SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૯૫ થી ૧૯૭ વલભી વાચના ૯૯ સર્વ સંમતિથી ચાલુ રાખી, અને નાગાર્જુનની વાચનામાં રહેલા પાઠ ભેદોને “નાગાર્જુનીય’ પાઠભેદ તરીકે નોંધી લીધા તેથી જ આજે ટીકા ગ્રંથોમાં “નાગાર્જનીય એ પ્રમાણે પાઠ સ્વીકારે છે' એમ કહી ટીકાકારો પાઠભેદનો ઉલ્લેખ કરે છે. આ મત પ્રમાણે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સ્વતંત્ર વાચના કરી એમ ન કહી શકાય. પણ એક વાચનાને સર્વ માન્યતાનું કાયમી રૂપ આપી બીજું કાર્ય વાચનાના પાઠભેદોને નોંધી સાચવી રાખવાનું મહત્ત્વનું કર્યું એટલુંજ કહી શકાય. ૧૯૬, આ સમયમાં દેવર્ધિગણિથી અન્ય૩૨ દેવવાચકે નંદિસૂત્ર રચ્યું તેમાં જૈનેતર શ્રુતનો ઉલ્લેખ છે : ભારત (મહાભારત), રામાયણ, ભીમાસુરકખ (?), કૌટિલ્ય (ચાણક્યનું અર્થશાસ્ત્ર), સગડભદિઆઓ (?), ખોડમુખ-ઘોડયમુહ (ઘોટકમુખ-વાત્સાયનનો પૂર્વગામી કામશાસ્ત્રનો રચનાર), કપ્પાસિઅ, નાગસુહુમ (નાગસૂક્ષ્મ?). કણગસત્તરી (કણાદસત્તરી), વૈશેષિક, બુદ્ધવચન (બૌદ્ધશાસ્ત્ર), તેરાસિય (ત્રરાશિક ?), કાપિલિક (કપિલનું શાસ્ત્ર), લોકાયત (ચાર્વાક), ષષ્ઠિતંત્ર, માઢર (વ્યાસ), પુરાણ, વ્યાકરણ, ભાગવત (શ્રીમદ્ ભાગવત), પાતંજલ (યોગસૂત્ર), પુસદેવય) (પુષ્પદેવ=કામસૂત્ર?), લેખ (લેખનશાસ્ત્ર), ગણિત, શકુનરૂત, નાટકો યા બોત્તેર કલાઓ, સાંગોપાંગ ચાર વેદો. ૩૩ ૧૯૭. દેવર્ધિગણિના સમયમાં સિદ્ધસેનગણિ થયા મનાય છે. કે જેમણે શ્રી ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્ર પર તત્ત્વાર્થ ટીકા નામની ટીકા રચી. તેમાં પ્રમાણ” અને “નય એ જૈન તર્કશાસ્ત્રના મુખ્ય લાક્ષણિક અંગ છે તે પર વિશેષ ચર્ચા કરી છે; તેઓ દિબ્રગણિના શિષ્ય સિંહગિરિના શિષ્ય ભાસ્વામિના શિષ્ય હતા એમ તેની પ્રશસ્તિમાં પોતે જણાવે છે. તેઓ આગમપ્રધાન વિદ્વાન્ હતા. - આ સિદ્ધસેનગણિએજ તે વૃત્તિ ઉપરાંત આચારાંગવિવરણ કે જે અનુપલબ્ધ છે તે રચ્યું હતું. તેઓ સૈદ્ધાત્તિક હોઈ આગમવિરૂદ્ધની ગમે તેટલી તર્કસિદ્ધ બાબત હોય તો તેનું આવેશપૂર્વક ખંડન કરી સિદ્ધાંતપક્ષનું સમર્થન કરતા તેથી તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમનું તે “ગંધહસ્તી વિશેષણ આપ્યું હોય એમ લાગે છે. તેમનો સમય સાતમા અને નવમા સૈકાની વચ્ચે હોવાનું સ્પષ્ટ વલભી અને મથુરાની વાચનાઓ લગભગ એક કાળે થઈ તો તે માન્યતા યોગ્ય નથી કારણ કે સ્કંદિલાચાર્ય (માથરી વાચના કરનાર), દેવર્ધિગણિ (વલભી વાચના કરનાર વીરાત્ ૯૯૩) કરતાં ઘણા જૂના છે. જાઓ અગાઉ ફૂટનોટ. ૧૩૧. વિનયવિજયકૃત સુબોધિકામાં પ્રાચીન ગાથા મૂકી છે તે એ છે કે :वलहिपुरंभि नयरे देवड्डिपमुह सयलसंघेहि । पुव्वे आगम लिहिउ नवसय असीआणु वीराउ ॥ હી. હું પ્રકાશિત પૃ. ૪૩૩. આમાં પૂર્વાગમ વીરાત્ ૯૮૦ માં વલભીપુર નગરે દેવર્ધિપ્રમુખ સકલ સંઘે લખ્યો એ હકીકત છે. ૧૩૨. જુઓ હરિશ્ચંદ્ર ગણિકૃત પ્રશ્નપદ્ધતિ, પ્રશ્નોત્તર ૨૫, પૃ. ૩, પ્ર0 જૈન આત્માનંદ સભા ભાવનગર. ૧૩૩. જાઓ નંદીસૂત્ર-સૂત્ર ૪૨ પૃ. ૧૯૪ પ્રઢ આગમોદય સમિતિ. આ ગણાવેલાં તે પૈકી કેટલાંકનો ઉલ્લેખ બીજાં સૂત્ર-અંગોમાં છે. જાઓ અનુયોગદ્વાર સૂત્ર ૪૧ અને ૧૪૪ પૃ. ૩૬ અને ૨૧૮ આગોદય સમિતિ નામે ભારત, રામાયણ, ભીમાસુરૂક. કોડિલ્લય, ઘોડયમુહ, સગડભદિઆઓ, કપ્પાસિઅ, સાગસુહુમ, કણગસિત્તરી, વેસિય, વઇસેસિય, બુદ્ધ સાસણ, કાવિલ, લોગાયત, સક્રિયત, માઢર પુરાણ, વાગરણ, નાડગાઈ, અથવા બોત્તેર કલા સાંગોપાંગ ચાર વેદો. પાંચમાં અંગ ભગવતીસૂત્રમાં, (૧,૨) બ્રાહ્મણશાસ્ત્રોનો ઉલ્લેખ છે કે :- રિકવેદ, જુવેદ-સામવેદહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy