SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૫૬ થી ૧૬૧ સિદ્ધસેનદિવાકરજીનું સન્મતિ તર્ક પ્ર. ૭૭ વિના વ્યવહારનું એક પણ કામ સિદ્ધ નથી થઈ શકતું એવા અનેકાંતવાદને નમસ્કાર હો ! આ પર સ્વોપક્ષવૃત્તિ પોતે રચેલી હોવી જોઈએ એવી પ્રો. લોયમાનની સંભાવના છે.૧૦૦ ૧૫૯. સિદ્ધસેન દિવાકરની કૃતિઓના અવલોકનથી માલૂમ પડે છે કે તેઓ જબરા સ્પષ્ટભાષી અને સ્વતંત્રવિચારના ઉપાસક હતા. પ્રકૃતિથી ભારે તેજસ્વી અને પ્રતિભાએ ‘શ્રુતકેવલી’ હતા. તેમની કૃતિઓમાં જે સ્વતંત્ર વિચારની ઝળક દેખાય છે તે અન્ય કોઈની પણ કૃતિમાં નથી. તેમના ગ્રંથોને જોવાથી તેમજ તેમના સંબંધે પછીના ગ્રંથકારોએ જે કહ્યું છે તે પરથી જણાય છે કે જૈન ધર્મના કેટલાએક પરંપરાગત વિચારોથી સિદ્ધસેનનો વિચારભેદ હતો. તેઓ સાક્ષાત્ જૈન સૂત્રોના કથનને પણ પોતાની તર્કબુદ્ધિરૂપ કસોટી ૫૨ કસી તદનુકૂલ અર્થ કરતા હતા; પછી તે પૂર્વપરંપરાને કે પૂર્વાચાર્યોના અભિપ્રાયને સંમત હોય યા નહિ. ‘મૃત રૂઢગૌરવ’ જેને પ્રિય છે એવા પંડિતોને માટે તો તેમણે પોતાની ૩૨ પૈકી એક દ્વાત્રિંશિકામાં પ્રહાર કરી હૃદયનો જોશ માર્મિકતાથી પ્રકટ કર્યો છે. (આના નમુનારૂપે આ પ્રકરણના પ્રારંભમાં નનોડ્યમન્યસ્ય એ શ્લોક ટાંક્યો છે.) ૧૬૦. એમ કહેવાય છે કે સિદ્ધસેને બત્રીશ દ્વાત્રિંશિકા (બત્રીશી)ઓ (૩૨ શ્લોકનું પ્રકરણ તે એક બત્રીશી એમ) ગૂઢ અને ગંભીરાર્થક સંસ્કૃતમાં રચી હતી તેમાં ઉપરોક્ત ન્યાયાવતારનો (તેના ૩૨ શ્લોક છે) પણ એક બત્રીશી તરીકે સમાવેશ થતો હતો. આ બત્રીશ બત્રીશીમાં હાલ ન્યાયાવતાર સહિત ૨૧ બત્રીશીઓ પ્રાપ્ત થાય છે. શરૂઆતની કેટલીક બત્રીશીઓમાં ભગવાન્ મહાવીરની અનુપમ સ્તુતિ છે. ત્યાર પછી કેટલીકમાં નામે ૯મી વેદવાદ, ૧૨મી ન્યાય, ૧૩મી સાંખ્યપ્રબોધ, ૧૪મી વૈશેષિક, ૧૫મી બૌદ્ધસંતાન દ્વાત્રિંશિકામાં જૈનેતર દર્શનોનું વર્ણન છે. એકમાં (૭મી વાદોપનિષદ્ દ્વાત્રિંશિકામાં) વાદકળાનો મર્મ અને વળી એકમાં (૮મી વાદદ્વાત્રિંશિકામાં) વિવાદની દુર્દશાનું ચિત્ર છે. ૧૬૧. આ બત્રીશીઓ જ હરિભદ્રસૂરિના પદર્શનસમુચ્ચય અને માધવાચાર્યના સર્વદર્શનસંગ્રહની પ્રાથમિક ભૂમિકા છે. આના ૫૨ કોઈ પણ વિદ્વાને વ્યાખ્યા કે ટીકા લખવાનો પરિશ્રમ સેવ્યો જણાતો નથી. તેનું કારણ સમજી શકાતું નથી. આ બત્રીશીઓ સ્તુતિરૂપ હોવા છતાં તેમાં દાર્શનિક વિષયો પણ છે. વૈદિક, જૈન અને બૌદ્ધ એ સમકાલીન સમગ્ર ભારતીય દર્શનોનાં સ્વરૂપ તેમાં બતાવેલ છે. એટલે કદાચ તે અતિ ગૂઢાર્થક હોઈને તેનું રહસ્ય પ્રકટ કરવાની કોઈની હિંમત ચાલી ન હોય. આમાં ઘણા અપૂર્વ વિચારો ભર્યા છે. આવી અદ્ભુત અપૂર્વ કૃતિઓ સમસ્ત જૈન સાહિત્યમાં મળવી વિરલ છે. શ્રી હેમચંદ્ર જેવા સમર્થ વિદ્વાને તેનું મહત્ત્વ પોતાની અયોગ્ય-વ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં એ રીતે ગાયું છે કે ઃ क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा । અર્થાત્ – સિદ્ધસેનસૂરિની રચેલી મહાન્ અર્થવાળી સ્તુતિઓ ક્યાં, ને અશિક્ષિત મનુષ્યના આલાપ જેવી મારી આ રચના ક્યાં ? ૧૦૦. પંડિત સુખલાલ અને પં. બહેચરદાસના કથન પરથી તેમજ તેમના લેખ નામે ‘સન્મતિ તર્ક અને તેનું મહત્ત્વ’ પ૨થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy