SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પાર ૧૭૩ વજ્રસ્વામિ ૮૫ વજ્રસ્વામીનો જન્મ માલવ દેશમાં વૈશ્યકુલમાં જૈન કુટુંબમાં થયો હતો. પૂર્વ જન્મના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમને ત્રણ વર્ષની વયમાં દીક્ષા આપી, સાધ્વીઓના ઉપાશ્રયમાં જ રાખ્યા હતા ને આઠ વર્ષના થતાં સાધુઓએ પોતાના સમૂહમાં લીધા ને તેમની સાથે વિચરવા લાગ્યા એટલે ગૃહસ્થાવસ્થામાં ૮ વર્ષ તેમના ગણેલ છે. ૪૪ વર્ષ શ્રમણ તરીકે ૩૬ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા ને ૮૮ વર્ષે સ્વર્ગસ્થ થયા. યુગપ્રધાનપદ આ રીતે વીરાત્ ૫૪૮ (વિ.સં.૭૮) થી ૫૮૪ (વિ.સં.૧૧૪) સુધી રહ્યું. તેમનો સમય સંયમપ્રધાન હતો. દુષ્કાલના સમયમાં વિદ્યાપિંડ ભોગવવાને બદલે અનશન ગ્રહણ કરવાનું તેમના શિષ્યોએ પસંદ કર્યું હતું એ જણાવે છે કે તે કાલમાં સંયમધર્મમાં થોડો પણ અપવાદ લગાડવાને સાધુઓ ખુશી ન હતા; સાથે જ તે સમયમાં જૈન સમાજમાં મૂર્તિપૂજાનો મહિમા છેલ્લી હદે પહોંચેલો જણાય છે. અન્ય ધર્મિઓના પ્રતિબંધ સામે સંયમશિરોમણિ વજસ્વામી જેવા જૈન ચૈત્યો માટે પુષ્પ નિમિત્તે કમર કસે છે અને બહુ દૂર પ્રદેશથી પુષ્પો લાવીને શ્રાવક વર્ગની ઈચ્છા પૂર્ણ કરે છે; એ બધું બતાવે છે કે તે કાલમાં ચૈત્ય-પૂજાનું કાર્ય એક મહાન્ ધર્મનું અંગ મનાવા લાગી ચૂક્યું હતું અને જો ઉંડું ઉતરીને જોઈએ તો વજની આ પ્રવૃત્તિનું અવલંબન લઈને જ પાછળના આચાર્યો ધીમે ધીમે ચૈત્ય સંબંધી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયા હતા. આવશ્યક નિર્યુક્તિ-ભાષ્ય ૫૨થી સ્પષ્ટ જણાય છે કે ચૈત્યવાસીઓ વજસ્વામીના આ દૃષ્ટાન્તથી સંયમધારીઓને પણ દ્રવ્ય પૂજા કરવાનો ઉપદેશ કરતા હતા અને પોતાનાં સાવદ્ય કર્તવ્યોનો બચાવ કરતા હતા. વજસ્વામીના સમય સુધી સાધુઓ પ્રાયઃ વનમાં રહેતા અને ગૃહસ્થોના પરિચયથી દૂર રહેતા હતા. તેમના સમયની સ્થિતિ બહુ સારી નહિ ગણાય; ઉપરા ઉપરી બધે બાર દુકાળી પડવાથી દેશની-ખાસ કરીને ઉત્તર હિન્દની પ્રજા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ઉત્તર અને મધ્ય ભારતવર્ષની ઘણી વસતિ તે સમયમાં દક્ષિણ ભારત તરફ વળી હતી. જૈન સંઘની દશા પણ વધુ સારી ન હતી. દુષ્કાલની અસરોથી શ્રુતની પઠન-પાઠન-પ્રવૃત્તિ મંદ થઈ રહી હતી, ખરૂં જોતાં સંઘની સ્થિતિ અસ્તાભિમુખ હતી. વજ્રસ્વામીનું મુખ્ય વિહારક્ષેત્ર માલવ, મગધ, મધ્ય હિન્દ, અને વરાડ હતું. ઉપરાંત એકવાર દુષ્કાલના સમયમાં સંઘની સાથે તેઓ પુરી (જગન્નાથપુરી) સુધી પણ ગયા હતા. તેમની મુખ્ય પ્રવૃત્તિ ધર્મોપદેશ અને શ્રુતપઠન-પાઠન હતું. તેમણે આચારાંગ સૂત્રના મહાપરિજ્ઞાધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો હતો. પંચમંગલ મહાશ્રુત સ્કંધ (પંચ નમસ્કાર) કે જે પૂર્વે પૃથક્ સૂત્ર હતું એની ઉપર ઘણી નિર્યુક્તિઓ, ઘણાં ભાષ્યો અને ઘણી ચૂર્ણિયો હતી પણ કાલદોષથી તેનો હ્રાસ થતો ગયો, એ પછી વજ્રસ્વામીએ તેને મૂલસૂત્રોમાં લખ્યું અને સૂત્રોના આરંભમાં ગોઠવ્યું. (જાઓ મહાનિશીથસૂત્ર ત્રીજું અધ્યયન) ને ત્યાર પછી આજ સુધી તે સૂત્રોના આરંભ-મંગળ તરીકે સૂત્રોની સાથે જ જોડાયેલ છે. વજ્રસ્વામીનું ચરિત્ર હેમચંદ્રસૂરિષ્કૃત પરિશિષ્ટ પર્વમાં, પ્રભાવક ચરિતના વજ પ્રબંધ પરથી મળે છે.’ (મુનિશ્રી કલ્યાણવિજય પ્ર. ચ. ૫.). ૧૭૩. ક- વજસ્વામી પછી ૧૯મા યુગપ્રધાન આર્ય રક્ષિત (પારા ૩૧ અને ૯૨) થયા. (તેમના સંબંધે જાઓ પરિશિષ્ટ પર્વ તથા પ્રભાવક ચરિત) તેમનો જન્મ માલવા દશપુરમાં પુરોહિત સોમદેવના પુત્ર તરીકે થયો. માતા રૂદ્રસોમા જૈનધર્મની ઉપાસિકા હતી તેથી જણાય છે કે તે સમયમાં ગમે તે જાતિના મનુષ્યો પોતાની જાતિમાં રહીને જૈનધર્મનું પાલન કરી શકતા હતા. પાટલીપુત્રમાં બ્રાહ્મણ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy