SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૨૬ થી ૧૬૯ સિદ્ધસેનદિવાકરજીની બત્રીસીઓ ૭૯ ચરિત {પ્ર.મા.દિ.ગ્ર}ના કર્તા વાદિરાજસૂરિએ, એકાંતમંડનના કર્તા લક્ષ્મીભદ્ર આદિ દિગંબર વિદ્વાનોએ સિદ્ધસેનસૂરિ સંબંધી અને તેમના સન્મતિતર્ક ગ્રંથ સંબંધી ભક્તિભાવથી ઉલ્લેખ કર્યો છે; ને વળી આ ઉલ્લેખોથી એમ જણાય છે કે દિગંબર ગ્રંથકારોમાં (ઘણા) સમય સુધી સિદ્ધસેનસૂરિના ગ્રંથોનો પ્રચાર હતો, અને એટલો બધો હતો કે તેના પર તેઓએ ટીકા પણ રચી છે. ૧૬૬. શ્વેતામ્બરાચાર્યોમાં શ્રી હરિભદ્રસૂરિએ સિદ્ધસેનસૂરિને ‘શ્રુતકેવલી’ની કોટિમાં મૂક્યા છે; સિદ્ધસેનસૂરિ બીજાએ ન્યાયાવતાર ૫૨ અને તર્કપંચાનન અભયદેવસૂરિએ સન્મતિતર્ક પર ટીકા રચીને સિદ્ધસેનસૂરિ જૈન તર્કશાસ્ત્ર વિષયે સૂત્રધાર હતા તેનું સગૌરવ સમર્થન કર્યું છે. પ્રચંડ તાર્કિક વાદિદેવસૂરિએ તેમને પોતાના માર્ગદર્શક જણાવ્યા છે. પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રે તેમની કૃતિઓ સામે પોતાની વિન્મનોરંજક કૃતિઓને પણ ‘અશિક્ષિત મનુષ્યના આલાપવાળી' જણાવી છે, અને સિદ્ધહૈમશબ્દાનુશાનમાં ઉદાહરણ પ્રસંગે ‘અનુસિદ્ધસેન વયઃ' એ પ્રયોગવડે સિદ્ધસેનને સર્વોત્કૃષ્ટ કવિ તરીકે સ્વીકારેલ છે. છેવટમાં યશોવિજય ઉપાધ્યાયે સન્મતિતર્કનો ઉલ્લાસપૂર્વક છૂટથી ઉપયોગ કર્યો છે. ૧૬૭. આ. સિદ્ધસેને ‘કલ્યાણમંદિર’ એથી શરૂ થતું પાર્શ્વનાથ સ્તવન સંસ્કૃતમાં રચ્યું છે કે જે ઘણું બુદ્ધિપ્રધાન અને મનોહર કાવ્ય છે. તેમના પ્રબંધમાં એમ વાત છે કે મહાકાલ પ્રાસાદમાં તે સ્તવન રચેલું અને તેના પ્રભાવથી ત્યાં પાર્શ્વપ્રતિમા કાઢી હતી. આ. સિદ્ધસેનનું બીજું નામ ‘ગંધહસ્તી’ હતું એમ કહેવાય છે અને તેમણે આચારાંગના પ્રથમ અધ્યયન નામે ‘શસ્રપરિક્ષા' પર વિવરણ રચ્યું હતું કે જે ‘ગહસ્તિવિવરણ' કહેવાય છે. હાલ તે ઉપલબ્ધ નથી. પં. સુખલાલજી જણાવે છે કે આ સિદ્ધસેન દિવાકરનું બીજું નામ ગંધહસ્તી હતું એ કિંવદન્તી યથાર્થ નથી; વાસ્તવમાં ‘ગંધહસ્તી' એ નામ જે સિદ્ધસેનને અપાયું હતું તે સિદ્ધસેન તે પારા ૧૯૭ અને ટિ. ૧૯૨માં જણાવેલા -તત્ત્વાર્થ ભાષ્યની ઉપલબ્ધ મોટી વૃત્તિ રચનાર સિદ્ધસેન ગણિ (ભાસ્વામી શિષ્ય) હતા. (પં. સુખલાલની તત્ત્વાર્થ પ્રસ્તાવના). ૧૬૮. તેમનું જન્મસ્થાન નિશ્ચિત રીતે વિદિત નથી, પણ ઉજ્જયિની અને તેની આજુબાજુએ તેઓએ જીવન ગાળ્યું હોય એમ જણાય છે, તેથી તેમના ગ્રંથોની રચના પણ તેજ પ્રદેશમાં થયાનો સંભવ છે. તેઓ જાતે બ્રાહ્મણ અને કુલધર્મે વૈદિક હતા. પણ પાછળથી પાદલિપ્તસૂરિ સંતાનીય સ્કંદિલાચાર્યના શિષ્ય જૈનાચાર્ય વૃદ્ધવાદીની પાસે જૈન દીક્ષા લીધી હતી. {જેસલમેરમાં શ્રીચન્દ્રપ્રભ જિનાલય સ્થિત ધાતુ પ્રતિમા ઉપરના શ્રી સિદ્ધસેન દ્વિવાર છે ઝસ્મા છુપ્તામ્યાં ારિતા સંવત ૧૦૮૬ આ પ્રમાણેના લેખના આધારે ત્રિપુટી મ. સિદ્ધસેન દિવાકરસૂરિ નાગેન્દ્ર કુલમાં થયાનું અનુમાન કરે છે. જૈનપરંપરાનો ઇતિહાસ ભા. ૨. પૃ. ૨૬૦ } ૧૬૯. દાન, શીલ, તપ અને ભાવનાના સંસ્કારોમાં જૈનોનું વારસાગત ચઢીયાતાપણું કબૂલ કરવામાં આવે તો બૌદ્ધિક સંસ્કારોનું તેવું ચઢીયાતાપણું બ્રાહ્મણજાતિનું સ્વીકારવું જોઈએ. એ વાતની સાક્ષી અનેક બ્રાહ્મણ જૈનાચાર્યોની કૃતિઓ પૂરે છે. વૈશ્યજાતીય હેમચંદ્ર અને યશોવિજય જેવા તો અપવાદ માત્ર ગણાય. દિવાકરજી જન્મે બ્રાહ્મણ જાતિના અને પોતાની જ પરંપરામાં વ્યાકરણ, કાવ્ય, વેદ અને ઉપનિષદ્ આદિ ઉપરાંત તત્કાલીન સમગ્ર વૈદિક દર્શનોને તેમજ બૌદ્ધદર્શનને પી ગયેલા. ૧૦૨. આચારાંગના વૃત્તિકાર શીલાંક સૂરિ છેવટે જણાવે છે કે : शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनं च 'गंधहस्ति' कृतम् । तस्मात् सुखबोधार्थं गृहणाम्यहमंजसा सारम् ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy