SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ જણાવવામાં આવે છે કે - “બાર વર્ષનો ભયંકર દુકાળ પડ્યે સાધુઓ અન્નને માટે જુદે જુદે સ્થલે હીંડતા-ફરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા, એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું અને જ્યારે ફરી વાર સુકાળ થયો, ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુસમુદાય ભેગો કરી છે જેને સાંભર્યું તે બધું" કાલિક શ્રુત સંઘટિત કર્યું.” આ દુકાળે તો માંડ માંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધાર શૂરસેન ૧૭ દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયું હોવું સંભવિત છે. આ મથુરા સંઘમાં થયેલ સંકલનને માથુરી વાચના' કહેવામાં આવે છે. મુનિ કલ્યાણવિજય કહે છે કે આ વાચના વીરા ૮૨૭ અને ૮૪૦ની વચ્ચેના કોઈ વર્ષમાં યુગપ્રધાન આચાર્ય સ્કંદિલસૂરિની પ્રમુખતામાં મથુરા નગરીમાં થઈ હતી. તેથી તેને “માથુરી વાચના' - કહેવામાં આવી છે. તે સૂરિ વિદ્યાધર આમ્નાયના ને પાદલિપ્ત સૂરિની પરંપરાના સ્થવિર હતા. જે રીતે ભદ્રબાહુસ્વામિના સમયમાં દુર્ભિક્ષના કારણે શ્રુતપરંપરા છિન્નભિન્ન થઈ ગઈ હતી તે રીતે આચાર્ય સ્કંદિલના સમયમાં પણ દુષ્કાળને કારણે આગમથુત અવ્યવસ્થિત થઈ ગયું હતું; કેટલાક શ્રુતધર સ્થવિર પરલોકવાસી થયા હતા, વિદ્યમાન શ્રમણગણમાં પણ પઠન-પાઠનની પ્રવૃત્તિઓ બંધ થતી જતી હતી. આ સમયે તે પ્રદેશમાં આચાર્ય સ્કંદિલ જ એક વિશેષ શ્રુતધર રહેવા પામ્યા હતા. દુર્ભિક્ષનું સંકટ દૂર થતાં જ તેમની પ્રમુખતામાં મથુરામાં શ્વેતામ્બર શ્રમણ સંઘ એકત્ર થયો અને આગમોને વ્યવસ્થિત કરવામાં પ્રયતવાનું થયો. જેને જે આગમસૂત્ર યા તેના ખંડ યાદ હતાં તે લખી લેવામાં આવ્યાં. આ રીતે આગમ અને તેનો અનુયોગ લખીને વ્યવસ્થિત કર્યા બાદ સ્થવિર સ્કંદિલજીએ તે અનુસાર સાધુઓને વાચના આપી. તે કારણથી તે વાચના “સ્કાદિલી વાચના' નામથી પણ પ્રસિદ્ધ છે. ૧૭૬. આ સમય લગભગ એટલે વીરાતું ૫-૬ સૈકા પછી શ્વેતામ્બર મત પ્રમાણે વીરાત્ ૬૦૯૪ ૧૧૧. જિનદાસ મહત્તરકૃત નંદિચૂર્ણિમાં ‘વરસ સંવરિ મહંતે દુન્મિત્તે ત્રેિ મત્તા મUTUળતો હિંડયાળ गहणगुणणणुप्पेहाभावाओ विप्पणढे सुत्ते, पुणो सुब्भिक्खे काले जाए महुराए महंते साधुसमुदए खंदिलायरियप्पमुहसंघेण નો એ સંમર ત્તિ રૂંવ ખંડિયે નિયસુર્ય | ગઠ્ઠા વુિં મારી તન્હા માહુરી વાય મારૂ ' વગેરે. તેજ પ્રમાણે હરિભદ્રસૂરિકૃત નંદી ટીકામાં છે, તથા મલયગિરિકૃત નંદી ટીકા પૃ. ૫૧ આ. સમિતિમાં છે. આ સ્કંદિલાચાર્ય પછી હિમવત્ નાગાર્જુન, ભૂતદિત્ર, લોહિત્ય, દૂષ્યગણિ અને દેવવાચક (નંદીસૂત્ર કર્તા) અનુક્રમે આવે છે. ૧૧૨. કાલિકશ્રુત માટે જાઓ નંદિસૂત્ર. ૧૧૩. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર-આર્યદેશ વિચાર, ११४. छव्वाससयाई नवुत्तराई तइया सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिठ्ठी रहवीरपुरे समुप्पण्णा ॥१४५ ॥ रहवीरपुरं नयरं दीवगमुजाण अज्जकण्हे य । सिवभूइस्सुवहिंमिं य पुच्छा थेराण कहणा य ॥ १४६ ॥ मू. भा. -(શ્રી) વીર સિદ્ધિ પ્રાપ્ત થયા પછી ૬૦૯ વર્ષે બોટિકોની દૃષ્ટિ (દિગંબર મત) ઉત્પન્ન થઈ. રથવીરપુર (નામનું નગર) તેમાં દીપક (નામનું ઉદ્યાન) ત્યાં આર્યકૃષ્ણ (નામના આચાર્ય આવ્યા.) તેમને શિવભૂતિ (તે મત કાઢનાર) શિષ્ય સુવિધિથી પૂછ્યું, તે સ્થવિર (ગુરુ) એ કહ્યું. (વગેરે ઉત્પત્તિની વાત આગળ આવે છે) –હરિભદ્રસૂરિકૃત આવશ્યકસૂત્ર બૃહદ્રવૃત્તિ . ૩૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy