SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૮O જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એમનો સંસ્કૃત ભાષા ઉપરનો કાબુ અને કવિત્વ એમની કૃતિઓમાં ચમત્કારિક રીતે નજરે પડે છે. પૂર્વાશ્રમના દાર્શનિક પ્રૌઢ અભ્યાસે તેમની બુદ્ધિને તીક્ષ્ણ અને દર્પણ જેવી સ્વચ્છ બનાવી હતી. હૃદય તેમનું સરળ અને ગુણ પક્ષપાતી હતું. પરીક્ષાશક્તિ અને નિર્ભયતા તેઓમાં સ્વતઃસિદ્ધ હતાં, તેથી જૈન આગમ જોતાં વેંતજ બીજા કોઈ સાધારણ વિદ્વાનને ન ભાસે એવું પ્રભુ મહાવીરભાષિત તત્ત્વ તેમની પ્રતિભાને ભાસ્યું અને તેમની વિરક્ત વૃત્તિ સાથે નિર્ભયતા જાગી ઉઠી; પરિણામે તેમણે દીર્ઘતપસ્વી ભ. મહાવીરનું શાસન સ્વીકાર્યું અને પોતાની સમગ્ર શક્તિ એ શાસનને અર્પી, તેની વ્યવસ્થા અને પ્રભાવના કરવામાં જ પોતાના પાંડિત્યનો ઉપયોગ કર્યો. આ વાત તેમની કૃતિઓ પરથી સ્પષ્ટ છે.”૧૦૪ ધર્મશાસ્ત્રમાં પણ આઠ પ્રભાવક પુરુષોની ગણનામાં સિદ્ધસેનની ગણના કવિપ્રભાવકમાં કરી છે. ૧૭૦. તેમના પ્રભાવક ચરિતમાંના પ્રબંધ પ્રમાણે વિક્રમ નૃપ રાજ્ય વિશાલામાં (અવન્તીમાં) કાત્યાયન ગોત્રીય દેવર્ષિ નામના દ્વિજને દેવશ્રી (દેવસિકા) નામની પતિથી સિદ્ધસેન નામનો અતિ પ્રજ્ઞાશાલી પુત્ર હતો. તે બુદ્ધિમાન હોવાથી બાલ્યાવસ્થામાં સર્વશાસ્ત્રમાં નિષ્ણાત થયો તેમજ વાદ કરવામાં ઘણી કુશળતા મેળવેલી હોવાથી તે કાળના સમર્થ વાદીઓમાં તેની ગણના થતી હતી. એક વેળાએ પાદલિપ્તસૂરિના સંતાનીય સ્કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી (કે જે મૂલ મુકુંદ નામના બ્રાહ્મણ હતા ને વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધ થયા હતા) સાથે તેનો મેળાપ થયો. તેની વાદ કરવાની ઈચ્છા હોવાથી બંનેનો રાજસભામાં વાદ થયો અને સિદ્ધસેનનો પરાજય થયો. આથી તે વૃદ્ધવાદીનો શિષ્ય થયો ને દિક્ષાકાલે “કુમુદચંદ્ર' નામ રાખ્યું. પણ તેની વિશેષ પ્રસિદ્ધિ સિદ્ધસેન દિવાકર” એ નામથી જ થઈ. પ્રભાવક ચરિતમાં વૃદ્ધવાદિ પ્રબંધમાં વિશેષ જણાવ્યું છે કે ગોવાળીઆઓ ઉપદેશ સાંભળવા આવ્યા ત્યારે તેમને પ્રાકૃત રાસમાં તાલ સાથે હુંબડક-હબોડા લઈને તેમણે સમજાવ્યું કે : નવિ મારિઆઈ નવિ ચોરીઅઈ, પરદારહ સંગ નિવારિઆઈ થોવા થોડું દાઈઅઈ તી સગ્નિ ટુગુટુગુ જાઈઈ. આ દેશી ગાથાને બીજા પ્રબંધકારે (ચતુર્વિશતિ પ્રબંધકાર) એવી રીતે ઉપયોગમાં લીધી છે કે સિદ્ધસેનને પ્રતિજ્ઞા હતી કે જે મને વાદમાં જીતે તેનો શિષ્ય થાઉં. તે વૃદ્ધવાદી પાસે ભૃગુપુર-ભૃગુકચ્છ આવ્યો ને રસ્તામાં જ તેને મળતાં “વાદ કરો, જીતો ને શિષ્ય કરો, નહિ તો હાર સ્વીકારો' એમ સિદ્ધસેને કહેતાં વૃદ્ધવાદીએ કહ્યું : “વાદ કરવા તૈયાર છું પરંતુ અહીં સભ્ય ક્યાં છે ? સભ્યો વગર વાદમાં જીત હારનો કોણ નિર્ણય કરે ?” સિદ્ધસેને કહ્યું. “આ ગોવાળીઆ તે સભ્યો.” વૃદ્ધવાદીએ કહ્યું : - ૧૦૩. “શ્રી સિદ્ધસેન દિવાકકૃત ગ્રંથમાલા” એ નામનું પુસ્તક જૈન-ધર્મપ્રસારક સભા ભાવનગર તરફથી સં. ૧૯૬૫માં પ્રસિદ્ધ થયું છે તેમાં ૨૧ બત્રીશીઓ, ન્યાયાવતાર અને સન્મતિતક મૂલ છપાયાં છે. ન્યાયાવતાર પં. સુખલાલના ભાષાંતર અને વિવેચન સહિત જૈ. સા. સંશોધકમાં અને ડૉ. વૈદ્યની અંગ્રેજી પ્રસ્તાવના-મૂલ ને ટીકા સહિત જૈન છે. ઓફીસ તરફથી હમણાં બહાર પડેલ છે. ૧૦૪. પં. સુખલાલ અને પં. બહેચરદાસનો લેખ “સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy