SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૬૨. આ કથનથી જણાય છે કે સિદ્ધસેનસૂરિની સ્તુતિઓ કેટલી મહત્ત્વની છે આમાંની ઘણી ખરી બત્રીશીઓમાં મુખ્યતઃ અર્હમ્ મહાવીરની અનેક પ્રકારે સ્તવના કરવામાં આવી છે, તેથી તેને ‘સ્તુતિઓ' કહેવામાં આવે છે અને તેટલાં માટે તેનાં અવતરણો લેતાં આ. હરિભદ્ર આ. હેમચંદ્રાદિએ તે સૂરિનો ‘સ્તુતિકાર' એ નામથી ઉલ્લેખ કર્યો છે. આ બત્રીશીઓમાં પસંદ કરાયેલ વિવિધ છંદો નામે અનુષ્ટુપ, ઉપજાતિ, વસંતતિલકા, વૈતાલીય, પૃથ્વી, શિખરિણી, હરિણી, મંદાક્રાંતા, પુષ્પિતા, વંશસ્થ, આર્યા, શાલિનીનો ઉપયોગ દાર્શનિક-જૈનસાહિત્યમાં સર્વથી પ્રથમ છે. ७८ ૧૬૩. સન્મતિ, બત્રીશીઓ વગેરે કૃતિઓ જોતાં સાંખ્ય વૈશેષિક અને બૌદ્ધ એ ત્રણ જૈનેતર દર્શનો ઉપરાંત ન્યાય, વેદ, ઉપનિષદ્ આદિ બીજાં તત્કાલીન પ્રસિદ્ધ જૈનેતર દર્શનોના અભ્યાસની ઉંડી અને વિસ્તૃત છાપ દિવાકરશ્રીના માનસમાં પડી છે. વૈશેષિકસૂત્ર અને ન્યાયદર્શનના અભ્યાસે તો સન્મતિની રચનામાં દિવાકરશ્રીને ખાસ પ્રેરણા આપ્યાનું ભાન થાય છે તેથી એ દર્શનોનાં સૂત્રો અને સન્મતિ વચ્ચે ભાષા તેમજ ગદ્ય-પદ્યનો ભેદ હોવા છતાં શુદ્ધ તર્કદૃષ્ટિના ઉપયોગનું એમાં મુખ્ય સામ્ય છે. સાંખ્યાચાર્ય ઈશ્વર-કૃષ્ણની કારિકાઓ સાથે સન્મતિ સરખાવતાં ભાષા અને સંપ્રદાયનો ભેદ બાદ કરીએ તો બેમાં છંદનું તેમજ પોતપોતાના વિષયને તર્ક પદ્ધતિએ ગોઠવવાનું સામ્ય નજરે પડશે. શૂન્યવાદી બૌદ્ધાચાર્ય નાગાર્જુનની મધ્યમકારિકા અને વિજ્ઞાનવાદી વસુબન્ધુની વિંશિકા તથા ત્રિંશિકા સાથે સિદ્ધસેનની કૃતિઓ સરખાવતાં એમ લાગે છે કે એ આચાર્યો ઉપર એક બીજાની અસર અવશ્ય છે.૧૦૧ ૧૬૪. શ્વેતામ્બરોમાં સિદ્ધાન્ત એટલે આગમના ગ્રંથોમાં એમ છે કે કેવલી (સર્વજ્ઞ)ને કેવલજ્ઞાન અને કેવલદર્શન-એ બંને યુગપત્ એટલે એક સાથે થતા નથી. એક વખતે કેવલજ્ઞાન અને એક વખત કેવલદર્શન એમ વારંવાર થયાં કરે છે અર્થાત્ એક ક્ષણ (સમય) કેવલજ્ઞાન રહે છે અને બીજી ક્ષણે (સમયે) કેવલદર્શન-એમ પ્રતિક્ષણ ક્રમશઃ કેવલજ્ઞાન અને કેવલદર્શનસ્વરૂપ કેવલીનો ઉપયોગ ફર્યાં કરે છે. સિદ્ધસેનસૂરિને આ વિચાર સંમત નથી. તેઓ આ વિચારને યુક્તિસંગત ન માનતાં તેને તર્ક અને યુક્તિથી અયુક્ત સિદ્ધ કરે છે. તેમના વિચારે તો કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન બંને યુગપત્એકી સાથે હોવાનું યુક્તિસંગત છે અને વાસ્તવિકપણે અંતમાં તેઓ વળી બંનેમાં પરસ્પર કાંઈ ભેદ જ નથી માનતા-બંનેને એક જ બતાવે છે. આ વિચારનો તેમણે પોતાના ‘સન્મતિ પ્રકરણ’માં ખૂબ ઊહાપોહ કર્યો છે. આ વિચારભેદને કારણે તે સમયના સિદ્ધાન્તગ્રંથ-પાઠી અને આગમભક્ત આચાર્યગણ તેમને ‘તર્કમન્ય' જેવાં તિરસ્કારસૂચક વિશેષણો આપતા હતા, અને ત્યારપછી જિનભદ્ર ક્ષમાશ્રમણ આદિ આગમપ્રધાન આચાર્યોએ આગમપ્રમાણની દલીલથી જ તે વિચારનું ખંડન કર્યું છે. (જાઓ જિનભદ્રીય વિશેષાવશ્યક અને બીજા આ. સિદ્ધસેનકૃત તત્ત્વાર્થસૂત્ર ૫૨ બૃહદ્યાખ્યા). તે ૧૬૫. સિદ્ધસેનસૂરિ પ્રત્યેનો આદર દિગંબર વિદ્વાનોમાં રહેલો દેખાય છે. હરિવંશ પુરાણના કર્તા જિનસેનસૂરિએ, તત્ત્વાર્થ-ટીકા નામે રાજવાર્તિકના {પ્ર.ભા.શા.} કર્જા અકલંકદેવે, સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર {પ્ર.ભા.શા.} અનંતવીર્ય, ભગવતી આરાધનાના રચનાર શિવકોટિએ રત્નમાલામાં, પાર્શ્વનાથ ૧૦૧. પં. સુખલાલ અને બહેચરદાસના લેખ નામે ‘સન્મતિ તર્ક અને તેનું મહત્ત્વ'માંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy