SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પુનઃ સંઘમાં લઈ પૂર્વવત્ તેમનો સત્કાર કર્યો. “આ કિંવદન્તીમાં કેટલો તથ્થાંશ છે તે વિચારવા જેવી વાત છે. આ રૂપકમાં કંઈને કંઈ તથ્થાંશ-ઐતિહાસિક સત્ય અવશ્ય છે. સિદ્ધસેનસૂરિના વિચારસ્વાતંત્ર્ય અને સ્પષ્ટભાષિત્વનો પરિચય ઉપર કરાવ્યો છે તેથી એમ જાણી શકાય છે કે જો જૈનાગમોના સંબંધમાં તેમણે એવી કોઈ વાત શ્રમણસંઘ પાસે જણાવી હોય અથવા કૃતિરૂપે ઉપસ્થિત કરી હોય અને તેથી પુરાણપ્રિય અને આગમપ્રવણ શ્રમણવર્ગને મોટો અસંતોષ થયો હોય તો તેમાં કાંઈ અસંભવ નથી. ૧૭ર. “વિશેષમાં શ્વેતામ્બર સાહિત્યમાં સંસ્કૃત ભાષાના પદ્યાત્મક પ્રૌઢ ગ્રંથોના પ્રથમ પ્રણેતા સિદ્ધસેનસૂરિ છે. તેમની પહેલાં સંસ્કૃત ભાષાનો વિશેષ અભ્યાસ કે આદર નહોતો. ત્યાં સુધી તો જૈનશ્રમણોમાં પ્રાકૃત ભાષાનું પ્રભુત્વ હતું. શ્રમણોના અભ્યાસના વિષયો પણ ઘણા નહોતા. આગમ સાહિત્યનાં મૂળસૂત્રોને કંઠસ્થ કરાતાં-વંચાતાં, તે સિવાય સંસ્કૃતમાં રહેલાં વ્યાકરણ, કાવ્ય, કોષાદિનો અભ્યાસ વિશેષ કરીને નહિ હોય. આ. સિદ્ધસેને સન્મતિતર્કના અંતે કહ્યું છે કે “તહી દિયકુળ અસ્થસંપાયH ગર્ણવ્યું એટલે “સૂત્ર (મૂલપાઠ)ને અધિગત કરવા સાથે અર્થસંપાદન કરવામાં પણ યતિઓએ યત્ન કરવો જોઈએ' એવો ઉપદેશ આપ્યો છે તે ઉક્ત વિચારને પુષ્ટિ આપે છે. અર્થપરિજ્ઞાન વિના અને વ્યાકરણ, કાવ્ય, કોષ આદિ સર્વ-સાધારણ જ્ઞાન વિના મનુષ્યને તત્ત્વબોધ થઈ શકતો નથી અને બીજાને તે કરાવી શકતો નથી. સર્વ-સાધારણ પરિજ્ઞાનનાં ઉક્ત સર્વ સાધન ભારતવર્ષમાં પ્રાચીનકાળથી એક માત્ર સંસ્કૃત ભાષામાં જ ઉપલબ્ધ થાય છે. જૈનશ્રમણોને તે માટે બહુજ્ઞ અને વિશિષ્ટ વિદ્વાનું બનાવવા માટે સંસ્કૃત ભાષાના અધ્યયન-અધ્યાપનની જરૂર હતી. આ જરૂર ત્યારે પૂરી થઈ શકે છે કે જ્યારે ઉત્તમ અને પ્રૌઢ વિચારના ગ્રંથ તે ભાષામાં રચાયેલાં હોય અને જેને શીખવાની શ્રમણોને ખાસ આવશ્યકતા માલૂમ પડતી હોય. આ માટે આ. સિદ્ધસેને સંસ્કૃતમાં જ પોતાના પ્રૌઢ અને ગંભીર વિચાર લિપિબદ્ધ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ જૈનશ્રમણોમાં સંસ્કૃતમાં નવો જ પ્રવેશ હતો તેથી પોતાને સંસ્કૃત ભાષામાં લખવાનું વિશેષ પ્રિય હોવા છતાં સર્વ શ્રમણોને પોતાના મૌલિક અને તેથી નવીન વિચારોનો પરિચય કરાવવા માટે શ્રમણ સમૂહની સાધારણ અને પ્રિયભાષા કે જે તે સમયે પ્રાકૃત હતી તેમાં પણ લખવાની જરૂર લાગતાં “સન્મતિપ્રકરણ” પ્રાકૃત ભાષામાં પોતે રચ્યું એમ અનુમાન થાય છે. એમ જો ન હોત તો પોતે સંસ્કૃત ભાષાના અત્યંત અનુરાગી અને ૧૦૬. ભદ્રેશ્વરસૂરિ પોતાની પ્રાકૃત કથાવલીમાં પાટણ તાડપત્ર પ્રત પૃ. ૩00 ઉપર જણાવે છે કે - “નનંતો पाययं जिणसासणं ति लोउत्तीए सिद्धसेण (णो) विण्णवइ संघं - 'जइ मण्णह तो करेमि सक्कयं पि सिद्धतं ।' संघो મદ્ - વિંતિUTI વિ જ પછત્તી, વુિં પુખ કંપuT; તા વરસુ તુરં પાછd ir એટલે કે પ્રાકૃત જિનશાસન' એ લોકોક્તિથી લજમાન થઈ સિદ્ધસેને સંઘને વિનંતિ કરી કે જો કહો તો (સર્વ પ્રાકૃત) સિદ્ધાંતને સંસ્કૃતમાં કરૂં, પરંતુ સંઘે કહ્યું કે “આવું ચિંતવવાથી પણ પ્રાયશ્ચિત છે તો પછી બોલવાથી તો કેમ નહિ ? માટે તમે પ્રાયશ્ચિત લ્યો.” આ વાતને પુષ્ટિ અન્ય પ્રબંધો પરથી મળે છે - જાઓ વૃદ્ધવાદપ્રબંધ પ્રભાવકચરિત પૃ. ૯૧ થી ૧૦૩, રાજશેખરકૃત ચતુર્વિશતિ પ્રબંધમાં વૃદ્ધવાદી સિદ્ધસેન પ્રબંધ, પૃ. ૨૦ પી. રામચંદ્રસૂરિત વિક્રમચરિત્ર, ચારિત્રસુંદરકૃત કુમારપાલચરિત્ર, શુભશીલગણિત વિક્રમાદિત્યચરિત વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy