SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૯૦ થી ૧૯૪ મલવાદી ૧૯૨. શિવશર્મસૂરિ નામના એક મહાન્ આચાર્ય થયા તેમનો સમય અનિશ્ચિત છે. તેમણે ૪૭૫ ગાથાનો કર્મપ્રકૃતિ૮નામનો ગ્રંથ દૃષ્ટિવાદના બીજા પૂર્વમાંથી ઉદ્ધાર કરી રચ્યો છે (મુદ્રિત), તો તેમને વિ. સં. ૫૦૦ના અરસામાં મૂકી શકાય. વળી તેમણે શતક નામનો કર્મ ગ્રંથ (છ પ્રાચીન કર્મ ગ્રંથ પૈકી પાંચમો) ગાથા ૧૧૧માં રચ્યો છે. ૧૯૩. ચંદ્રર્ષિ મહત્તર થયા તે ઘણા પ્રાચીન સમયમાં થયા જણાય છે તે પ્રાયઃ આ સમયમાં થયા હશે એમ ગણી અહીં તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પંચસંગ્રહ ૨૯નામનો કર્મ વિષયક ગ્રંથ રચ્યો છે – તેમાં શતક, સતતિકા, કષાયપ્રાકૃત, સત્કર્મ અને કર્મ પ્રકૃતિએ પાંચરૂપ પાંચ વસ્તુઓનો સંગ્રહ કર્યો છે તેથી તે પંચસંગ્રહ કહેવાય છે. (મુદ્રિત). તેની ગાથા ૯૬૩ છે અને તે પર તેજ કર્તાએ – સ્વપજ્ઞવૃત્તિ ૯૦૦૦ શ્લોક પ્રમાણ રચી છે. આમાં “સપ્તતિકા' (સરરિકા)ને પોતે દૃષ્ટિવાદના નિસ્યદરૂપ જણાવે છે. વલભી સંઘ-પરિષ ૧૯૪. આ પછી જૈન “સૂત્રો'-આગમો સંબંધમાં નવી ઘટના થઈ.૧૦ પ્રકૃતિની અકૃપાથી પાછી मयकिश्च जिणप्यापरूवणं मयधणाणं जिणदाणे । गिहिपुरओ अंगाइपवयणकहणं धणढ़ाए ॥ ६८ ॥ नरयगइहेउ जोउस निमित्ततेगिच्छमंतजोगाई । मिच्छत्तरायसेवं नीयाण वि पावसाहजं ॥ ६३ ॥ वत्थाई विविहवण्णाई अइसियसद्दाई धूववासाइ । पहिरजइ जत्थ गणे तं गच्छं मूलगुणमुक्कं ॥ ४६॥ अन्नत्थियवसहा इव पुरओ गायंति जत्थ महिलाणं । जत्थ जयारमयारं भणंति आलं सयं दिति ॥ ४९॥ संनिहिमाहाकम्मं जलफलकुसुमाइ सव्व सच्चितं । निच्चिं दुतिवार भोयण विगइलवंगाइ तंबोलं ॥ ५७ ॥ कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमुवणेइ । सोवाहणो य हिंडेइ, बंधइ कडिपट्टयमकज्जे ॥ ३४॥ वत्थोवगरणपत्ताइ दव्वं नियनिस्सएण संगहियं । गिहि गेहंमि यजेसिं ते किणिणो जाण न हु मुणिणो ॥ ९१ ॥ गिहिपुरओ सझायं करंति अण्णोण्णमेव झूझंति । सीसाइयाण कज्जे कलहविवायं उईरति ॥ १६२ ॥ किं बहुणा भणिएणं बालाणं ते हवंति रमणिज्जा । दक्खाणं पुण एए विराहगा छन्नपावदहा ॥ १६३॥ ૧૨૮. કર્મપ્રકૃતિ પર મલયગિરિસૂરિએ રચેલી વૃત્તિ મુદ્રિત થઈ છે (પ્ર. જૈન ધ. સભા, ને દે. લા. નં. ૧૧) ૧૨૯ “સટીકાઃ સત્યારઃ પ્રાચીનઃ કર્મગ્રન્થાની પ્રસ્તાવના. પંચસંગ્રહ મૂળ અને તે પરની સ્વોપણ વૃત્તિ આ. સમિતિ નં. ૪૭માં મુદ્રિત. ૧૩૦ સમયસુન્દરગણિ પોતાના સામાચારી શતકમાં જણાવે છે કે : श्री देवर्धिगणिक्षमाश्रमणेन श्रीवीराद् अशीत्यधिक नवशत (९८०) वर्षे जातेन द्वादशवर्षीय दुर्भिक्षवशात् बहुतर साधु-व्यापतौ बहुश्रुतविच्छितौ च जातायां + + + भविष्यद् भव्यलोकोपकाराय, श्रुतभक्तये च श्री संघाग्रहाद् मृतावशिष्ठ तदाकालीन सर्वसाधून् वलभ्यामाकार्य तन्मुखाद् विच्छिन्नावशिष्टान् न्यूनाधिकान् त्रुटिताऽत्रुटितान् आगमालापकान् अनुक्रमेण स्वमत्या संकलय्य पुस्तकारूढाः कृताः । ततो मूलतो गणधरभाषितानामपि तत्संकलनान्तरं सर्वेषामपि आगमानां कर्ता श्री देवर्धिगणि क्षमाश्रमण एव जातः ।। અર્થાત્ - “શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, બારદુકાળીને લીધે ઘણા સાધુઓનો નાશ થયે અને અનેક બહુકૃતોનો વિચ્છેદ થયે, શ્રુતભક્તિથી પ્રેરાઈ ભાવી પ્રજાના ઉપકાર માટે શ્રી વીરાત્ ૯૮૦ વર્ષે શ્રી સંઘના આગ્રહથી તે કાળે બચેલા સાધુઓને વલભીપુરમાં બોલાવી તેઓના મુખથી અવશેષ રહેલ ઓછા વધતા, ત્રુટિત અને અત્રુટિત આગમના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy