SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૭ પારા ૧૭૩ થી ૧૭૫ વજસ્વામિ, આર્યરક્ષિતસૂરિ અનુયોગ પૃથકત્વનો થયો. વજસ્વામી પર્યન્ત ધર્મકથાનુયોગ, ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ-એ ચારે અનુયોગો સાથે જ ચાલતા હતા; પણ અધ્યાપક વિધ્યની પ્રાર્થનાથી આર્ય રક્ષિતે આ ચારે અનુયોગો જૂદા કર્યા કે જે આજ સુધી તેવીજ રીતે જૂદા છે. [જુઓ પારા ૯૨]. આ બધાં પરિવર્તન જેવાં તેવાં નથી. આ પરિવર્તનો જબરદસ્ત સંયોગોમાં કરવાં પડ્યાં હશે અને એ ઉપરથી તત્કાલીન પરિસ્થિતિ કેવી હશે તે જાણવું મુશ્કેલ નથી. ખરું જોતાં આર્ય રક્ષિત એક યુગપ્રવર્તક પુરુષ હતા. પ્રાચીન શ્રમણ-સંસ્કૃતિનો હ્રાસ અને નવીન આચારપદ્ધતિનો પ્રારંભ આર્ય રક્ષિતના શાસનકાલમાં જ થવા માંડ્યો હતો એમ કહેવામાં ભાગ્યે જ વાંધા જેવું હોય. આર્ય રક્ષિતનું મુખ્ય વિહારક્ષેત્ર માલવદેશ હતું અને એ ઉપરાન્ત તેઓ મથુરા તરફ તેમજ મધ્ય હિંદુસ્થાનના બીજા દેશોમાં પણ વિચર્યા હતાં.” (મુનિશ્રી કલ્યાણવિજયજી-પ્ર. ચ. પ્ર) ૧૭૪. વિ. સં. ની બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાલા જૈન સ્તૂપથી તથા ત્યાંના કેટલાંક બીજા સ્થાનોથી મળેલા પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી સ્પષ્ટ જણાય છે કે તે સમયે પણ ત્યાં ત્યાં જૈન ધર્મનો સારો પ્રસાર હતો, એટલું જ નહિ પરંતુ મથુરા જૈનોનું એક કેન્દ્રસ્થાન હતું. અહંતુ વર્ધમાનનું એક નાનું મંદિર બંધાવ્યાનો તેમાં લેખ છે, ઉપરાંત કેટલાક આચાર્યોના ગણ, શાખા વગેરેનો ઉલ્લેખ છે. આ આચાર્યોનાં નામ, ગણ શાખા વગેરે શ્વેતાંબર કલ્પસૂત્રમાં જે આપેલ છે તેની સાથે મળતાં આવે છે તેથી તે શ્વેતાંબર સિદ્ધ થાય છે. ૦૮ મથુરાસંઘ-પરિષદ્ર जेसि इमो अणुओगो पयरइ अज्जावि अड्ड-भरहम्मि । बहुनयरनिग्गयजसे ते वंदे खंदिलायरिए ॥ -नंदीसूत्रं गाथा ३३ - જેનો અનુયોગ અદ્યાપિ અધ ભરત (ક્ષેત્રોમાં પ્રવર્તે છે - પ્રચલિત છે અને જેનો યશ બહુ નગરોમાં પ્રસિદ્ધ છે-વ્યાપી રહ્યો છે તે અન્ટિલાચાર્યને હું વંદુ છું. ૧૭૫ અગાઉ જણાવેલ પાટલિપુત્ર સંઘ-પરિષદ્ધાં જૈન સૂત્રો-આગમોને બને તેટલા સંકલિત કરવામાં આવ્યા હતાં, છતાં તે શ્રુતિની છિન્નભિન્નતા ઉત્તરોત્તર વધતી ગઈ-એટલે ત્યાર પછી, વીર નિર્વાણથી છઠ્ઠા સૈકામાં - પાટલિપુત્ર પરિષથી લગભગ ચારસે વર્ષે - આર્ય શ્રી સ્કંદિલઅને વજ૫૦ સ્વામિની નિકટના સમયમાં એક બીજી ભીષણ બારદુકાળી આવી. તે હકીક્તનું વર્ણન આપતાં ૧૦૮. ખરો અર્થ કરી આ લેખોને જૈન બતાવનાર ડૉ. ભગવાનલાલ ઈદ્રજી હતા. આ માટે જુઓ જર્મનમાં ડૉ. બુલરનો મૂળ ગ્રંથ અને તેનો ડૉ. બર્જેસે કરેલ અંગ્રેજી અનુવાદ 'On the Indian Sect of the Jainas' પૃ. ૪૧-૪૪ અને પરિશિષ્ટ પૃ. ૪૮ થી ૬૦; Archaeological Survey Reports Vol. ||L plates 13-15; Smith's Mathura Antiquities. આ છેલ્લા પુસ્તકમાં એક જૈન મૂર્તિ અને નીચે બે શ્રાવક તથા ત્રણ શ્રાવિકાઓની ઉભી મૂર્તિઓ છે. આ ત્રણે સ્ત્રીઓએ લેંઘા પહેરેલા છે. આ પરથી તે વખતનો પોશાક કેવો હતો તે જણાય છે. ૧૦૯-૧૧૦ જુઓ મેરૂતુંગ સૂરિની વિચાર શ્રેણી. (ટિ. ૩૭-૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy