SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે, કારણ કે તેઓ પોતાની ભાષ્યવૃત્તિમાં બૌદ્ધવિદ્વાનું વસુબંધુનો આમિષવૃદ્ધ વિશેષણ આપીને ઉલ્લેખ કરે છે જુઓ ૭, ૭ ની વૃત્તિ, સાતમા સૈકાના ધર્મકીર્તિનો ઉલ્લેખ અધ્યાય ૫ માં પરની વૃત્તિમાં, એન નાગાર્જુનકત ધર્મસંગ્રહમાં આવતાં પાંચ આતંત્ર્ય પાપો કે જેનું વર્ણન શીલાંકસૂરિએ સૂત્રકૃતાંગની ટીકામાં આપેલ છે તેનો ઉલ્લેખ ૭, ૮ ની ભાષ્ય વૃત્તિમાં કરે છે. એટલે સાતમા સૈકા પહેલાં નથી થયા. બીજી બાજુ નવમા સૈકાના શીલાંકસૂરિએ ગંધહસ્તી નામથી ઉલ્લેખ ઉપરના શ્લોકમાં કર્યો છે તે આ સિદ્ધસેનગણિ સંબંધે છે, કારણ કે સન્મતિના ટીકાકાર દશમા સૈકાના અભયદેવસૂરિએ તે ટીકામાં બે સ્થળે ‘ગંધહસ્તી પદ વાપરી તેમની રચેલ તત્ત્વાર્થ વ્યાખ્યા જોઈ લેવાની સૂચના કરી છે તો તે વ્યાખ્યા ઉક્ત તત્ત્વાર્થ ભાષ્ય વૃત્તિ જ હોવી જોઈએ. વળી ગંધહસ્તીનાં અવતરણો અનેક ગ્રંથોપ્રવચનસારોદ્ધારની સિદ્ધસેનીય વૃત્તિ પૃ. ૩૫૮, નવપદવૃત્તિ પૃ. ૮૮, મલયગિરિસૂરિકૃત ધર્મસંગ્રહણી વૃત્તિ પૃ. ૪૨ વગેરેમાં આપેલાં છે તે આ સિદ્ધસેનગણિની તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાંથી છે. એટલે શીલાંકસૂરિ પહેલાં આ સિદ્ધસેનગણિ થયા હોવા જોઈએ. આ સિદ્ધસેનના પ્રગુરુ સિંહસૂર (સૂરિ) એ જો મલવાદિકૃત નયચક્રના ટીકાકાર સિંહસૂરિજ હોય તો એમ કહી શકાય કે નયચક્રની ઉપલબ્ધ સિંહસૂરિકૃત ટીકા સાતમા સૈકા લગભગની કૃતિ હોવી જોઈએ. (પં. સુખલાલજી, તત્ત્વાર્થ-પ્રસ્તાવના) આમાંના આચારાંગ વિવરણમાંના શસ્ત્રપરિક્ષાનું વિવરણ ગંધહસ્તીએ કરેલ છે એનો ઉલ્લેખ ટિ. ૧૦૨માં કરેલો છે તે જાઓ, ને સિદ્ધસેનગણિનો ઉલ્લેખ ટિ. ૧૯૨માં કરેલ છે તે પણ જુઓ. ૧૯૮. આ સમય પછી લગભગ-જૈન પરંપરાના કથન પ્રમાણે વિ. સં. પ૩૦ (યા પ૮૫)માં ૩૪ થયેલા હરિભદ્ર સૂરિએ ૧૪૪૪ પ્રકરણો રચ્યાં તે પૈકી કેટલાંકમાં સર્વ દર્શનોનો નિષ્પક્ષપાતપૂર્વક સમન્વય કરી સર્વનું ન્યાયષ્ટિથી તોલન કર્યું છે, કેટલાકમાં જૈનયોગની શૃંખલાબદ્ધ વ્યવસ્થા કરી છે, કેટલાક ગ્રંથો ટીકા-વૃત્તિરૂપે છે. પ્રાકૃતમાં પ્રસિદ્ધ સમરાદિત્ય કથા રચી છે. તેમણે પોતાના શિષ્યોને અથવવેદ-ઇતિહાસ પંચમાણે, નિઘંટુચ્છઠ્ઠાણું, ચઊણાં વેદાણું, સંગોવંગાણ સરહસ્સારું સારએ વારએ ધારાએ, પારએ પતંગવી, સદ્વિતંત વિસારએ, સંખાણે, સિફખાકપ્પ વાયરણે છંદે નિરૂત જોતિસાં—અયણે, અસુ ય બસુ બંભન્નએ સુ પરિવ્રાયએસ, નયેસુ, સુપરિનિકિએ. ૧૩૪. પ્રદ્યુમ્રસૂરિ પોતાના વિચારસાર પ્રકરણમાં પ્રાચીન ગાથાઓ ટાંકે છે કે :(१) पंचसए पणतीए विक्कम भूवाउ झत्ति अथमिओ । हरिभद्दसूरिसूरो धम्मरओ देउ मुक्खसुहं ॥ ३०॥ अहवा (२) पणपन्नदससएहिं हरिसूरी आसि तत्थ पुव्वकई । तेरिसवरिससएहिं अईएहिं वि बप्पहट्टिपहू ॥ ३१ ॥ અર્થાત્ (૧) હરિભદ્રસૂરિ વિક્રમ ભૂપથી પ૩૦માં અસ્ત થયા. (૨) હરિ(ભદ્ર) સૂરિ (વીરા) ૧૦૫૫માં (=૫૮૫ વિ. સં. માં) હતા ને બપ્પભટ્ટિ સૂરિ વીરાત્ ૧૩૦૦માં હતા. ની ગાથા સમયસંદરે સં. ૧૯૩૦માં રચેલી ગાથાસહસ્ત્રીમાં પણ ટાંકી છે. તે ગાથામાં પૂછાતા ને બદલે પાણીપ (એટલે ૫૮૫) જોઈએ એમ વેબરે સુધારેલ છે, વીરાતુ ૧૦૫૫ એ રીતે મળી રહે, પણ વિચારામૃત સંગ્રહમાં આ. હરિભદ્રનો કાળ વીરા, ૧૦૫૦ (પંપાળતા) લખેલ છે પણ તે પંઘ પંવાશતા ને બદલે ભૂલ હોય. (ડા. યાકોબી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy