SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૮૬ થી ૧૮૯ આ. મત્સ્યવાદી, દ્વાદશાર નચક્ર ૯૫ ૧૮૮. “આજ કારણથી અનેકાન્તનું મહત્વ સ્થાપનારા અને તેનું સ્વરૂપ વર્ણવવા વાળા સેંકડો ગ્રંથો જૈન સાહિત્યમાં લખાયેલા છે. દશમાં સૈકા પછી લખાયેલ ગ્રંથોને બાદ કરીએ તો તે વિષયના બે મહાનું ગ્રંથો જૈન સાહિત્યમાં છે. એ બેમાં એક સિદ્ધસેન દિવાકર કૃત સન્મતિતર્ક (કે જેના વિષે અગાઉ કહેવાઈ ગયું છે) અને બીજો આ પ્રસ્તુત મલવાદી કૃત નયચક્ર. નયચક્રમાં તેના નામ પ્રમાણે મુખ્ય વિષય “નયનો છે અને સન્મતિમાં “નય' ઉપરાન્ત જ્ઞાન અને શેયનું પણ વર્ણન છે. સન્મતિ મૂળ પ્રાકૃતમાં છે ને નયચક્ર સંસ્કૃતમાં છે. સન્મતિ પર અભયદેવસૂરિકૃત સંસ્કૃત ટીકા છે કે જેના વિષે હવે પછી જોઈશું, અને નયચક્ર પર સંસ્કૃત ટીકા શ્રી સિંહ ક્ષમાશ્રમણની રચેલી છે. મૂલ અને ટીકાના રચનાર આ ચારે ધુરંધર વિદ્વાનોએ જૈન ન્યાયના વિકાસમાં અસાધારણ ફાળો આપ્યો છે. પ્રસ્તુત બે ગ્રન્થોમાં સન્મતિતર્ક મૂળ ઉપલબ્ધ છે જ્યારે નયચક્ર મૂળ ઉપલબ્ધ નથી, માત્ર તેની ટીકા સુલભ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ નષ્ટ ભ્રષ્ટ અને ખંડિતપ્રાય પ્રતિઓ પરથી નયચક્રનો છેલ્લો આદર્શ તૈયાર કર્યો હોય તેમ તેની કોઈ કોઈ પ્રતિમા મળતા છેલ્લા ઉલ્લેખથી દેખાય છે. છતાં તેની પણ શુદ્ધ પ્રત મળતી નથી. મૂળ નહીં, વિષય નયનો, ચર્ચા સૂમ, પદ્ધતિ વિવિધ ભાંગાવાળી, અને શાસ્ત્રાર્થો લાંબા તથા દાર્શનિક અને તે ઉપરાંત પુષ્કળ અશુદ્ધિ તેથી આ ગહન ગ્રંથના ઉદ્ધારનું કાર્ય ગહનતમ બન્યું છે. છતાં આવી સ્થિતિમાં પણ એ ગ્રંથ રચવાઈ રહ્યો છે એ માત્ર જૈન સાહિત્યનું જ નહિ પણ ભારતીય સાહિત્યનું સુદ્ધાં સદ્ભાગ્ય છે.” (સંપા. મુનિ જંબૂવિજયજી છે. આત્માનંદસભા અને સંપા. આ. લબ્ધિસૂરિજી પ્ર. નયચક્ર વિષે મુનિ જંબૂવિજયજીએ લખેલા લેખોની વિગત માટે જુઓ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” હી. ૨. કાપડિયા ભા. ૭, પૃ. ૬૪-૬૫૨૩ ૧૮૯. આ મલ્લવાદીએ બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિ કૃત સુપ્રસિદ્ધ ન્યાયબિન્દુ પર અન્ય બૌદ્ધાચાર્ય ધર્મોત્તર કૃત ટીકા પર ટિપ્પન નામે ધર્મોત્તર ટિપ્પન રચ્યું કહેવાય છે. આ આચાર્ય નયચક્ર ઉપરાંત સન્મતિતર્કવૃત્તિ આદિ રચેલ જણાય છે ને તેમનું ચરિત્ર પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, સમ્યકત્વસતિવૃત્તિ, પ્રબંધકોષ આદિમાં મળે છે. શ્રી હેમાચાર્ય પોતાના સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં તાર્કિક શિરોમણિ-ઉત્કૃષ્ઠ તાર્કિક કહી આ આચાર્યનો ઉલ્લેખ કરે છે.૨૪ આમનો સમય પ્રભાવક ચ.કાર વિ. સં. ૪૧૪નો આપે છે. પરંતુ ન્યાયબિંદુ-ટીકાકાર ધર્મોત્તરનો સમય પાશ્ચાત્ય વિદ્વાનો વિક્રમ સાતમી સદીમાં (સને ૮૩૭ લગભગ) મૂકે છે તે ગણત્રીએ આ ટિપ્પનકાર તેની પછીના સમયમાં વિદ્યમાન સંભવે.૨૫યાતો ટિપ્પનકાર મલ્યવાદી બીજા મલ્યવાદી હોવા ઘટે. આમ સત્તાસમય સંબંધી વિરોધ આવે છે તે પર વિચાર કરીને મુનિ શ્રી કલ્યાણવિજય જણાવે છે કે “જેમનો આચાર્ય હરિભદ્ર પોતાના ૧૨૩. પં. સુખલાલ અને પં. બહેચરદાસનો લેખ નામે “નયચક્ર'- “જૈનયુગ' ભાદ્રપદ સં. ૧૯૮૪. ૧૨૪. સપ્ટેડનૂપે ૨/૨/૩૯ / મનમધ્યવાહિનઃ તા : | - સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહત્ ટીકા. ૧૨૫. ડૉ. સતીશચંદ્રકૃત History of the Mediaval School of Indian Logic પૃ. ૩૪-૩૫. પંડિત લાલચંદજેસલમેર ભં. સૂચી. અપ્રસિદ્ધ ગ્રંથકૃત્ પરિચય પૃ. ૨૯; વે. નં. ૧૦૪૧-૪૨. ન્યાયબિન્દુ એ મૂળ બૌદ્ધ તાર્કિક દિડનાગના એક ગ્રંથ પર વાર્તિક છે. ધર્મોત્તર કૃત ન્યાયબિન્દુ ટીકા માટે જાઓ પી. ૩, ૩૩. મલ્લવાદિકૃત ધર્મોત્તરટિપ્પણની સં. ૧૨૩૧માં લખાયેલ તાડપત્રની પ્રત પાટણ ભંડારમાં છે. પી. ૫, પરિ. પૃ. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy