SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૪ વિક્રમ સં. ૧ થી ૩૦૦. વિમલસૂરિ, મથુરાસ્તૂપો, મથુરાસંઘ, દિગંબર-શ્વેતામ્બર ભેદ, જૈન થાયશાસ્ત્રનો પ્રથમ યુગ. अन्ने वि जे महारिसि गणहर अणगार लद्धमाहप्पे । મળવયના પુત્તે બે સિરસા નમંસામ I –વિમલસૂરિકૃત પહેમચરિય. -[૨૪ જિન ઉપરાંત] બીજા પણ જે મહા ઋષિઓ ગણધરો અણગારો મુનિઓ કે જેમણે મહાત્માપદ પ્રાપ્ત કર્યું છે અને જેઓ મનવચનકાય ગુપ્તિવાળા છે એમને નમસ્કાર કરું છું. जारासियं विमलंको विमलं को तारिसं लहइ अत्थं । અમયમાં સરä સરસંવિર્ય પાઠ્ય નસ / –કુવલયમાલા (રચ્ય સં. ૮૩૪.) - જેવી કીર્તિ વિમલાકે (૫૭મચરિયકારે) મેળવી તેવી વિમલ કીર્તિ કોણ મેળવી શકે તેમ છે? કે જેની પ્રાકૃત અમૃતમયી અને સરસ છે. ૧૭૩. આ સમયમાં વિમલસૂરિએ પ્રાકૃતમાં પઉમરિયમ્ (પદ્મચરિત્ર-જૈન રામાયણ) રચ્યું. વીરાત્ પ૩૦ (વિ.સં. ૬૦ {હિન્દી સાથે પ્ર. પ્રા. ઝં. પ.}). આ ઉપરથી અનુમાન થાય છે કે તે સમયમાં રામાયણની કથા લોકોમાં બહુ પ્રિય થઈ પડી હોવી જોઈએ. વિ. સં. ૧૦૮માં ઉપર્યુક્ત ભાવડશાના પુત્ર જાવડશાએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો એમ સં. ૪૭૭માં રચાયેલું મનાતું ધનેશ્વર સૂરિકૃત શત્રુંજય માહાભ્ય જણાવે છે. આ સમય લગભગ પૌષધશાળાની (હાલના ઉપાશ્રયની) સ્થાપના થઈ; વજનવામી નામના એક પ્રભાવશાલી જૈનાચાર્ય આ સમયમાં થયા. (સ્વર્ગવાસ વીરાત્ ૫૮૪-વિ. સં. ૧૧૪). ૧૦૭. ઉમચરિયના કર્તા વિમલસૂરિ નાગિલ કુલના રાહુ આચાર્યના શિષ્ય વિજયસૂરિના શિષ્ય હતા. રચનાસમયઃ पंचेव य वाससया दुसमाए तीस वरिस संजुता । वीरे सिद्धिमुवगए तओ णिबद्धं इमं चरियं ॥ આ પ્રમાણે વીરાત્ સં. ૫૩૦ એ વર્ષ મૂલમાં સ્પષ્ટ આપ્યું છે, (છતાં પણ તેની રચનાશૈલી અને ભાષાકૃતિ ઉપરથી ડૉ. હર્મન યાકાબી એમ માને છે કે ૪થા પમા સૈકા કરતાં એ ગ્રંથ જૂનો નથી.) એજ આચાર્યે ભારતની કથા ઉપર પણ પઉમચરિય જેવો હરિવંશ ચરિય નામનો પણ પ્રાકૃત ગ્રંથ રચ્યો હતો એમ કુવલયમાલામાં જણાવ્યું છે, પણ હજા તે ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. પઉમરિય ડૉ. યાકોબીથી સંશોધિત ભાવનગરની જૈન ધ. પ્ર. સભાએ મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કરેલ છે. પી. ૪, ૧૦૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy