SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૭૬ થી ૧૮૦ શ્વેતાંબર - દિગંબર શાખાઓ ૮૯ (વિ. સં. ૨૩૯) માં અને દિગમ્બરોની માન્યતા પ્રમાણે વિ. સં. ૧૩૬માં દિગંબરો અને શ્વેતાંબરો એમ બે પક્ષ પડ્યા. પક્ષાપક્ષીમાં વધારો થતો ગયો. દિગંબરો અને શ્વેતાંબરો એકજ પિતાના પુત્રો સ્વસ્વમત (નગ્રવાદ ને વસ્ત્રવાદ વગેરે) લઈ શબ્દા-શબ્દીના વાદોમાં ઉતરી મૂળ તાત્ત્વિક વાતના ભુલાવામાં પડી એક બીજાનું બળ તોડવા લાગ્યા. ઉત્તરમાંથી દિગંબરો મુખ્ય ભાગે દક્ષિણ દેશમાં ઉતર્યા, અને તેમનું મૌલિક સાહિત્ય પ્રધાનપણે આચાર્ય કુંદકુંદ, સમતભદ્ર વગેરેથી ત્યાંજ ઉત્પન્ન થઈ પોષાયું-વધ્યું; અને શ્વેતામ્બરો મુખ્ય ભાગે ઉત્તરહિંદ, પશ્ચિમ દેશમાં - રાજપુતાના, ગૂજરાત, અને સૌરાષ્ટ્રમાં ઉતર્યા. ઉત્તર કરતાં પશ્ચિમ હિંદમાં શ્વેતામ્બર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લા લગભગ પંદરસો વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠીઆવાડમાં અને ગુજરાતમાં લખાયું ને વિકસિત થયું. દિગંબર સાહિત્ય દક્ષિણ હિન્દમાં રચાયું અને વિકસ્યું. ૧૭૭. વિક્રમ બીજા સૈકામાં સમતભદ્ર નામના સમર્થ જૈનાચાર્ય આમીમાંસા નામનો મહાન ગ્રંથ રચ્યો ને પોતે વનવાસ સેવતાં વનવાસી કહેવાયા. પછી બૌદ્ધાચાર્યોએ અનેક રાજાઓને પ્રતિબોધી બૌદ્ધધર્મી કર્યા, સૌરાષ્ટ્ર વગેરે દેશમાં સર્વ તીર્થોને સ્વાધીન લીધાં ને બૌદ્ધ પ્રતિમાઓ બેસાડવામાં આવી. હજા પણ તળાજા વગેરેના પર્વતોમાંની ગુફાઓ બૌદ્ધત્વની સાક્ષી પુરે છે. ૧૭૮. ઉપરોક્ત દિગંબર અને શ્વેતામ્બર બંને શાખાઓના શરુઆતના ગ્રંથો જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે તેની નિરૂપણપદ્ધતિ માત્ર સિદ્ધાંતરૂપે હતી. તત્ત્વજ્ઞાન હોય કે આચાર હોય-બંનેનું નિરૂપણ ઉપનિષદ્ જેવી સરળ પ્રાચીન પદ્ધતિએ થતું. વૈદિક દર્શનોમાં ન્યાયદર્શને વિશિષ્ટ સ્થાન અને વિકપ્રિયતા મેળવ્યા પછી જૈન સાહિત્યમાં પણ નવો યુગ દાખલ થયો. ન્યાયદર્શનની તર્ક પદ્ધતિનો પ્રભાવ બૌદ્ધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો. બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બંનેની મિશ્રિત અસર જૈન વાડ્મય ઉપર પણ થઈ, તેથી જૈનાચાર્યો પણ બૌદ્ધાચાર્યોની પેઠે પોતાની આગમ-સિદ્ધાંતની (પ્રાકૃત) ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથો રચવા લાગ્યા. ૧૭૯. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કોઈ ખાસ પ્રમાણ નથી; પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સામ્રાજ્ય હતું. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તર્કપદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર શ્વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય, એ કહેવું કઠણ છે; પણ એમ કહી શકાય છે કે બંને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. ૧૮૦. જૈન ન્યાયશાસ્ત્રનો પહેલો યુગ - વિક્રમના પાંચમાં સૈકા સુધીનો ગણતાં તે “બીજારોપણ' યુગમાં “દિગંબર સાહિત્યમાં તર્કપદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમન્તભદ્ર અને શ્વેતાંભર સાહિત્યમાં તર્કપદ્ધતિની બલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બંનેના સમયની ઉત્તરસીમા ઈ. સ. પાંચમાં સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વસીમ લગભગ ઈ. સ.ના આરંભ પહેલાં નિર્દિષ્ટ કરી શકાય તેમ નથી. એમ કહેવાય છે કે સમંતભદ્ર તત્ત્વાર્થ પર ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું કે જેનું આદિ મંગલ હાલ ઉપલબ્ધ આતમીમાંસા-દેવાગમ સ્તોત્ર છે. બાકીનું મળતું નથી. આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy