SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રથમ પાયો છે – તેણે જૈનતર્કપરિભાષાનું જે પ્રસ્થાન શરૂ કર્યું તે અત્યાર સુધી અખંડિત છે, તેથી જ એના પ્રણેતા આ. સિદ્ધસેન જૈન તર્કશાસ્ત્રના પ્રસ્થાપક છે. ૧૫૬. વિશેષમાં ૯ સન્મતિ-પ્રકરણ નામના મહાતર્ક ગ્રંથને પ્રાકૃતમાં આર્યાછંદમાં રચી “નયવાદ'નું મૂલ દેઢ કરી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. પહેલા કાંડમાં માત્ર “ના” (દષ્ટિબિંદુ) સંબંધી ખૂબ વિશદ ચર્ચા કરીને “નયવાદ' (philosophy of Standpoints) નું નિરૂપણ કર્યું છે. બીજા કાંડમાં માત્ર જ્ઞાનની ખાસ કરી પાંચ જ્ઞાનને લગતી ચર્ચા છે. અને ત્રીજા કાંડમાં શેય તત્ત્વનું નિરૂપણ છે. કોઈપણ વસ્તુ શેયરૂપે કેવી માનવી જોઈએ, અને જૈનદષ્ટિ પ્રમાણે શેય વસ્તુનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. એની સામાન્ય ચર્ચા સાથે એમાં પદે પદે અનેકાન્તવાદ (Relative philosophy) સ્થાપન કરવાનો, તેને સમજાવવાનો, તેની બારીકીઓ વર્ણવવાનો પ્રયત્ન છે તથા સાથે સાથે અનેકાવાદમાં ઉપસ્થિત થતા દોષો બતાવવાનો તેમજ અનેકાન્તવાદ ઉપર થતા આક્ષેપોને દૂર કરવાનો બુદ્ધિગમ્ય અને પ્રબલ પ્રયત્ન છે; તેથી છેવટે ગ્રંથના અંતમાં અનેકાંતવાદનું ભદ્ર થાઓ એવી શુભ ઈચ્છા દર્શાવી એ સન્મતિતર્ક પ્રકરણ પૂર્ણ કર્યું છે. ૧૫૭. આ પ્રકરણ રચવામાં બે ઉદેશ જણાય છે (૧) સ્વ-સંપ્રદાયમાં વિચારશક્તિ અને તર્કબળ કેળવી પ્રજ્ઞાનો વિકાસ કરવો અને (૨) જૈનેતર દર્શનના વિદ્વાનોમાં જૈન મૂળતત્ત્વોની પ્રતિષ્ઠા કરવી. પહેલો ઉદેશ પોતાના સમય સુધીમાં જે જે રૂઢ તથા સ્થૂલ માન્યતાઓ પરંપરાએ ચાલી આવતી હતી તેને પોતાની ઉંડી માર્મિક અને અદૃષ્ટપૂર્વ સમીક્ષા તેમજ પરીક્ષા કરી એક બાજાએ રાખી પોતાનો તદન સ્વતંત્ર તેમજ નવો વાદ સ્થાપન કરી સિદ્ધ કર્યો છે. આગમના શબ્દોનો સ્પર્શ કરી વળગી રહેવું એ એક વાત છે, અને તે શબ્દોમાં વિચારપૂર્વક સમભાવથી ઉંડા ઉતરી સત્ય મેળવવું એ બીજી વાત છે. આ બીજી વાત પર પોતે ભાર મૂકી નવી સ્વતંત્ર વિચારસરણી પોતે ઉભી કરી છે અને તેમાં સમ્યગ્દર્શન પોતે સ્વીકાર્યું છે. બીજો ઉદેશ તેમણે એ રીતે બતાવી આપ્યો છે કે તત્કાલીન બધાં ભારતીય દર્શનોની સમીક્ષા કરી બૌદ્ધ દર્શનની બધી શાખાઓ તેમજ બધાં વૈદિક દર્શનોનું જૈનદષ્ટિએ શું સ્થાન છે તે જણાવ્યું છે. ૧૫૮. ખરી રીતે તેમણે બધાં દર્શનોને અનેકાન્તવાદમાં ગોઠવ્યાં છે, કારણ કે તેમણે નયવાદનું સુંદર પૃથક્કરણ કરી ઉપલબ્ધ તત્કાલીન સમગ્ર દર્શનોને સ્યાદ્વાદની – અનેકાંતવાદની સાંકળની કડીઓ જેવા ભિન્ન ભિન્ન નયોમાં યોગ્ય રીતે ગોઠવ્યાં છે અને તે રીતે તેની મહત્તા આંકી છે. જે દર્શનો માત્ર પોતાની પ્રરૂપણા સિવાય બીજી પ્રરૂપણાઓને ઘટતું સ્થાન નથી આપતાં, તે બધાંને તેમણે એકતરફી અને અધૂરાં સાબિત કરવાનો ખાસ પ્રયત્ન કર્યો છે અને નયવાદનું તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં કેવું સ્થાન છે, એ સમજાવવા પ્રબળ પુરૂષાર્થ દાખવ્યો છે. જેઓ વગર સમયે અનેકાંતનો ઉપહાસ કરતાં તેઓને તેનું સ્વરૂપ સમજાવવા આકર્ષક ચર્ચા કરી છે. અને છેવટે કહ્યું છે કે જેના ૯૯. જૈન સાહિત્યમાં તો અત્યારસુધી “સંમતિતર્ક એ નામ પ્રસિદ્ધ છે, પરંતુ તેનું ખરૂં નામ “સન્મતિતર્ક હોવું ઘટે, કારણ કે “સન્મતિ' એ શ્રી મહાવીરનું બીજું નામ છે (જુઓ ધનંજય નામમાલા), અને તે મહાવીરના તર્કને બતાવવા એ નામ સાર્થક છે, વળી જાની પ્રતમાં “સન્મતિ' એવો પાઠ મળે છે. પં. સુખલાલ અને પં. બહેચરદાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy