SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તત્ત્વાચાર્ય નામે થયા તે તપ તેજથી મોહજીપક હતા. આ કદાચ આચારાંગ અને સૂત્રકૃતાંગ સૂત્ર પર સંસ્કૃત વ્યાખ્યાઓ રચનાર શીલાંક અપરનામ તત્ત્વાદિત્ય સૂરિ હોય.૨૧ મલ્લવાદી. ૧૮૬. દંતકથા પ્રમાણે વલભીપુરમાં (હાલનું વળા-કાઠીઆવાડ) શીલાદિત્ય રાજા હતો તે બૌદ્ધ થયો હતો. પછી ધનેશ્વરસૂરિએ તેને જૈન કર્યો. આ સૂરિએ સં. ૪૭૭માં શત્રુંજય માહાભ્ય રચ્યું કહેવાય છે. અન્ય કથન પ્રમાણે (દ્વાદશાર) નયચક્રવાલ (કા. વડોદરા નં. ૨૮) નામના પ્રસિદ્ધ ન્યાય ગ્રંથના રચનાર મલ્યવાદી નામના “શ્વેતપટ ક્ષમાશ્રમણે” તે રાજાની સભામાં બૌધ્ધોને હરાવી સૌરાષ્ટ્રમાંથી દૂર કર્યા-૧૨ વીરાત્ ૮૮૪ (વિ. સં. ૪૧૪). ૧૮૭. નયચક્રવાલ-ટુંકમાં નયચક્ર એ જૈનન્યાયનો ગ્રંથ છે. “ન્યાયમાં તો જૈન સાહિત્ય લગભગ બધું સંસ્કૃતમાં જ લખાયેલું છે. જૈન ન્યાયની વિશેષતા એના અનેકાન્તદર્શનમાં છે. અનેકાન્તદર્શન એટલે નય અને પ્રમાણોનો મેળ. જૈનેતર દર્શનોમાં ચર્ચાયેલી જ વસ્તુ જ્યારે જૈનદર્શન ચર્ચે છે ત્યારે તે ચર્ચામાં ફક્ત મુખ્ય વિશેષતા અનેકાન્ત દૃષ્ટિની જ હોય છે. એજ વસ્તુને જ્યારે નય અને પ્રમાણથી એટલે એક દૃષ્ટિબિંદુથી તેમજ અનેક દૃષ્ટિબિંદુઓથી વિચારવામાં આવે છે, ત્યારે તે જૈનદર્શનની કસોટીમાં ઉતરી તેને માન્ય થાય છે. વિષય ગમે તે હોય પણ તેને જોવા અને વિચારવાની પદ્ધતિ જૈનદર્શનમાં એક છે અને તે પદ્ધતિ અનેકાન્તવાદની. આ કારણથી અનેકાન્ત જ જૈનતત્વનો આત્મા છે. “કઈ વસ્તુ માનવી, કઈ ન માનવી, માનવી તો કેવા રૂપમાં માનવી, દેશકાળ પરત્વે કયા અંશમાં પરિવર્તન કરવું અને કયા અંશમાં ન કરવું એ બધું જ અનેકાન્ત દૃષ્ટિએ વિચારાય તો તે જૈન પ્રકાર. ૧૨૧. તત્ત્વાચાર્ય અને તત્ત્વાદિય એ નામોમાં સામ્ય છે. શીલાંક એ ઉપનામ છે, ને તેમાં રહેલ શીલ તે તપતેજથી મોહજીપક પ્રકટગણ અને આદિત્ય સમાન એ વિશેષણ તત્ત્વાચાર્ય માટે કવલયમ પરથી બંને એક હોવા સંભવ છે. છતાં આચારાંગ સૂત્રની ટીકામાં આપેલા રચના સંવનો જ્યાં સુધી સ્પષ્ટ નિર્ણય ન થાય ત્યાં સુધી આ વિચારની ચોક્કસાઈ થઈ શકે તેમ નથી. આ તત્ત્વાચાર્યના શિષ્ય ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા રચી તે સંબંધી હવે પછી કહેવામાં આવ્યું છે. –જિ. નો ઉક્ત લેખ. વિક્રમાદિત્ય તે હિંદુ, શીલાદિત્ય તે બૌદ્ધ, ધર્માદિત્ય તે જૈન, એમ નામ પડ્યાં લાગે છે એવો છે. સુખલાલનો મત છે. १२२. श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते । जिग्ये स मल्लवादी बौद्धांस्तद् व्यन्तरांश्चापि ॥ -vમ. . પૃ. ૭૪. મલ્લવાદીની જીતનો આ વીરસંવત્ બરાબર છે, કારણ કે આ પ્રસિદ્ધ મલવાદીનો ઉલ્લેખ વિક્રમના આઠમાં શતકના પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની કૃતિ અનેકાન્તજયપતાકામાં અનેક સ્થળે કરે છે, ને ધર્મોત્તરના ન્યાયબિંદુ પર ટિપ્પણ રચનાર મલવાદી, ધર્મોત્તર સં. ૯૦૪ આસપાસ થયા ગણાય છે તેથી તેનો સમય દશમી સદીમાં મૂકી શકાય ને તે વીરાત્ ૮૮૪માં થયેલ પ્રસિદ્ધ મલ્લવાદીથી અન્ય માનવા જોઈએ, ને ત્રીજા મલ્યવાદી (ટિ. ૩૯૫) તેરમી સદીમાં થયા કે જેમની કવિતાની પ્રશંસા મંત્રી વસ્તુપાલ જેવા વિદ્વાને કરી હતી. (મુનિ ક. વિ. પ્ર. ચ. પ્ર.) [‘દિગંબર પરંપરામાં પણ એક મલ્લવાદી થયા છે. જિતેન્દ્ર બી. શાહ “વાદીન્દ્ર મલવાદિનો સમય” નિગ્રંથ ૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy