SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૮૧ થી ૧૮૫ ગુપ્તવંશના જૈનાચાર્ય ૯૩ થયા કે જેને ગુપ્તવંશના રાજર્ષિć તરીકે તેમજ ત્રિપુરુષ-ચરિત્રના કર્તા તરીકે કુવલયમાલાકારે જણાવ્યા છે તે ઉપરોક્ત હરિગુપ્તના શિષ્ય ‘મહાકવિ’ દેવગુપ્ત હોય. ૧૮૪. આચાર્ય હરિગુપ્તના પ્રશિષ્ય અને દેવગુપ્તના શિષ્ય શિવચંદ ગણિ મહત્તર પંજાબમાંથી નીકળી તીર્થ યાત્રાના નિમિત્તે ફરતા ફરતા છેવટે ભિન્નમાલ નગ૨માં૧૧૯ સ્થિર થઈ રહ્યા હતા. શિવચંદ્રગણિના શિષ્ય યક્ષદત્તગણિ થયા અને તેમના અનેક પ્રભાવશાલી શિષ્યોએ ગૂર્જર દેશમાં ઠામ ઠામ જૈનમંદિરો કરાવરાવી એ દેશને રમ્ય બનાવ્યો હતો (કુવલયમાલા પ્રશસ્તિ). આ ઉલ્લેખ જૈન મંદિરોના ઈતિહાસની દૃષ્ટિએ ઘણો અગત્યનો છે. જૈનોના સાંપ્રદાયિક ઈતિહાસમાં ચૈત્યવાસ વિષેની જે હકીકત નોંધાયેલી મળી આવે છે તેના વિષે આ ઉલ્લેખ ઘણો સૂચક છે, તેમજ સાતમા સૈકામાં ગૂજરાતમાં જૈન તીર્થો વિદ્યમાન હતા, અને તેમની યાત્રાર્થે દૂરદૂરથી જૈનો ગૂર્જર દેશમાં આવતા હતા એ બાબત પણ આ નોંધથી સ્પષ્ટ થાય છે. (જિનવિજયનો કુવલયમાલા પરનો લેખ.) ૧૮૫. ઉક્ત યક્ષદત્ત ગણિના એક શિષ્ય વડેશ્વર (વટેશ્વર) ક્ષમાશ્રમણ હતા જેમણે આગાસવપ્પ (આકાશવપ્ર) નગરમાં જૈન મંદિર બંધાવરાવ્યું. (કુવલયમાલા પ્રશસ્તિ). ઉક્ત વડેસરના શિષ્ય ૧૧૮. ગુપ્તવંશના આ દેવગુપ્ત તે કદાચ બાણભટ્ટે હર્ષચરિત્રમાં જણાવેલા સ્થાપ્વીશ્વર હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીના પતિ જે કનોજનો સ્વામી ગ્રહવમાં હતો તેનો ઉચ્છેદ કરનાર માલવાનો રાજા દેવગુપ્ત હોઈ શકે. આ માલપતિ દેવગુપ્ત ગુપ્તવંશીય હતો. એમ બીજા પુરાવાથી ઠરાવાય છે. (વૈદ્યકૃત મધ્યયુગીન ભારત ભાગ ૧ પૃ. ૧૮) કનોજ પર તેણે કરેલા આક્રમણનો બદલો લેવા માટે તેના પર હર્ષવર્ધનના મોટા ભાઈ રાજ્યવર્ધને ચઢાઈ કરી અને તેમાં તે દેવગુપ્તની હાર થઈ હતી. આના પરિણામે તેણે પોતાનું રાજ્ય અને કુટુંબ છોડી પોતાના જ સજાતીય અને પ્રભાવશાલી વૃદ્ધ આચાર્ય હરિગુપ્ત પાસે જૈનદીક્ષા લીધી હોય તે બનવા જોગ છે. યુદ્ધમાં પરાજય પામેલા રાજાઓ માટે દેહનાશ કે સંન્યાસ એ બેજ શરણભૂત હોવાની માન્યતા આપણા સાહિત્યમાં સુપ્રસિદ્ધજ છે. —જિનવિજયનો કુવલયમાલા પરનો લેખ. ૧૧૯. આ ભિનમાલ તે પ્રાચીન ગૂર્જરદેશની મૂળ રાજધાની તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે અને એનું બીજું નામ શ્રીમાલ છે. મધ્યકાલીન જૈન ઈતિહાસનો આ ભિનમાલ સાથે ધણો સંબંધ રહેલો છે. હાલની જે જૈન જાતિઓ રાજપૂતના પશ્ચિમ ભારત અને પંજાબ તથા સંયુક્ત પ્રાંતમાં વસે છે તે બધાનું મૂળ ઉત્પત્તિસ્થાન એ ભિનમાલ છે. મધ્યકાલીન ભારતના રાજપૂત રાજવંશો જે પ્રદેશમાં અને જે સમયમાં ઉદ્ભવ પામે છે તેજ પ્રદેશમાં અને તેજ સમયમાં એ જૈન જાતિઓનો પણ પ્રાદુર્ભાવ થાય છે, એથી જૈનધર્માનુયાયી શ્રીમાલ, પોરવાડ, અને ઓસવાલ વગેરે જૈન જાતિઓના મૂળ પુરુષોનો સંબંધ રાજપૂત ક્ષત્રિઓ સાથે હોવાનું જે કહેવામાં આવે છે તેમાં ઘણું તથ્ય સમાએલું છે. ૧૨૦. ‘ આ નગર તે હાલનું વડનગર - જેનું પ્રાચીન નામ આનંદપુર છે - હોય કારણકે જેનું વપ્ર (કોટ) આકાશ છે એટલે જે કોટ વગરનું નગર છે તે આકાશ વપ્ર, એવો અર્થ થાય. પ્રાચીન કાળમાં કોટ વગરનાં નગરો ભાગ્યે જ થતાં. આનંદપુર આમાંનું જ હતું. એ પુરને ફરતો કિલ્લો પાટણના રાજા કુમારપાળે સં. ૧૨૦૮ માં જ પ્રથમ બંધાવ્યો હતો તેથી હું અનુમાનું છું કે પ્રસ્તુત આકાશવપ્ર એ આનંદપુર જ હશે.' શ્રીજિનવિજયનો કુવલયમાલા પરનો લેખ, આ સંબંધમાં મુનિ કલ્યાણવિજય પૂછતાં મને તા. ૩૦-૧૧-૨૮ના પત્રથી જણાવે છે કે ‘કુવલયમાલાનું’ ‘આગાસવપ્પ’ નગર તે વડનગર કે આનંદપુર નહિં પણ મારવાડ અને સિન્ધની સરહદમાં આવેલ ‘અમરકોટ' છે એમ મેં નિશ્ચય કર્યો છે. કુવલયમાલાની રચના મારવાડના જાવાલિપુર (જાલોર)માં થયેલી છે, તેમાં ભિલ્લમાલ નગરનો ઉલ્લેખ પણ છે અને ત્યાંજ ‘આગાસવપ્પ' નગરનો પણ ઉલ્લેખ છે. ‘આકાશવપ્ર' એ ‘અમ્બરકોટ્ટ'નો પર્યાય છે અને ‘અમકોટ’ એ ‘અમ્બરકોટ્ટ’નો અપભ્રંશ છે. ભિલ્લમાલ, જાલોર, થરાદની માફક જ અમરકોટ પણ એક અતિ પ્રાચીન સ્થળ છે. પંજાબથી વટેશ્વર અથવા એમના પૂર્વજો અમરકોટમાં આવીને વસ્યા અને તે પછી એમનો પરિવાર જાલોર ભિલ્લમાલ થરાદ વિગેરેમાં પ્રસર્યો હતો.’’ આ અભિપ્રાય શ્રી કલ્યાણવિજય મુનિનો અભિપ્રાય વધુ વિશ્વસનીય જણાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy