ૧૮૫ થી ૬૪૫) સુધીમાં આવે છે. (મુનિ ક. વિ.) એ તો ચોક્કસ છે. કે હરિભદ્રસૂરિ પહેલાં તેઓ થયા; કારણ કે હરિભદ્રસૂરિ તેમનો ઉલ્લેખ કરે છે. તેમણે રચેલા ગ્રંથો - વિશેષાવશ્યક ભાષ્ય મૂલ અને ટીકા {૨૩૧૮ ગાથા સુધી સ્વોપજ્ઞ ટીકા છે. બાકીની પૂર્તિ કોટ્યાચાર્યે કરી છે. પ્રલાદ.વિ.ભા. ૧, ૨, ૩ બૃહત્સંગ્રહિણી ૪૦૦ થી ૫૦૦ ગાથા (પી.૧, ૨૬-૫૧) બૃહëત્રસમાસ (પી.૧, ૨૬), વિશેષણવતી ૪00 ગાથાનો પ્રકરણ ગ્રંથ અને જીતકલ્પસૂત્ર [અને તે પર ભાષ્ય કે જેમાં જૈન સાધુના ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સિદ્ધસેનીય ચૂર્ણિ વિષમપદ સાથે પ્ર.શૈ.સા.સં. વળી ધ્યાનશતક રચ્યું છે (પી.૧, ૩૩) કે જે વિશેષાવશ્યક ભાષ્યમાં અંતર્ગત છે. તેમની “ભાષ્યકાર' તરીકેની જબરી ખ્યાતિ છે. તેમણે વિશેષાવશ્યક ભાષ્યમાં વાસવદત્તા અને તરંગવતી કથાનો ઉલ્લેખ કર્યો છે. - ૨૦૭. આ ભાષ્યગ્રન્થ જૈન પ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે અને તેથી ભાગ્યકાર જિનભદ્રગણિ જૈન શાસ્ત્રકારોમાં અગ્રણી મનાય છે. જૈનદર્શનપ્રતિપાદિત જ્ઞાનવિષયક વિચારને કેવળ શ્રદ્ધગમ્ય-વિષયની કોટીમાંથી બુદ્ધિગમ્ય-વિષયની કોટિમાં ઉતારવાનો સુસંગત પ્રયત, સૌથી પ્રથમ એમણેજ એ મહાભાષ્યમાં કર્યો હોય, એમ જૈન સાહિત્યના વિકાસક્રમનું સિંહાવલોકન કરતાં જણાઈ આવે છે. જૈન આગમોના સંપ્રદાયગત રહસ્ય અને અર્થના, પોતાના સમયમાં અદ્વિતીય જ્ઞાતા તરીકે, એ આચાર્ય સર્વસમ્મત ગણાતા હતા; અને તેથી એમને “યુગપ્રધાન’ એવું મહત્ત્વવ્યાપક ઉપપદ મળેલું હતું. ૨૦૮. તેમને રચેલા તલ્પ પર ચૂર્ણિ રચનાર સિદ્ધસેનસૂરિએ તેની આદિમાં તેમની જે ગંભીરાર્થક સ્તુતિ છે પદ્યમાં કરેલી છે તે પરથી તેમનો યથાર્થ પરિચય ટૂંકમાં થાય છે “અનુયોગ એટલે આગમોના અર્થજ્ઞાનના ધારક, યુગપ્રધાન, પ્રધાનજ્ઞાનીઓને બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશલ, અને દર્શન-જ્ઞાનઉપયોગના માર્ગસ્થ એટલે માર્ગરક્ષક, કમલના સુવાસને આધીન થયેલા ભ્રમરો જેમ કમલની ઉપાસના કરે છે તેમ જ્ઞાનરૂપ મકરન્દના પિપાસુ મુનિઓ જેમના મુખરૂપ નિર્ઝરામાંથી નીકળેલા જ્ઞાનરૂપ અમૃતનું સદા સેવન કરે છે, સ્વસમય અને પરસમયના આગમ, લિપિ, ગણિત, છન્દ અને શબ્દશાસ્ત્રો ઉપર કરેલાં વ્યાખ્યાનોમાંથી નિર્મિત અનુપમ યશ-પટહ દશે દિશામાં ભમી રહેલો છે. જેમણે પોતાની અનુપમ મતિના પ્રભાવે જ્ઞાન, જ્ઞાની હેતુ પ્રમાણ, અને ગણધરપૃચ્છાનું સવિશેષ વિવેચન વિશેષાવશ્યકમાં ગ્રન્થનિબદ્ધ કર્યું છે. “જેમણે છેદસૂત્રોના અર્થાધારે, પુરુષ વિશેષના પૃથ્થકરણ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વિધિનું વિધાન કરનાર જીતકલ્પસૂત્રની રચના કરી છે, એવા, પરમસમયના સિદ્ધાન્તોમાં નિપુણ સંયમશીલ શ્રમણોના માર્ગના અનુગામી અને ક્ષમાશ્રમણોના નિધાનભૂત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy