SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૮૧. ગુપ્ત સમયમાં જૈન ધર્મની શી સ્થિતિ હતી તે જાણવાનું કશું સાધન હજા પ્રકાશમાં આવ્યું નથી સિવાય કે તે સમયે આગમો પર રચાયેલ ભાખ્યો અને ચૂર્ણિઓનો હતો એટલું જણાય છે. ભારતના એ સુવર્ણયુગમાં જૈન ધર્મ કેવા જીવને જીવતો હતો તેની કલ્પના કરવા પૂરતુંયે કોઈ સામયિક પ્રમાણ દૃષ્ટિગોચર થતું નથી, ૧૮૨. વિક્રમની છઠ્ઠી ને સાતમી સદીમાં થયેલા પોતાના પૂર્વજ આચાર્યો સંબંધી નવમા શતકની આદિમાં થયેલા કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિ જે કંઈ તેની પ્રશસ્તિમાં૧૧૬ જણાવે છે તે સદી માટે ઉપયોગી ગણાશે. ૧૮૩. ગુપ્ત વંશના એક જૈનાચાર્ય નામે હરિગુપ્ત તે ગુપ્ત સમ્રાટને વિચલિત કરનાર તોરમાણહુણ સમ્રાટુ તોરમાણના ગુરુ હતા. તોરમાણ વિક્રમ છઠી સદીમાં થયો. એક દેવગુપ્ત નામના જૈનાચાર્ય ૧૧૬. તે પ્રશસ્તિમાં પોતાના પૂર્વજનો પરિચય તેમણે આ પ્રમાણે આપ્યો છે કે – ઉત્તરાપથમાં ચંદ્રભાગા નદી જ્યાં વહે છે તે પવઈયા (પાર્વતિકા) પુરી નામની સમૃદ્ધિશાલી નગરી તોરરાજની રાજધાની હતી. તોરરાજના ગુરુ ગુપ્તવંશીય હરિગુપ્ત આચાર્યે ત્યાં નિવેશ કર્યો હતો. તેમના શિષ્ય મહાકવિ દેવગુપ્ત(તેમના) “મહત્તર' પદ ધારક શિવચંદ્ર જિનવંદનાર્થે ભમતા ભમતા ક્રમે ભિલ્લમાલ નગરમાં સ્થિતિ કરી. તેમના શિષ્ય યક્ષદત્ત ગણિ નામના ક્ષમાશ્રમણ મહાત્મા યશ:શાલી થયા. તેમના પુષ્કળ શિષ્યો તપવીર્ય-વચન-લબ્ધિસંપન્ન થયા કે જેમણે ગૂર્જર દેશને દેવગૃહોથી રમ્ય બનાવ્યો. તે પૈકી નાગ, વૃદ, મમ્મટ, દુર્ગ, આચાર્ય અગ્નિશર્મા, અને છઠ્ઠા વટેશ્વર મુખ્ય હતા. વટેશ્વરે આકાશવપ્ર (?) નામના નગરમાં એક રમ્ય જિનમંદિર બંધાવ્યું કે જેના મુખ દર્શનથી ક્રોધ પામેલો શાંત થઈ જાય. તેમના અંતિમ શિષ્ય દાક્ષિણ્ય ચિન્હ (ઉપનામવાળા) ઉદ્યોતન સૂરિએ હી દેવીએ આપેલ દર્શનના ભાવથી વિલસીને કવલયમાલા કથા રચી. આચાર્ય વીરભદ્ર અને હરિભદ્ર તેમના વિદ્યાગુરુ હતા.' (આમાંથી) ગુજરાતમાં પ્રસરેલા જૈન ધર્મના પ્રારંભિક ઈતિહાસ પર પ્રકાશ પડે છે - અણહિલપુરના શાસનકાળમાં ઉત્કર્ષ પામેલો જૈન ધર્મ, મૂળ કઈ બાજુએથી તળ ગુજરાતમાં પ્રવિષ્ટ થયો અને કયા આચાર્યના સંયમબળે ગૂર્જરભૂમિ જૈન મંદિરોથી મંડિત થઈ એ વિષયનો કેટલોક ખુલાસો આમાંથી મળી આવે છે. જૈન ધર્મ પાળનારી બધી વૈશ્ય જાતિઓઓસવાલ, પોરવાડ, શ્રીમાલ, વગેરેનું મૂળસ્થાન ભિન્નમાલ કેમ છે અથવા ભિન્નમાલથી નીકળેલી એ જાતિઓએ શા કારણથી જૈન ધર્મનો સ્વીકાર કર્યો – એ બહુ મહત્ત્વના પ્રશ્નના ઉકેલની દિશા પણ આમાંથી સુઝી આવે તેમ છે. ઉલ્લેખેલ તોરમાણ રરાય તે હુણોનો પ્રબળ નેતા-હણ સમ્રાટ કે જેણે ગુપ્ત સામ્રાજ્યને તોડ્યું. અને માલવભૂમિને વિ. સં. પ૬૬માં જીતી, તે છે. તેના પુત્ર મહાવીર મિહિરકુલની રાજધાની સાકલ (પંજાબનું સિયાલકોટ) હતું. પબૂઇયા (સં. પાર્વતિકા કે પાર્વતી) નગરી યવનચંગની Polafato નામનું પંજાબનું પાટનગર કદાચ હોય; ચંદ્રભાગા તે પંજાબની ચંદ્રભાગા-ચીનાબ નદી. ૧૧૭. કનિંગહામ સાહેબને સને ૧૯૮૪માં અહિચ્છત્રમાંથી એક તાંબાનો સિક્કો મળી આવ્યો હતો જેની એક બાજાએ પુષ્પસહિત કળશ છે અને બીજી બાજુએ શ્રી માર્ગ હરિ!ાત આવું વાક્ય આલેખેલું છે. તેનો સમય વિક્રમ ૬ઠા સૈકાનો ઠરે છે. અક્ષરોની આકૃતિ પરથી અને નામની સરખામણી ઉપરથી આ શિક્કો કોઈ ગુપ્તવંશી રાજાનો જ હોવો જોઈએ. શિક્કા પાછળની મૂર્તિ પરથી જે રાજાનો હોય તેની ધાર્મિક ભાવના જણાય છે. યાજ્ઞિક-વૈદિક ધર્માનુયાયી રાજાના શિક્કાપર યજ્ઞીય અશ્વની, વિષ્ણુભક્તના પર લક્ષ્મીની, શિવભક્તના પર વૃષભની, બૌદ્ધના પર ચેત્યની આકૃતિ: એમ ધર્મભાવના પ્રમાણે આકૃત્તિઓ અંકિત કરવામાં આવેલી મનાય છે. તે ઉક્ત હરિગુપ્તના શિક્કાપરની કલશની આકૃતિ તે જૈનધર્માનુયાયી હોય એમ પુરવાર થાય, કારણકે પુષ્પ સહિત કલશ એ જૈનોમાં સુપ્રસિદ્ધ કુંભકલશ સંભવે છે. જૈનોએ કુંભકલેશને એક માંગલિક વસ્તુ ગણેલી છે; અને દરેક મંગલકાર્યમાં શુભ ચિહ્ન તરીકે તેનું મુખ્યપણે આલેખન કરવામાં આવે છે. મથુરામાંથી મળી આવેલા કુશણ સમયના જૈન સ્થાપત્યાવશેષમાં આ કુંભકલશની આકૃતિઓ મળી આવે છે, અને જનાં હસ્તલિખિત પસ્તકોમાંયે એ અનેક રીતે ઉપલબ્ધ થાય છે - જિનવિજયનો કુવલયમાલાપરનો લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy