SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૯૮ થી ૨૦૦. જૈન - અજૈન સાહિત્ય ૧૦૧ બૌદ્ધો પાસે તેમના સિદ્ધાંતો શીખવા મોકલ્યા હતા અને તેમના એક ગ્રંથ નામે લલિતવિસ્તર વૃત્તિથીરૂપ (સ. ૯૬રમાં ઉપમિતિભવ પ્રપંચ નામનો મહાનું રૂપક ગ્રંથ સંસ્કૃતમાં રચનાર) સિદ્ધર્ષિસૂરિ બૌદ્ધ થતાં બચી ગયેલ હતા. આ મહાન્ યુગકાર હરિભદ્રસૂરિ સંબંધીનું “હરિભદ્રયુગ' નામનું જાદુ પ્રકરણ આ પછી મૂકવામાં આવ્યું છે. ૧૯. વલભી સંઘ આગમના સંકલનાર્થે મળ્યો તે વખતે વલભીપુરમાં શીલાદિત્ય રાજા હતો ને વલભીપુરમાં શીલાદિત્ય નામના રાજાઓ થતા ગયા. ત્યાં એટલે સૌરાષ્ટ્રમાં શત્રુંજય તીર્થનું માહાસ્ય વિક્રમરાજાના સમયથીજ થતું ચાલ્યું અને સૌરાષ્ટ્રમાં જ જૈનોના પવિત્ર ગ્રંથો પુસ્તકારૂઢ થયા,એ તેમજ નેમિનાથ તીર્થંકરનું ચરિત્ર ગિરિનાર સાથે સંબંધ ધરાવે છે-એ સર્વ વાત સ્પષ્ટ બતાવે છે કે જૈનોએ સૌરાષ્ટ્રમાં ઘણા પ્રાચીન સમયથી પગપેસારો કરી સૌરાષ્ટ્રને પોતાની ભૂમિ બનાવી હતી. ભૃગુકચ્છમાં આર્ય ખપૂટાચાર્ય આદિ વિક્રમરાજાના સમય લગભગ થયા એ પણ બતાવે છે કે ગુજરાતમાં જૈનોનું આગમન ઘણા પ્રાચીનકાળથી હતું. ૨૦૦. વલભીપુરનો સીથીઅન આદિ પરદેશી જાતોનાં તથા અન્ય આક્રમણોથી ત્રણ વખત ભંગ થયો એમ જૈન પ્રબંધકાર કહે છે.૧૩૬ “ભંગ” નો અર્થ “સર્વથા નાશ નથી થતો. પહેલો ભંગ વિ. સં ૩૭૫માં થયો ૩૭ શીલાદિત્ય રાજા એ સૂર્યવંશી હતા તેના વંશજો તથા જૈનોનાં ઘણા કુટુંબો વલભીપુરની પડતીથી મારવાડ વગેરે દેશોમાં જઈ રહ્યા. એમ કહેવાય છે કે વલભી રાજાના ગુહસેનગોહીલ વંશજ, ને તેમાંથી ઇડરનું રાજ્ય થયું ને ત્યાંથી તે ચીતોડ ગાયા ને ત્યાંથી ઉદેપુર રાજાઓ ૧૩૫. શ્રી સિદ્ધર્ષિસૂરિ પોતે જ પોતાના ઉક્ત ગ્રંથમાં છેવટે જણાવે છે કે - अनागतं परिज्ञाय चैत्यवंदनसंश्रया । मदर्थे निर्मिता एव वृत्ति 'ललितविस्तरा || ૧૩૬, જુઓ પ્રબંધચિંતામણિ આદિ. તિત્વોગાલી પયત્રી (કે જે હજુ સુધી મુદ્રિત થયો નથી) તેમાં વલભીભંગની વાત છે. {હિન્દી અનુવાદ સાથે પ્રગટ થયેલ છે. સં. ગજસિંહ રાઠોડ સં} १३७. पणसयरी वाससयं तिण्णि सयाई अइक्कमेऊणं । विक्कमकालाऊ तउ वलहीभंगो सुमप्पन्नो ॥ અર્થાત્- વિક્રમકાલથી ૩૭૫ વર્ષ અતિક્રમતાં વલભીભંગ થયો-ગાથા સહસી પી. ૩. ૨૮૫) વળી પ્રભાવકચરિત પણ પૃ.૭૪ માં વીરાત્ ૮૪૫ વર્ષ વલભીનો ભંગ તુરષ્કના હાથે થયો અને ત્યાંથી તેઓ ભૃગુપુરનો નાશ કરવા ગયા એમ જણાવે છે. પરંતુ જિનપ્રભસૂરિ તીર્થકલ્પના સત્યપુર કલ્પમાં કહે છે કે- “ગજ્જણવઇ (ગીજનીનો પાદશાહ) હમીરદ્વારા વિ. સં. ૮૪૫ માં વલભીભંગ થયો હતો તે વધુ વિશ્વસનીય લાગે છે. | મુનિશ્રી કલ્યાણવિજય પ્ર. ચ.ના વિજયસિંહસૂરી પ્રબંધમાં પર્યાલોચના કરતાં વીરાનું ૮૪૫ માં વલભીભંગ થયો એ ખરૂં માને છે, પણ તે તરૂષ્કકૃત નહિ પણ ગુપ્તવંશી ચંદ્રગુપ્ત પ્રથમ ગાદીએ બેઠો તે વર્ષમાં અથવા તો તેના પહેલાં વર્ષમાં તેના સેનાપતિ કનકસેને ગુપ્ત રાજ્ય તરફથી ગુજરાત પર ચઢાઈ કરી વલભીનો કબજો કર્યો હશે. વિ. સં. ૧૯૩ સુધી એના વંશજો “સેનાપતિ” અને “મહા સામંત' ના બિરૂદો ધારણ કરતા હતા, એ આ વાતને પુષ્ટ કરે છે. વલભીમાં ગુપ્ત સંવત્ વલભી સંવના નામથી પ્રચલિત થયો તે પરથી જણાય છે કે કનકસેન ગુણોનો સેનાપતિ હશે અને તેણે ગુપ્ત સંવતનાં પ્રારંભકાલમાં વલભીને જીતીને ત્યાં તે સંવત્સર ચલાવ્યો હશે પણ (અને) વલભીની રાજ્યક્રાંતિનું અને ગુપ્ત સંવત્નું એકજ વર્ષ હોવાથી તે સંવત્ ના નામથી પ્રસિદ્ધ થઇ ગયો હશે. એજ વલભીનો બીજીવાર વિ. સં. ૮૨૪ ની આસપાસ (વિ. સં. ૮૨૩ પછી નજીકના સમયમાં) સાતમા શીલાદિત્યના સમયમાં ભંગ થયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy