SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ થયાને તેમાંથી શીશોદીયા થયા.૧૩૮ વલભીના ભંગ વિષમ સમયમાં જૈન મૂર્તિઓનો ભિલ્લમાલ આદિ સ્થલે સંચાર થતો હતો. (જિનપ્રભસૂરિ કૃત સત્યપુર કલ્પ વગેરે.) ૨૦૧. વિ. સં. ૫૧૦ (૫૨૩) માં૩૯ હાલના ગુજરાતમાં આનંદપુર-વૃદ્ધનગર હતું (હાલનું વડનગર) એક મોટું શહેર હતું. ત્યાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધનેશ્વરસૂરિ નામના જૈનાચાર્યે તે રાજાના પુત્રના મરણથી થયેલ શોક શમાવવા જૈનાગમ નામે કલ્પસૂત્રની વાચના કરી હતી, અને તે વાચના હજુ સુધી જૈન સંઘ સમક્ષ તેમના પર્યુષણ નામના તહેવારમાં થયાં કરે છે. ૨૦૨. વળી એમ કહેવાય છે કે બીજા કાલિકસૂરિ થયા તેમણે જે અત્યાર સુધી પર્યુષણનું ‘સાંવત્સરી’ પર્વ ભાદ્રપદ શુદિ પાંચમ ને રોજ થતું હતું અને ચોમાસી પૂર્ણિમાએ થતી હતી તેને બદલે ચોથની સંવત્સરી અને ચતુર્દશીની ચોમાસી કરાવી ને તે વીરાત્ ૯૯૩ માં ચતુર્વિધ સંઘે આચર્યું. ૧૪૦ ૧૩૮. ‘વાસ્તવમાં વલભીમાં શીલાદિત્ય નામના ૬ રાજા થયા, પરંતુ જૈન લેખકોને કેવળ એક (અર્થાત્ છેલ્લા) શાલાદિત્ય થયાનું જાણમાં હતું મેવાડમાં પણ શીલાદિત્ય નામનો રાજા વિ. સં. ૭૦૩ માં થયો હતો બંનેને જૈનોએ એક માની મેવાડના રાજાઓનું વલભીથી આવવાનું માની લીધું અને ટૉર્ડે તેને સ્વીકારી લીધું. ચીની યાત્રી હુ એન્સંગ (વિ. સં. ૬૯૬ આસપાસ)વલભીમાં ગયો ત્યારે તે નગર બહુ ઉન્નત દશામાં હતું. વલભીનો નાશ વિ. સં. ૮૨૬ માં સિંધના અરબોએ કર્યો હતો (૨) વલભીમાંથી ઉદયપુરનો રાજવંશ થયો એ કથન કપોલકલ્પિત છે. ધનેશ્વરસૂરિના સં ૪૭૭ માં રચાએલા મનાતા શત્રુંજય મહાત્મ્યમાં સં. ૧૧૯૯ થી ૧૨૩૦ માં રાજ્ય કરનાર કુમારપાળનો વૃત્તાંત આવે છે તેથી તે પુસ્તક સં.૧૩ મી સદી યા તે પછી આધુનિક ધનેશ્વરથી બન્યું હોવું જોઇએ તથી તેમાંનું વલભીપુરનું કથન બહુ પાછળનું હોવાથી વિશ્વાસ યોગ્ય નથી.'' (વાંચો ‘રાજપૂતાનેકા ઇતિહાસ'-પહલા ખંડ રા. બ. ગૌ. હી. ઓઝાજી કૃત પૃ. ૩૮૫ થી ૩૮૯) ૧૩૯. કલ્પસૂત્રમાં જણાવેલું છે કેઃ- સમલ્લ માવો મહાવીરસ્ત્ર ખાવ સબહુપદીળસ્વનવવાસસયાનું विइक्कताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणंतरे पुण अयं तेणउए संवच्छरे काले રાજ્જીરૂ રૂફ વીસફ || ૨૪૭ || અર્થાત્-સર્વ દુઃખ જેણે પ્રક્ષીણ કર્યા છે એવા શ્રમણ ભગવાન્ મહાવીરના નવ શત વર્ષો અતિક્રમ્યા પછી દશમાં શતકમાં એંસીમો સંવત્સર કાલ જાય છે-વાચનાંતરમાં પુનઃ ત્રાણુમો સંવત્સર ચાલે છે. આ બે જુદી જુદી વાચના-પાઠ છે તેથી કોઇ અનુમાન કરે છે કે કલ્પસૂત્ર-દેવર્ષિ ક્ષમાશ્રમણથી લખાયાનું વર્ષ વીરાત્ ૯૮૦ (વિ. સં. ૫૧૦) છે, રાજસભામાં વાંચવાનું શરૂં થયાનું વર્ષ વીરાત્ ૯૯૩ (વિ. સં ૫૨૩) છે. ડૉ. યાકોબીની કલ્પસૂત્ર આવૃત્તિ પૃ. ૬૭. ૧૪૦. જુઓ તિત્થોગાલી (તિથોદ્ગાર) પયન્નાની નીચલી ગાથાઓ કે જે જિનપ્રભસૂરિએ પોતાની સંદેહવિષૌધિ નામની કલ્પસૂત્ર ટીકામાં તેમજ તશેખરસૂરિએ શ્રાદ્ધવિધિમાં ટાંકી છેઃ सालाहणेन रन्ना संघाएसेण कारिओ भयवं । पज्जोसवणं चउत्थी चाउम्मासं चउदसीए || चउमास पडिक्कमणं पक्खिय दिवसंमि चउविहो संघो । नवसयतेणउएहिं आयरणं तं पमाणं ति ॥ -‘સાલાહાણના રાજ્યમાં સંઘના આદેશથી ભગવાન્ કાલિકે પર્યુષણ ચોથમાં અને ચાર્તુમાસ (પ્રતિક્રમણ) ચૌદશે કર્યું, ચોમાસી પ્રતિક્રમણ પખ્ખીના દિવસે ચતુર્વિધ સંઘે (વિરાત)૯૯૩ માં કર્યું તે આચરણ પ્રમાણ છે’ કુલમંડનસૂરિ વિચારમૃતસંગ્રહમાં ‘ ૯૯૩ માં આપી છે-તે જ પ્રમાણે વિનયચંદ્રસૂરિના દીવાળી કલ્પમાં છે ને જિનપ્રભસૂરિષ્કૃત પ્રતિષ્ઠાનપુર કલ્પમાં તેમજ સમયસુંદરની સમાચારી શતકમાં છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy