SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૦૧ થી ૨૦૬ કલ્પસૂત્ર વાંચન ૧૦૩ ૨૦૩. અનુમાને ૭મા સૈકા અગાઉ થયેલા પંચકલ્પમહાભાષ્યના કર્તા (પી. ૧, ૧૦૩) સંઘદાસ ક્ષમાશ્રમણે વસુદેવ હિંડી નામનો ચરિત ગ્રંથ પ્રાકૃતમાં આરંભ્યો તે ધર્મસેન ગણિ મહત્તરે પૂરો કર્યો. એપરથી જણાય છે કે તે કાલે વસુદેવ ચરિત લોકમાં વિશેષ પ્રચલિત હશે. આઠમા સૈકા પહેલાનો બીજો ધમિલ હિંડી નામનો ગ્રંથ છે તેમાં વર્ણનભાગ કરતાં કથા ભાગ જ વધારે છે.૧૪૧ { વસુદેવ હિંદી પ્રથમ ખંડના કર્તા સંઘદાસ ગણિ ‘વાચક પદથી વિભૂષિત હતા. પંચકલ્યભાષ્ય અને કલ્પલઘુભાષ્યના કર્તા સંઘદાસગણિ “ક્ષમાશ્રમણ’ પદથી વિભૂષિત હતા. બન્ને ભિન્ન હતા. -મુનિ પુણ્યવિજય “બૃહત્કલ્પ” ભા. ૬ પ્રસ્તાવના પૃ. ૨૨ થી. વિશેષ માટે જુઓ વાયુવેવ ઢીંડી : ભારતીય નૌવન ઔર સંસ્કૃતિ જ વૃદથી લે. નિરંજનસૂરિ દેવ, પ્ર. પ્રાકૃત જૈન શાસ્ત્ર ઔર અહિંસા શોધ સંસ્થાન Vasudeva Hindi A Cultural Study By A. P Jamkhedakar . આગમ કલા પ્રકાશન દિલ્હી. સંપા.) ૨૦૪. શ્રી કંઠપ્રદેશ (થાણેશ્વર)ના સ્વામી હર્ષવર્ધ્વન (હર્ષરાજા)નો રાજ્યાભિષેક વિ. સં. ૬૬૪માં થયો. તે મહાપ્રતાપી વિદ્વાન અને વિદ્વત્યેમી હતો. તેમના સમયમાં પ્રસિદ્ધ કાદંબરીકાર બાણભટ્ટ કે જેમણે હષચરિત પણ રચ્યું છે, સૂર્યશતકના કર્તા મયૂરઆદિ તેના દરબારના પંડિતો હતા. જૈન વિદ્વાન માનતુંગાચાર્ય(ભક્તામર સ્તોત્રના કર્તા પણ તે રાજાના સમયમાં થયા એવું કથન મથે છે૧૪૨ ભક્તામર સ્તોત્ર પ્રાસાદિક ભાવવાહી ભાષામાં આદિનાથની સ્તુતિ તરીકે રચાયેલું છે.) ૨૦૫. ચંડ નામનો જૈન ૧૪૩ પંડિત પહેલો પ્રાકૃત વ્યાકરણકાર થયો કે જેણે પોતાના પ્રાકૃત લક્ષણ નામના વ્યાકરણમાં અપભ્રંશ ભાષાનું વિવરણ કર્યું છે ડૉ. હોર્નલે તે સંશોધિત કરી પ્રગટ કર્યું છે અને તેનો સમય તે ઈ. સ. પૂર્વે ત્રીજો સૈકી મૂકે છે; પણ પ્રો૦ ગુણેના કહેવા મુજબ તે ઇ. સ. છઠ્ઠા સૈકાની પછી થયેલ તે તેના કારણમાં તે જણાવે છે કે તે સમય પછી અપભ્રંશ માત્ર આભીરોની ભાષા મટી સાહિત્ય-ભાષા બની. ૨૦૬. જૈન પટ્ટાવલીઓના આધારે વીરાત્ ૧૧૧૫ ( વિ. સં. ૬૪૫) માંજ જિનભદ્રગણિ ૧૪૧. કુવલયમાલાનો લેખ-જિનવિજયનો વસંત રજતોત્સવઅંક. ૧૪૨. ઓઝાજી રા.ઈ. પ્રથમભાગ પૃ.૧૪૨. માનતુંગસૂરિ માટે જુઓ‘શ્રી માનતુંગ પ્રબંધ' પ્રભાવક ચરિત પૃ. ૧૮૦૧૯૧. ૧૪૩. પ્રો. ગુણેના કહેવા પ્રમાણે જુઓ વિયેત્તહાની અંગ્રેજી પ્રસ્તાવના પૃ. ૬૧- ૬૩. પરંતુ એક સ્થલે તેનાં મંગલાચરણમાં વીરને બદલે શંભુ મૂકેલ છે. प्रणम्य शिरसा शम्भुं स्वल्पैर्व्यापिभिरक्षरैः । लक्षणं प्राकृतं वक्ष्ये किंचिद् वृद्धमतादहम् ॥१॥ જુઓ વેલકર વૉ. ૧ પૃ. ૨૭. પણ શભુને બદલે વીર એવો શ્લોક છે તે માટે જુઓ પી. ૩, ૨૬૫. ૧૪૪. આ “ભાધ્યકાર' જિનભદ્ર ક્ષમાશ્રમણ સંબંધમાં જુઓ શ્રી જિનવિજય વીતત્વસૂત્ર પરની વિદ્વત્તાભરેલી પ્રસ્તાવના પ્રવ જૈન સા. સંશોધક સમિતિ શ્રી જિનભદ્ર પોતાના જીતકલ્પસૂત્ર પર ભાષ્ય રચ્યું હતું એમ જણાય છે ને સં. ૧૨૪૭ માં તિલકાચાર્યે તેના પર વૃત્તિ રચી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy