SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ બારદુકાળીએ વરાત્ ૧૦ મા સૈકામાં દેશ પર પોતાનો પંજો ચલાવ્યો, તે વખતે તો ઘણા બહુશ્રુત વિદ્વાનોનું અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું, તે બહુજ છિન્નભિન્ન થઈ ગયું હતું. શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે બાર દુકાળીને લીધે ઘણા સાધુઓનાં નાશ થતાં અને અનેક બહુશ્રુતોનો વિચ્છેદ થતાં, શ્રુતભક્તિથી પ્રેરાઈ ભાવી પ્રજાના ઉપકાર માટે વીરાત્ ૯૮૦માં (વિ.સં. ૨૧૦માં) શ્રી સંઘના આગ્રહથી તે કાળે બચેલા સાધુઓને ઉપર્યુક્ત વલભીપુરમાં બોલાવી તેઓના મુખથી અવશેષ રહેલ ઓછાવત્તા, ત્રુટિત અને અત્રુટિત આગમના પાઠો-આલાપોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યા. આવી રીતે મૂળમાં સિદ્ધાન્તો “ગણધરો' ના ગૂંથેલાં, તેનું દેવર્ધિગણિએ પુનઃ સંકલન કર્યું. આ વલભીપુર પરિષદ્ માં થયેલ સંકલનને “વલભીપુર વાચના” કહેવામાં આવે છે. આ સૂત્ર ગ્રંથોનું છેલ્લું સંસ્કરણ છે. ૧૯૫. આ સર્વ ચાલુ પરંપરા છે. પરંતુ મુનિ કલ્યાણવિજયની આ બાબતના સંબંધે કરેલી શોધખોળને પરિણામે તેમનો મત નોંધવા યોગ્ય છે કે “વલભી વાચના એટલે દેવર્ધિગણિની નહિ પણ વાચક નાગાર્જનની વાચના” એમ હું માનું છું. આ સંબંધમાં કથાવલીમાં ઉલ્લેખ છે.” એટલે કે મથુરામાં આર્ય ઋન્ટિલના પ્રમુખપણા નીચે અને વલભીમાં નાગાર્જુનના પ્રમુખપણે એમ બે સંઘો મળેલા, અને વાચનાઓ થયેલી. એ બે આચાર્યો પરસ્પર મળવા પામેલા નહિ, અને બંનેના વાચનાભેદો ચાલુ રહ્યા. કાલક્રમે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે એકજ વાચનાને વ્યાપક બનાવવા આર્ય ઋન્ટિલની વાચના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકરૂઢ કર્યો. આવી રીતે મૂળમાં સૂત્રો ગણધરોનાં ગુંથેલાં હોવા છતાં દેવર્ધિગણિએ તેનું પુનઃ સંકલન કરેલું હોવાથી તે બધાં આગમોના કર્તા શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જ કહેવાયા. શ્રી વિનયવિજયે લોકપ્રકાશ (સં. ૧૬૯૬)માં નીચેનું જણાવેલું છે તે વધારે ઉપયુક્ત છે :दुर्भिक्षे स्कन्दिलाचार्य-देवर्धिगणिवारके । गणनाऽभावतः साधु-साध्वीनां विस्मृतं श्रुतम् ॥ ततः सुभिक्षे संजाते संघस्य मेलकोऽभवत् । वलभ्यां मथुरायां सूत्रार्थघटनाकृते ॥ वलभ्यां संगते संघे देवर्धिगणिरग्रणीः । मथुरायां संगते स्कन्दिलाचार्योऽग्रणीरभूत् ॥ ततश्च वाचनाभेदस्तत्र जातः क्वचित् क्वचित् । विस्मृतस्मरणे भेदो जातु स्यादुभयोरपि ॥ तत्तैस्ततोऽर्वाचीनैश्च गीताथैः पापभीरुभिः । मतद्वयं तुल्यतया कक्षीकृतमनिर्णयात् ॥ - દુર્ભિક્ષ થતાં ઋન્ટિલાચાર્ય અને દેવર્ધિગણિના વારામાં ગણનાના હિંમેશ ભણી જવાના) અભાવથી સાધુ સાધ્વીને શ્રુત વિસ્તૃત થયું. પછી સુકાળ થતાં સંઘનું મળવું વલભીમાં અને મથુરામાં સૂત્રાર્થની ઘટના કરવા માટે થયું વલભીમાં મળેલા સંધમાં અગ્રણી દેવર્ધિગણિ હતા, મથુરામાં મળેલા સંઘના સ્કેન્દિલાચાર્ય અગ્રણી હતા. ત્યાર પછી અહીંતહીં તેમાં વાચના ભેદ-પાઠભેદ થયો. બંનેનો ભેદ વિસ્મૃતનું સ્મરણ કરતાં નિયમે થાય. ત્યાર પછી અર્વાચીન પાપભીરૂ ગીતાર્થોએ આગળથી નિર્ણય બાંધ્યા વગર બંને મતને સરખી રીતે કક્ષામાં મૂક્યા. શ્રી મલયગિરિજીનો પણ જ્યોતિષ્કરંડ વૃત્તિ પૃ. ૪૧ (પ્ર. રતલામ ઋષભદેવ કેશરીમલ)માં લગભગ ઉપર જેવો ઉલ્લેખ છે :- રૂદ ઋન્દ્રિત્તાવાર્થ પ્રવૃત્તી સુષનુમાવતો ક્ષિપ્રકૃચા સાધૂનાં પટનાખનારું સર્વશત, તતો दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः संघयो र्मेलापकोऽभवत् । तद्यथा - एको वलभ्यां, एको मथुरायां, तत्र च सूत्रार्थसंघटनेन परस्परं वाचनाभेदो जातः । विस्मृतयो हि सूत्रार्थयोः - स्मृत्वा स्मृत्वा संघटने भवत्यवश्यं वाचनाभेदो, न काचिदनुपपत्तिः।। જુઓ ગચ્છાચાર પ્રકીર્ણક ટીકા-વિજય-વિમલકત પૃ. ૩ (પ્ર. દયાવિમલગ્રંથમાલા) આ ઉપરથી કોઈને એમ થાય કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy