SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગ્રંથોમાં નામોલ્લેખ કર્યો છે, જેમણે ભરૂચમાં બૌદ્ધોનો પરાજય કર્યો અને જેમણે નયચક્ર ગ્રંથની રચના કરી તે મલ્લવાદી જૂદા, અને જિનયશના ભાઈ તથા લઘુધર્મોત્તરના ગ્રંથ ઉપર ટિપ્પણ લખનાર મલ્લવાદી જુદા હતા. એક વિક્રમની પાંચમી સદીમાં અને બીજા દસમી સદીમાં થયા. જાઓ ટિ. ૧૨૨ (પ્ર. ચ. પ્રસ્તાવના). પ્ર. ચ. માં જણાવ્યું છે કે મલ્લવાદીએ નયચક્ર ઉપરાંત ૨૪000 શ્લોક પ્રમાણ પદ્મચરિત' નામક રામાયણની રચના કરી હતી. આ ઉપરાંત સન્મતિ પ્રકરણ ટીકા રચ્યાનો ઉલ્લેખ મળે છે અને તેઓનો સમય ઈ.સ. છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ છે એમ જિતેન્દ્ર બી. શાહ એમના લેખ ‘વાદીન્દ્ર મલવાદી ક્ષમાશ્રમણનો સમય' (નિગ્રંથ ૧)માં જણાવે છે. } ૧૦ જૈન સાધુઓના આચારમાં શિથિલતા આવી ને તેને પરિણામે કેટલાક જૈન સાધુઓ ચિત્યવાસી થયા. વીરાત્ ૮૮૨૧૨૬ (વિ.સં. ૪૧૨) પટ્ટાવલીઓ અને ભાષ્ય, ચૂર્ણિ આદિ આગમ સાહિત્ય પરથી જણાય છે કે વિક્રમની પાંચમી શતાબ્દિ સુધીમાં ચૈત્યવાસની સાર્વત્રિક પ્રવૃત્તિ થઈ ગઈ હતી અને તેની સાથેજ શિથિલાચાર પણ વધી રહ્યો હતો. (ક. વિ. પ્ર. ૨. પ્ર.) ૧૯૧. ચૈત્યવાસી સંબંધી થોડુંક કહીશું. મૂલમાર્ગ - ભ. શ્રી મહાવીરપ્રણીત આચાર માર્ગના તીવ્ર વિચારભેદને લીધે દિગંબરને શ્વેતામ્બર પક્ષ પડ્યા એ કહેવાઈ ગયું છે. ત્યાર બાદ કંઈક શિથિલતા પ્રવેશ પામતાં ચૈત્યવાસી સાધુઓના શિથિલતાપ્રદર્શક આચારવિધિઓના નિયમો થયા અને પ્રકટપણે તેનું “ચૈત્યવાસી નામ વીરાત્ ૮૮૨ કે ૮૮૪માં પડ્યું. તેવા નિયમોનું દિગ્દર્શન, ચૈત્યવાસ સામે પ્રબલ રીતે ઝૂઝનારા - સમર્થ સુધારક અને પ્રખર વિદ્વાન જૈનાચાર્ય હરિભદ્રસૂરિ સંબોધપ્રકરણ' નામના પોતાના ગ્રંથમાં સારી રીતે આપે છે :- “ચૈત્ય અને મઠમાં તેઓ વાસ કરે, પૂજા માટે આરતી કરે, જિનમંદિર અને શાળા (પૌષધશાળા-વ્યાખ્યાનમંદિર) ચણાવે, મંદિરના દ્રવ્ય (દેવદ્રવ્ય)નો સ્વજાત માટે ઉપયોગ કરે, શ્રાવકો પાસે શાસ્ત્રની સૂક્ષ્મ વાતો કહેવા-બતાવવાનો નિષેધ કરે, મુહૂર્ત કાઢી આપે, નિમિત્ત બતાવે, રંગેલાં સુગંધિત યા ધૂપિત વસ્ત્રો પહેરે, સ્ત્રીઓ સામે ગાય, સાધ્વીઓનું લાવેલું વાપરે, ધનનો સંચય કરે, કેશલોચ ન કરે, મિષ્ટાહાર મેળવે - તાંબૂલ ઘી દૂધ વગેરે તથા ફળફુલ અને સચિત્ત પાણી વાપરે, અનેક પાત્રાદિ જોડા વાહન વસ્ત્રો શય્યા રાખે, કેડ પર કારણ વગર કટિવસ્ત્ર રાખે, તેલ ચોળાવે, સ્ત્રીઓનો પ્રસંગ રાખે, મૃત ગુરુઓનાં દાહસ્થળો પર પીઠો ચણાવે, બલિ કરે, જિનપ્રતિમા વેચે, ગૃહસ્થોનું બહુમાન રાખે, સ્ત્રીઓ સમક્ષ વ્યાખ્યાન આપે, પૈસાથી નાનાં બાલકોને ચેલા કરે, વૈદું મંત્રાદિ કરે, અનેક ઉજમણાં કરે, સાધુઓની “પ્રતિમા” – વ્રતવિશેષ ન પાળે વગેરે વગેરે.”૧૨૭ આમ ચૈત્યવાસી સાધુઓ અમર્યાદ બની વધતા ગયા. ૧૨૬, શ્રી ધર્મસાગર પોતાની પટ્ટાવલીમાં વૌરનું 882 ઐતિઃ એમ જણાવે છે, - જાઓ જૈન તત્ત્વાદર્શ. પરંતુ વારસ વાસાદિ અહિં નિવુમમ્સ વીરસ્ય | નિપધરમઠ ગાવાનો પfપૂમો સાથીનેહિં || - ગાથાસહસી. ગા. ૯૮. પી. ૩, ૨૮૪. તેમાં વીરાત્ ૧૨૫૦ (વિ. સં. ૮૮૦) કહેલ છે. ૧ર૭. સંવિધ પ્રજર (પ્ર. અમદાવાદની જૈન ગ્રંથ પ્રકાશક સભા) જાઓ પૃ. ૧૩ થી ૧૮ કે જેમાં સ્ત્રધાર માં પાસત્યાદિ અનેક અવંદનિક મુનિઓનો ચિતાર આપ્યો છે. તેમાંથી થોડી ગાથાઓ અત્ર મૂકવામાં આવે છે : चेइयमढाइवासं प्यारंभाइ निच्चवासित्तं । देवाइदव्वभोगं जिणहरसालाइकरणं च ॥ ६१ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy