SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૭૦ થી ૧૭૧ સિદ્ધસેનદિવાકરજી, વૃદ્ધવાદિસૂરિ ‘ત્યારે બોલ.' સિદ્ધસેને સંસ્કૃતમાં બોલવા માંડ્યું તે ગોવાળીઆ સમજ્યા નહિ એટલે પછી વૃદ્ધવાદી કાલ સમજી કચ્છ બાંધી રમતા રમતા ઉપરની ‘નવિ મારિયઈ' એ ગાથા વગેરે૧૦૫ બોલ્યા. ગોવાળીઆએ વૃદ્ધવાદીની જીત જાહેર કરી. પછી રાજસભામાં વાદ થયો ને ત્યાં પણ સિદ્ધસેનની હાર થતાં તે વૃદ્ધવાદીનો શિષ્ય થયો. આ કિંવદન્તિમાં કેટલું તથ્ય છે તે એક બાજુ રાખીએ, પણ ‘નવિ મારિયઈ’ની ગાથા સાથે હાલની દેશી ભાષાનું સામ્ય જણાય છે તો દેશી ભાષાનાં મૂળ ઘણાં જાનાં છે એમ કહી શકાય. ૧૭૧. ‘સિદ્ધસેનસૂરિ માટે એક બીજી કિંવદન્તી પણ પ્રચલિત છે કે તેમણે એક વખત જૈનશ્રમણસંઘની સામે એવો વિચાર પ્રકટ કર્યો હતો કે- ‘જૈનાગમગ્રન્થ’ કે જે પ્રાકૃત ભાષામાં છે તેથી તેની પ્રત્યે વિદ્વાનોનો આદર વિશેષ થતો નથી-વિદગ્ધગણ તેને ગ્રામીણ ભાષાના ગ્રન્થ સમજી તેનું અવલોકન કરતા નથી-તે માટે જો શ્રમણગણ અનુમતિ આપે તો હું તેનું સંસ્કૃત ભાષામાં પરિવર્તન કરી નાંખવા ઈચ્છું છું.' દિવાકરના આ વિચારો સાંભળી શ્રમણ-સંઘ એકદમ ચોંકી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે‘મહારાજ, આ અકર્તવ્ય વિચારને આપના હૃદયમાં સ્થાન આપી આપે તીર્થંકર, ગણધર અને જિનપ્રવચનની મોટી ‘આશાતના' (અવજ્ઞા) કરી છે. આવા કલુષિત વિચાર કરવા માટે અને શ્રમણસંઘની સામે આવા ઉદ્ગાર કાઢવા માટે જૈનશાસ્ત્રાનુસાર આપ ‘સંઘબાહ્ય’ના મોટા દંડની શિક્ષાના અધિકારી થયા છો.' સિદ્ધસેન તો સંઘનું આ કથન સાંભળી ચિકત થયા અને પોતાના સરલ વિચારથી પણ સંઘને આટલી અપ્રીતિ થઈ તે માટે પોતાને બહુ ખેદ થયો. સંઘને તરત જ તેમણે ક્ષમા પ્રાર્થના કરી કે જે પ્રાયશ્ચિત્ત દેવું હોય તે આપો.' એમ કહેવાય છે કે સંઘે તેઓને શાસ્ત્રાનુસાર બાર વર્ષ સુધી ‘બહિષ્કૃત’ રૂપમાં રહેવાનું ‘પારાંચિત’ નામનું પ્રાયશ્ચિત્ત આપ્યું કે જે દિવાકરે સાદર સ્વીકારી (વિક્રમરાજાને પ્રતિબોધી) સંઘની આજ્ઞાનું પાલન કર્યું. પ્રાયશ્ચિત્તની મર્યાદા પૂરી થતાં સંઘે તેમને ૧૦૫. ‘વિ મારિયઈ’ નો અર્થ એ છે કે ‘મારવું નહિ, ચોરવું નહિ, થોડું થોડું (શક્તિ પ્રમાણે) દેવું-દાન કરવું તો ધીમેથી સ્વર્ગે જવાય.' આ ગાથા સાથે બીજી પણ ગાથા ચતુર્વિંશતિ પ્રબંધકારે (સં. ૧૪૦૫) મૂકી છે કે :‘ગુલસિઉં ચાવઈ તિલ તાંદલી, વેડિંઈ વજ્જાવઇ વાંસલી, ૮૧ પહિરણી ઓણિ હુઈ કાંબલી, ઈણપરિ ગ્વાલહ પૂજઇ રૂલી. કાલઉ કંબલુ અનુ નીવાટુ, છાસિહિં ખાલડુ ભેરિઉં નિ પાટુ, અઈ વડુ ડિયઉં નીલઈ ડાડિ, અવર કિસર ગહ સિંગ નિલાડી.' જ્યારે પૌ.રામચંદ્રસૂરિએ વિક્રમચરિત્ર (સં.૧૪૯૦)માં ‘નવિ મારિયઈ’ ની સાથે બીજી દેશી ગાથાઓ મૂકી છે : ‘વચન નવ કીજઈ કહીતણું, એહ વાત સાચી ભણું, કીજઈ જીવદયાનું જતન, સાવયકુલિ ચિંતામણિ રતન. હડ હડાવ નવી કીજઈ ઘણું, મરમ બોલુ તુર્ભેિ કહિતણું, કુડી સાખઈ મ દેયો આલ, એ તુહ્ન ધમ્મ કહું ગોવાલ. ગરડસ વીછી મારિઈ, મારિ તુ સહી ઊગારિઈ, કુડ કપટ કરતુ વારિઈ, ઈહારિ આપકાજ સારિઈ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy